મલ્ટીપલ પાર્ટનર સાથે સેક્સ કરવાથી આ રોગ થાય છે
જો તમારા શરીરા અમુક ખાસ હિસ્સાના પર અચાનક મસા દેખાવા લાગે તો તેને વણદેક્યું ન કરતા. આ HPV એટલે કે હ્યુમન પેપિલેમા વાઈરલનું લક્ષણ હોઈ શકે છે. HPV ખૂબ જ ખતરનાક વાઈરસ છે. HPV એક એવો વાઈરલ છે, જે શારીરીક સંબંધો દરમિાયન એક વ્યક્તિની ત્વચા પરથી બીજી વ્યક્તિની ત્વચા પર ફેલાઈ શકે છે. ખાસ કરીને જનનાંગોના સંપર્કથી ત્વચામાં ફેલાઈ શકે છે. આ વાઈરસ ખૂબ ઝડપથી ફેલાય છે અને વાઈરસના શરીરમાં પહોંચ્યા બાદ કોઈ ખાસ લક્ષણ નથી દેખાતા.
શારીરિક સંબંધને લઈ આ વિચિત્ર ડરથી ઘેરાયેલી રહે છે મહિલાઓ

ખતરનાક છે આંકડા
આ વાઈરસથી પીડિત વ્યક્તિને પ્રારંભિક સ્તર પર બીમારીનો ખ્યાલ નથી આવતો. સેક્સ્યુઅલી એક્ટિવ લોકોમાંથી ઓછામાં ઓછા 80 ટકા લોકોને આ વાઈરસના સંક્રમણનો સામનો કરવો પડે છે. એટલે HPVથી કેવી રીતે બચી શકાય, તેની માહિતી હોવી જરૂરી છે. હ્યુમન પેપિલોમા વાઈરસ સેક્સ અને ઓરલ સેક્સ દ્વારા એકબીજામાં ફેલાય છે.

કેમ ખતરનાક છે આ વાઈરસ
HPVથી છ પ્રકારના કેન્સર થઈ શકે છે. HPVના કારણે ગર્ભાશયના કેન્સરની 99 ટકા શક્યતા છે. તો ગુદા કેન્સરની 84 ટકા અને લિંગ કેન્સર માટે 47 ટકા શક્યતા છે. આ ઉપરાંત આ સંક્રમણથી યોનિ મુખ, યોનિ ગળા અને મોઢાનું કેન્સર પણ થઈ શકે છે.

HPVના લક્ષણ
કેટલાક મામલામાં મસ્સા બનતા પહેલા શરીરની રોગપ્રતિકારક શક્તિ આ સંક્રણણને અટકાવી દે છે. આવા કિસ્સામાં જનનાંગ મસ્સા, સામાન્ય મસ્સા, તાળવામાં મસ્સા અને સપાટ મસ્સા થઈ શકે છે. જો તમને પોતાનામાં કે પોતાના બાળકમાં આ પ્રકારના મસા દેખાય છે કે જેનાથી દર્દ કે બેચેની થતી હોય તો ડોક્ટર સાથે મુલાકાત કરો.

આવી રીતે HPVથી બચો
મલ્ટીપલ પાર્ટનર્સ ન રાખો: આ ખતરનાક વાઈરસ સંક્રમણથી બચવા માટે કોઈ કારગર ઈલાજ હજી સુધી સામે નથી આવ્યો. એટલે આ વાઈરસ ફેલાવાની ખબર પડ્યા બાદ તેને ઠીક કરી શકાય છે. HPVથી બચવા માટે એકથી વધુ લોકો સાથે સેક્સ સંબંધ ન રાખો. આમ કરવાથી સંક્રમણનો ખતરો ઘટાડી શકાય છે.

મહિલાઓએ કરાવવો જોઈએ પેપ ટેસ્ટ
એચપીવી સંક્રણ સતત રહેવાથી મહિલાઓને ગર્ભાશયના કેન્સરનો ખતરો વધી જાય છે. જો ગર્ભાશયમાં અસમાન્ય કોશિકાઓ દેખાય અને તમને જાણ થાય કે તરત જ તમારે પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે મહિલાઓએ સમયાંતરે આ ટેસ્ટ કરાવવો જોઈએ. એક રિપોર્ટ પ્રમાણે ગર્ભાશયના કેન્સર માટે મોટા ભાગે HPV જવાબદાર હોય છે.

મસ્સાને ન અડો
સામાન્ય મસ્સા આપનાર HPVનું સંક્રણ રોકવું અઘરું છે .જો તમને સામાન્ય મસ્સા થયા છે તો તેને અડવાથી અથવા ઉખેડવાથી બચો. આમ કરવાથી સંક્રણ ફેલાવાથી અને નવા મસ્સા થવાથી બચી શકાય છે.