For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ચાલ્યાં મોદીની ચાલ, બન્યા પોતાની પાર્ટીમાં બાગી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: ગઇકાલે શુક્રવારનો દિવસ ભારતીય રાજકારણના રૂપમાં બિલકુલ અલગ રહ્યો. એક તરફ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના 'રાઇટ ટૂ રિજેક્ટ'ના ચૂકાદાનું સમર્થન કર્યું અને બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા વટહુકમ (દાગીઓને બચાવવાનું બિલ)નો વિરોધ કર્યો કે અને કહ્યું કે વટહુકમની કોપી ફાડીને ફેંકી દેવી જોઇએ. આ દ્વારા રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો કે યૂપીએના બીજા કાર્યકાળ દરમિયાન ફરીથી ભૂલોનું પુનરાવર્તન ન કરવામાં આવે અને પાર્ટી પોતાની છબિને આમ જનતા વચ્ચે સ્વચ્છ બનાવી શકે. આ પહેલો અવસર છે કે જ્યારે બે વિરોધી પાર્ટીઓના નેતાઓમાં એક સમાનતા જોવા મળી હોય.

rahul-modi-10.jpg

અડવાણી અને મનમોહનની એક દશા

આ પહેલાં પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે ભાજપના નેતાઓએ પોતાના સૌથી ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણીને નજર અંદાજ કર્યા હતા, તો બીજી તરફ રાહુલ ગાંધીના વટહુકમ સંબંધીના નિવેદન બાદ મનમોહન સિંહે પણ આ મુદ્દે એકલા પડી ગયા હતા, મુદ્દાને ટાળવાના અંદાજમાં તેમને કહ્યું હતું કે તે પોતાની અમેરિકા યાત્રા બાદ આ મુદ્દે વાત કરશે.

આ પહેલો અવસર છે જ્યારે રાહુલ ગાંધીએ યુપીએના કોઇ નિર્ણય પર અસહમતિ દર્શાવી છે. જો કે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં રાજ્યસભામાં ભાજપાના વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા એ સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટી તો ખોટું કરી શકે છે પરંતુ તેમનો પરિવાર ક્યારેય ખોટું ન કરી શકે, તે ફક્ત સુધારે છે. બંને પાર્ટીઓના આવા માહોલ બાદ કહી શકાય કે આગામી સમયમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો સામનો આગામી લોકસભાની ચૂંટણીમાં થશે.

English summary
On one hand, Narendra Modi welcomed the Supreme Court's verdict on the voters' right to reject candidates of their disliking. On the other hand, Rahul lashed out at UPA government over the controversial ordinance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X