• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં કેટલા લોકો સાથે બનાવી શકે છે ઈંટિમેટ રિલેશન, સર્વમાં જારી થયા આંકડા

By Desk
|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના બેડરૂમ વિશે વાત કરવી સારુ નથી માનવામાં આવતુ. કોઈ વ્યક્તિના સેક્સ્યુઅલ રિલેશનનો ટૉપિક બહુ અંગત હોય છે અને કોઈને એ સવાલ કરો કે તમે કેટલા લોકો સાથે ફિઝિકલ રિલેસન બનાવી ચૂક્યા છો તો એ તેને ખૂબ જ વાહિયાત સવાલ લાગશે. પરંતુ અમુક લોકોને આ ટૉપિક પર વાત કરવાનુ ઘણુ સારુ લાગે છે. ચર્ચાથી જાણવા મળ્યુ છે કે એવા લોકોની સંખ્યા ઘણી વધુ છે જેમણે પોતાના જીવનમાં એકથી વધુ લોકો સાથે યૌન સંબંધ બનાવ્યા છે. યુકેમાં થયેલા એક નવા સર્વેક્ષણ વિશે જાણીએ જેમાં શોધવામાં આવ્યુ કે એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં સરેરાશ કેટલા લોકો સાથે સેક્સ્યુઅલ રિલેશન બનાવે છે.

કોણે કરાવ્યો સર્વે

કોણે કરાવ્યો સર્વે

આ સર્વે એક હેલ્થકેર કંપની યુરોક્લિનિક્સ દ્વારા કરાવવામાં આવ્યો. આનો હેતુ લોકોને સેક્સ્યુઅલ લાઈફ વિશે વધુ માહિતી આપવાનો હતો. આ સર્વેમાં યુકેના બે હજાર લોકોએ ભાગ લીધો.

શું આવ્યા પરિણામ

શું આવ્યા પરિણામ

આ સર્વેમાં ઘણા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. લોકોએ પોતાના જીવનકાળમાં અલગ અલગ લોકો સાથે બનાવેલા શારીરિક સંબંધો વિશે માહિતી આપી. આ સર્વેની મદદથી જાણવા મળ્યુ કે 25 ટકા લોકો એવા છે જેમણે પોતાના જીવનકાળમાં બેથી ચાર લોકો સાથે યૌન સંબંધ બનાવ્યા છે. વળી, 14 ટકા લોકો એવા પણ હતા જેમણે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન રાખ્યા.

જુઓ સર્વેના પરિણામોનુ લિસ્ટ

જુઓ સર્વેના પરિણામોનુ લિસ્ટ

સવાલઃ તમારા જીવનમાં કેટલા યૌન સાથી છે?
0 - 3%
1 - 14%
2 થી 4 - 25%
5 થી 9 - 22%
10 થી 15 - 13%
16 થી 20 - 7%
21 થી 30 - 4%
31 થી 40 - 2%
41 થી 50 - 1%
51 થી 70 - 1%

English summary
How many sexual partners can be average in a person’s life, survey revealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X