For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોડો મતદારોના વોટને ગણતરી સાથે જોડાયેલા રહસ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેશમાં કરોડો મતદારોના મતોની ગણતરી એકદમ વ્યવ્યસ્થિત કરી કરવામાં આવે છે. તેમાં ઘણા નિયમ લાગૂ થાય છે. દરેક પગલાં પર એક નિયમ અનુસાર આગળ વધતું રહેવાનું હોય છે. જો એક પણ નિયમની અવગણના થાય તો આખી ગણતરી ફરીથી કરવી પડે છે. નિયમોથી વિપરીત જઇને થનાર મતગણતરીને ચૂંટણી કમિશન અવૈધ ગણાવી શકે છે.

કોઇપણ ક્ષેત્રમાં વહિવટી અધિકારીઓની ડ્યૂટી મતગણતરી માટે લગાવવામાં આવે છે. એવામાં ચૂંટણી કમિશન દ્વારા વહિવટી અધિકારીઓને સોંપવામાં આવેલા મતગણરી સંબંધિત કામને કરતી વખતે કોઇપણ લાપરવાહી માટે તે સમયે નિયુક્ત અધિકારી જવાબદાર હોય છે.

આવો જાણીએ એવી કેટલીક વાતો જે મતદારો દ્વારા આપવામાં આવેલા વોટોની ગણતરીમાં શું ધ્યાન રાખવું પડે છે.

 નિયમાનુસાર ગણતરી કરતાં પહેલાં આ પ્રકારની તૈયારી

નિયમાનુસાર ગણતરી કરતાં પહેલાં આ પ્રકારની તૈયારી

નિયમ 55C: આ નિયમ અનુસાર મત ગણતરી કરતાં પહેલાં ઇલેક્ટ્રોનિક મશીનોની તપાસ કરવામાં આવે છે. મતગણતરી અધિકરી બધા વોટીંગ મશીનની તપાસ કરી એ નક્કી કરે છે જે મશીનમાં કોઇ ખરાબી તો નથી અને મશીન સાથે કોઇ છેડછાડ તો કરવામાં આવી છે કે નહી.

 હોલમાં ગણવામાં આવે છે વોટ

હોલમાં ગણવામાં આવે છે વોટ

હોલમાં ટેબલ લગાવવામાં આવે છે. જેના પર મશીન રાખીને મતગણતરી કરવામાં આવે છે. આ ટેબલ 14થી વધુ હોતા નથી. દરેક હોલમાં ખૂબ સ્પેસ હોય છે અને ચૌદ ટેબલ હોય છે. જ્યાં અધિકારીઓની ટુકડી મતોની ગણતરી કરે છે.

 મતગણરીની વાતો લીક ન કરી શકો

મતગણરીની વાતો લીક ન કરી શકો

મતગણતરી કરતાં પહેલાં મતો સંબંધિત કોઇપણ મહત્વપૂર્ણ વાતને બહાર લીક કરવાની સખત મનાઇ હોય છે. તેના માટે મતગણતરી અધિકારીઓને મતગણતરી અધિકરી સેક્શન 128માં નોંધાયેલ જોગવાઇને વાંચે છે. ત્યારબાદ મતગણતરી શરૂ થાય છે.

 આકરી સુરક્ષા

આકરી સુરક્ષા

મતગણતરી થયા બાદ વોટીંગ મશીનોને એક સુરક્ષિત સ્થળ પર બંધ રૂમમાં રાખવામાં આવે છે. જ્યાં સુરક્ષા ગાર્ડ ગોઠવેલા હોય છે. જે સતતા વોટીંગ મશીન અને મતોની રખેવાળી કરે છે. કોઇપણ વિપરીત પરિસ્થિતીમાં જવાન આકરી સુરક્ષા માટે પગલાં ભરે છે.

 મતોનું રેકોર્ડિંગ

મતોનું રેકોર્ડિંગ

જ્યારે મતોની ગણતરી માટે મતગણતરી એજન્ટ અને મતગણતરી અધિકારી હોલમાં વોટોની ગણતરી કરે છે તો તે સમયે હોલમાં એક એક ગતિવિધિનું વીડિયો રેકોર્ડિંગ થઇ રહ્યું હોય છે. નિયમાનુસાર અહીં કોઇપણ ચેનલ અથવા પત્રકારના દ્વારા રેકોર્ડિંગ પ્રતિબંધિત હોય છે. બસ ચૂંટણી કમિશન દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરાવવામાં આવે છે.

English summary
How does India count its millions of votes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X