ટિપ્સ: જન્માષ્ઠમી પર તમારા બાળકોને આ રીતે કરો તૈયાર
આજકાલના સોશ્યલ મીડિયાના જમાનામાં તહેવારો આવતા જ માતા-પિતા તેમના ક્યૂટ ક્યૂટ બાળકોની સરસ મજાના સજાવીને તેના ફોટો અપલોડ કરવા લાગે છે. અને પછી લાઇકના નંબર અચાનક જ વધવા લાગે છે. તો જો આ જન્માષ્ઠમીમાં તમે પણ તમારા બાળગોપલ કે બાળગોપીને સુંદર રીતે સજાવવા ઇચ્છો છો તો નીચેની કેટલીક સરળ ટિપ્સ તમને મદદરૂપ થઇ શકે છે.
બાળકોને તૈયાર કરવા દરેક મા-બાપને ગમે છે. અને તેમાં પણ નટખટ કાનુડો કે શરમાળ ગોપી તરીકે તમારા બાળકને સજાવાની મજા જ કંઇક ખાસ છે. જો કે તમારું બાળક નાનું હોય તો બની શકે તમારી ફેશન સેન્સ મુજબ તે તૈયાર થવા રેડી ના પણ થાય ત્યારે શું કરશો. વાંચો નીચેની જે તમને કેટલીક સરળ ટિપ્સ બતાવશે
0-3 બાળકો
ખૂબ નાના બાળકોને જો તમે કુષ્ણ બનવવા જઇ રહ્યા છો તો યાદ રાખો ઓછામાં ઓછા ધરેણા તેમને પહેરાવજો. કારણ કે આટલા બાળકોને આ બધી વસ્તુ લાગી શકે છે અને તેમને અણગમો પણ થઇ શકે છે. વધુમાં કૃષ્ણના મુગટ માટે પુઠ્ઠા અને ગોલ્ડન રંગના પેપરમાંથી ઘરે જ મુગટ બનાવી શકાય છે. અને મોરપીંછથી સજાવી શકાય છે. આવા મુગટ બાળકોને પહેરાવા પણ સરળ રહેશે. કાં તો પછી ગોલ્ડન તોઇ અને મોરપીંછનો પણ ઉપયોગ કરી શકાય છે.
રાધા બનવા માટે
શૂન્ય થી 3 વર્ષની બાળકીઓને રાધા બનવવા માટે ફોરા ધરેણાં કે મોતીની માળાઓ પસંદ કરવી વધુ હિતાવહ છે. મોતી લાગતા નથી અને તેનાથી બાળકોને કોઇ સ્ક્રીન એલર્જી પણ નથી થતી. જો કે તમે એક નાનકડો ચાંદલો લગાવી તેના આખા લૂકને એક યુનિક ટચ આપી શકો છો. આટલા નાના બાળકો થોડાક મોટા ચાંદલામાં સુપર ક્યૂટ લાગે છે.
હટકે સ્ટાઇલિંગ
5 વર્ષથી મોટા બાળકોને જન્માષ્ઠમી પર થોડાક હટકે તૈયાર કરવા હોય તો તેમને બલરામ પણ તમે બનાવી શકો છો. વળી ગોપી માટે ફૂલોની વેલનો ઉપયોગ કરી તમે થોડોક હટકે લૂક તમારી બાળરાધાને આપી શકો છો.
નાના બાળકો
નાના બાળકોને તૈયાર કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બાળકોના કપડાં અને ધરેણાં તેમની રુચિ પ્રમાણેના હોય કારણ કે જો આ કપડાં કે ધરેણાંથી તમારા બાળકને ચળ આવી કે લાગ્યા તો તમારું બાળક રડી રડી તમારો તહેવાર જરૂરથી બગાડશે. એટલે સ્ટાઇલ અને ફેશન કરજો પણ તમારા બાળકની ખુશી જોઇને!