For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેજવાબદાર હોય છે આવા અક્ષર ધરાવનાર લોકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર: કોઇપણ વ્યક્તિને તપાસવા માટે મોટાભાગે તેની વાતચીત, વ્યવહાર, અને ચાલ-ચલગતની પદ્ધતિઓને જોવામાં આવે છે. પરંતુ હવે આ બધાને બદલે વધુ એક પદ્ધતિ જેના આધારે પણ લોકોનું વ્યક્તિત્વ જાણી શકાય છે. અને તેને છે લખાણ.

લખાણના આધારે વ્યક્તિત્વને જાણવાની પદ્ધતિને ગ્રાફોલોજી કહેવામાં આવે છે, જેમાં લોકોના લખાણના કેટલાક તથ્યોને ઝિણવટપૂર્વક જોવામાં આવે છે. તો જાણીએ આ છે કે મુખ્ય આધાર જેને જોઇને જાણી શકાય છે લોકોના વ્યતિત્વને.

સુંદર લખાણના આધારે

સુંદર લખાણના આધારે

અક્ષરોને ગોઠવીને લખનાર માનસિક રીતે સંવેદનશીલ, રચનાત્મક અને ધૈર્યવાન તથા શાંત સ્વભાવના હોય છે. કોઇપણ કામને આ લોકો ખૂબ જ ઇમાનદારીપૂર્વક તથા લગનથી કરે છે. બીજી તરફ આડા-અવળું અને ખરાબ લખાણવાળા લોકો બેજવાબદાર હોય છે તથા કોઇપણ કામ કરવામાં ઉતાવળ કરે છે.

લખાણના આકારના આધારે

લખાણના આકારના આધારે

એકદમ નાના આકારના અક્ષરો લખનાર લોકો ખૂબ જ બારીકીપૂર્વક કામ કરનાર હોય છે. તે અંર્તમુખી સ્વભાવની સાથે-સાથે શર્મીલા હોય છે. સામાન્ય આકારના અક્ષરો લખનાર લોકો ધૈર્યવાન તથા વ્યવસ્થિત કામ કરનાર હોય છે. આ લોકો દરેક પ્રકારની પરિસ્થિતીઓમાં સંતુલન બનાવી શકે છે.

મોટા અક્ષરો

મોટા અક્ષરો

મોટા આકારના અક્ષરો લખનાર લોકો પ્રભાવશાળી વ્યક્તિત્વના ધની હોય છે તથા મોટું નામ અને નામના મેળવે છે. આ કારણથી મોટાભાગે મોટી સેલિબ્રિટીઝના લખાણમાં મોટા અક્ષરો હોય છે.

લખાણમાં વળાંકના આધારે

લખાણમાં વળાંકના આધારે

ડાબેથી જમણી તરફથી વળેલા લખાણવાળા લોકો ખુલ્લી વિચારધારાવાળા હોય છે. આ લોકો ગમે તેને પોતાના વિશે બધુ કહી દે છે. આ લોકો બહુમુખી પ્રતિભા ધરાવે છે તથા લોકોની સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે. જમણેથી ડાબે તરફ વળેલા લખાણવાળા લોકો પોતાનામાં જ ખુશ રહે છે તથા કોઇનેપણ પોતાના વિશે જણાવવાનું ઓછું પસંદ કરે છે.

અક્ષરો વચ્ચે જગ્યાના આધારે

અક્ષરો વચ્ચે જગ્યાના આધારે

લોકો લખતી વખતે અક્ષરો વચ્ચે કેટલી જગ્યા છોડે છે તેને જોઇને પણ વ્યક્તિત્વ વિશે જાણી શકાય. અક્ષરો વચે વધુ જગ્યા છોડનાર લોકો વ્યક્તિગત સ્વતંત્રતાના પક્ષમાં હોય છે. બીજી તરફ ઓછી જગ્યા છોડનાર લોકો નકલ કરવાની પ્રવૃતિ ધરાવે છે.

દબાણપૂર્વક લખનાર

દબાણપૂર્વક લખનાર

જે લોકો લખતી વખતે પેનને ઢીલા હાથે ચલાવે છે તથા ઝડપથી લખે છે તે બીજા લોકોથી જલદી પ્રભાવિત થનાર તથા સંવેદનશીલ પ્રવૃતિના હોય છે. પેન પર ભારપૂર્વક લખનાર લોકો કમિટમેન્ટમાં વિશ્વાસ ધરાવનાર તથા ગંભીર પ્રકારના હોય છે. તે દરેકવાતને ઉંડાણપૂર્વક લે છે.

English summary
Good deal of space- you need your freedom, to do things in your own time, don't like to be overwhelmed or crowed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X