• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમારે ધનવાન બનવું છે? તો આટલી વાતોનું રાખવું પડશે ધ્યાન

By Kumar Dushyant
|

દિવાળી નજીક આવી રહી છે અને તમે વિચારી રહ્યાં છો કે આ વર્ષે લક્ષ્મી દેવી તમારા ઉપર કૃપા વરસાવે. આખુ વર્ષ ધન કમાવવાની તક મળે છે. આખુ વર્ષ તમારી આવી ઇચ્છા હોય છે. એમાં કોઇ નવી વાત નથી. ઘણીવાર આપણે ખોટી જગ્યાએ રોકાણ કરી દઇએ છે અને પસ્તાવવાનો વારો આવે છે.

આપણે જાણતા નથી હોતા કે આપણે આપણી અનુસાર કયા વેપાર ધંધામાં જંપલાવવું જોઇએ અથવા તો કયા પ્રકારના ધંધામાં રોકાણ કરવું જોઇએ. આ અમે તમને તમારી રાશિ અનુસાર કયા પ્રકારના ધંધામાં જંપલાવવું જોઇએ અથવા કઇ જગ્યાએ રોકાણ કરવું જોઇએ તે અંગે માહિતગાર કરીશું.

રાશિ અનુસાર કઇ જગ્યાએ રોકાણ કરવું જોઇએ તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

મેષ

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળને પૃથ્વીનો પુત્ર માનવામાં આવે છે. તેનો લોહી વર્ણ છે. જમીન, મકાન, ખેતી તથા તેના સાથે જોડાયેલા ઉપકરણો, દવાઓના ઉપકરણો, વાહન વેચાણ, ખનીજ, કોલસામાં રોકાણ કરનાર લોકોને મંગળ ખૂબ લાભ આપે છે. આ રાશિના લોકો કોઇપણ પ્રકારના જોખમ, કેમિકલ, ચામડા, લોખંડ સંબંધિત કાર્યમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. જન્માક્ષરમાં મંગળ-ચંદ્રની યુતિ હોય તો વ્યક્તિ અતિ ધનવાન બને છે. પહેલાંના નાણાં અટવાયેલા હોય તો દર મંગળવરે હનુમાનજીને સરસિયાના તેલનો દિવો કરો.

વૃષભ

વૃષભ

આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર ચંચલ ગ્રહ છે તથા ચંદ્રમા રશિમાં ઉચ્ચ હોય છે. આ લોકોએ અનાજ, કપડાં, ચાંદી, ખાંડ, ચોખા, સૌદર્ય સામગ્રી, અત્તર, દૂધ તથા દૂધથી બનેલાઅ પદાર્થ, પ્લાસ્ટિક, ખાદ્ય તેલ, ઑટો પાર્ટ્સ, વાહનને લગતી સામગ્રી, કપડાં સંબંધિત શેર તથા રત્નોમાં રોકાણ કરવાથી ફાયદો પ્રાપ્ત થશે. જમીન, ખનીજ, કોલસા, રત્ન, સોના, ચાંદી, સ્ટીલ, કોલસો, શિક્ષણ સંસ્થા, ચામડું, લાકડાં, વાહન, આધુનિક યંત્ર, ઔષધિઓ, વિદેશી દવાઓ વગેરેમાં રોકાણ કરતાં બચવું જોઇએ. પહેલાં કરેલું રોકાણ અટલાયેલું હોય તો પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણના દિવસે ધીનો દિવો કરવો.

મિથુન

મિથુન

આ રાશિનો સ્વામી બુધ છે. બુધ ચંદ્રને પોતાને શત્રુ માને છે. બુધ વ્યાપારીઓ માટે લાભ આપનાર ગ્રહ છે. આ રાશિના જાતકોએ સોનામાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આ ઉપરાંત કાગળ, લાકડાં, પિત્તળ, ઘઉં, દાળ, કપડાં, સ્ટીલ, પ્લાસ્ટિક, તેલ, સૌદર્ય સામગ્રી, સિમેન્ટ, ખનીજ પદાર્થ, પશુ, પૂજન સામગ્રી, વાદ્યયંત્ર વગેરેનો વેપાર અથવા આ વસ્તુઓ સંબંધિત રોકાણ કરવાથી ફાયદો થશે. ચાંદી, ખાંડ, ચોખા, સુકામેવા, કાંસા, લોખંડ, ઇલેક્ટ્રોનિક્સ, જમીન, સિમેન્ટ, અત્તર, કેબલ તાર, વાહન, દવાઓ, પાણી સંબંધિત પદાર્થમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. નાણાં અટવાયેલા હોય તો સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઇએ.

કર્ક

કર્ક

કર્ક રાશિનો સ્વામી સ્વયં ચંદ્રમા છે. આ રાશિના લોકો વ્યવસાયની સાથે નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે. આ રાશિના લોકોએ ચાંદી, ચોખા, ખાંડ તથા કપડાં ઉત્પાદન કરનાર કંપનીઓના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડાં, કેબલ, તાર, ફિલ્મો, ખાદ્ય સામગ્રીઓ, આધુનિક ઉપકરણ, બાળકોના રમકડાં

સિંહ

સિંહ

આ રાશિનો સ્વામી સૂર્ય ચંદ્રમાનો મિત્ર છે. આ રાશિના લોકો પોતાના કાર્ય અથવા વેપારમાં સફળતા પ્રાપ્ત કરે છે. સામાન્યત આ લોકોને નોકરી કરવી પસંદ હોતી નથી. તેમને સોના, ઘઉં, કપડાં, ઔષધિઓ, રત્નો, સૌદર્ય સામગ્રી, અત્તર, શેર તથા જમીન મિલકતમાં રોકાણ કરવાથી લાભ થાય છે. આ લોકોને ટેક્નિકલ ઉપકરણો, વાહન, સૌદર્ય સામગ્રી, ફિલ્મ્સ, પ્લાસ્ટિક, કેબલ વાયર, ઇલેક્ટ્રોનિક્સ, કાગળ, ખાદ્ય પદાર્થ, લાકડાં તથા તે સંબંધિત ઉપરકરણો, સેનામાં સપ્લાઇ કરવામાં પણ લાભ પ્રાપ્ત થાય છે. આ રાશિના જાતકોને કોઇપણ પ્રકારના રોકાણથી ફાયદો-નુકસાન બરાબર થાય છે. અર્થાત નુકસાન આ લોકો સદાય બચતા રહે છે. નાણા અટવાયેલા હોય તો હનુમાનજીને ચમેલીના તેલનો દિવો કરો.

કન્યા

કન્યા

આ રાશિનો સ્વામી બુધ છે. ચંદ્રમા સાથે શત્રુતા ધરાવે છે. આ રાશિના લોકોએ શિક્ષણ સંસ્થા, સોના, ઔષધિઓ, કેમિકલ, ફર્ટિલાઇઝર્સ, ચામડાંથી બનેલી સામગ્રી, ખેતી, ખેતીના ઉપકરણોના કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે. જમીન, ચાંદી, સિમેન્ટ, ટ્રાન્સપોર્ટ, મશીનોનો સામાન, પશુ તથા પાણી સંબંધિત કાર્યોમાં રોકાણથી બચવું જોઇએ. વર્તમાન સમયમાં શનિ ચરણમાં હોવાથી શેર તથા વાયદા બજારમાં સારી સલાહ પછી જ રોકાણ કરો. પહેલાંના નાણાં અટવાયેલા હોય તો ગણેશજીને લાડવાનો ભોગ ધરો.

તુલા

તુલા

આ રાશિન સ્વામી શુક્ર હોય છે. શનિ આ રાશિમાં ઉચ્ચ હોય છે. આ રાશિના લોકો લોખંડ, સીમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમિકલ, ચામડાં, ફર્ટિલાઇઝર્સ, કપડાં, વાયર, સ્ટીલ, કોલસા, રત્નો, પ્લાસ્ટિક, આધુનિક યંત્રો (કોમ્યુટર, કેમેરા, ટેલિવિઝન વગેરે બનાવનાર કંપની) તેલમાં રોકાણ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થશે. જમીન, મકાન, ખેતી, ખેતી સંબંધિત ઉપકરણો, વસ્ત્રોમાં રોકાણ કરતાં બચવું જોઇએ. પહેલાંના નાણાં અટવાયેલા હોય તો સૂર્યને દૂધ અર્પણ કરો.

વૃશ્વિક

વૃશ્વિક

આ રાશિનો સ્વામી મંગળ છે. ચંદ્રમા આ રાશિમાં નીચનું કામ કરે છે. મેષ રાશિની જેમ આ રાશિના જાતકો જમીન, મકાન, દુકાન, ખેતી, સીમેન્ટ, રત્નો, ખનીજ, ખેતી તથા મેડિકલના ઉપકરણો, પૂજન સામગ્રી, કાગળ, કપડાંમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તમારી કુંડળીમાં જો ચંદ્રમા પર શનિની નજર હોય તો તેલ, કેમિકલ તથા તરલ પદાર્થોમાં રોકાણ કરતાં બચો. નાણાં અટવાયેલા હોય તો મંગળવારના દિવસે કોઇપણ ચોકડી પર તેલ રેડો.

ધન

ધન

આ રાશિનો સ્વામી ગુરૂ ગ્રહ છે. ગુરૂ વેપારીને લાભ આપનાર ગ્રહ છે. ખાસકરીને સોના તથા અનાજનો વેપાર કરનારાઓ માટે. આ રાશિના લોકોને રોકાણ માટે પણ આ વસ્તું પર ધ્યાન આપવું જોઇએ. આભૂષણો, રત્નો, સોના, અનાજ, કપાસ, ચાંદી, ખાંડ, ચોખા, ઔષધિઓ, સૌદર્ય સામગ્રી, દૂધમાંથી બનનારા પદાર્થ, પશુઓનો વેપાર કરનારા તથા તેમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનીજ, કોલસા, ખાદ્ય તેલ, કરિયાણાના વેપારી, કેબલ વાયર, કાચ, લાકડા, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડનો વેપાર અથવા તેમાં રોકાણ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. નાણાં અટવાયેલા હોય તો સસસિયાના તેલનું દાન કરો.

કન્યા

કન્યા

આ રાશિનો સ્વામી બુધ છે. જે ચંદ્રમા સાથે દુશ્મની ધરાવે છે. આ લોકોએ શિક્ષણ સંસ્થાઓ, સોનું, ઔષધિઓ, કેમિકલ, ફર્ટીલાઇઝર્સ, ચામડામાંથી બનેલી સામગ્રી, ખેતી, ખેતીના ઉપકરણોને લગતું કામ કરવાથી સફળતા પ્રાપ્ત થશે. આ વસ્તુઓમાં રોકાણ પણ ફાયદાકારક હોય છે. જમીન, ચાંદી, સીમેન્ટ, ટ્રાંન્સપોર્ટ, મશીનનો સામાન, પશુ તથા પાણી સાથે જોડાયેલા કાર્યોમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. જો નાણાં અટવાયેલા હોય તો ગણેશજીને લાડુનો ભોગ ધરો.

કુંભ

કુંભ

આ રાશિનો સ્વામી પણ શનિ છે તથા મકરની જેમ આના વિશે સમજવું જોઇએ. આ રાશિના લોકોને લોખંડ, સ્ટીલ, કેબલ, તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, મેડિકલના ઉપકરણ, કપડાં, અત્તર, સ્ટીલ, સૌદર્ય સામગ્રી, ગ્લેમર વર્લ્ડ, ફિલ્મ્સ, નાટકો વગેરેમાં લાભ થશે. જમીન, મકાન, સોના-ચાંદી, રત્ન, પીત્તલ, કપડાં, શેરમાં રોકાણ કરતાં બચવું જોઇએ. નાણાં અટવાયેલા હોય તો આદુનું દાન કરો

મીન

મીન

આ રાશિનો સ્વામી ગુરૂ છે. ગુરૂ ચંદ્રનો મિત્ર છે. કોઇપણ પ્રકારના રોકાણથી તેમને બચવું જોઇએ. ખાસ કરીને શેર તથા વાયદા બજાર. આ રાશિના જાતકોએ આભૂષણો, રત્નો સોના, ચાંદી, અનાજ, કપડા, ખાંડ, ચોખા, ઔષધિઓ, સૌદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વેપાર અન્ય વસ્તુઓમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનીજ, કોલસા, ખાદ્ય તેલ, કરિયાણાનો વેપાર, કેબલ વાયર, કાચ, લાકડાં, જમીન, મકાન, સિમેન્ટ, લોખંડના વેપાર તથા તેમાં રોકાણ કરવાથી નુકશાન થવની સંભાવના છે. નાણાં અટવાયેલા હોય તો દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

English summary
Wealth is the most essential priority in human life and without money survival is quite impossible in all ways. Every one is in search of how get rich .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X