લૉકડાઉનનો ઉઠાવો લાભ, પોતાની સેક્સ લાઈફ અપગ્રેડ કરવા કરો આ કામ
દેશ અને દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે લૉકડાઉન અને કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે. ભારતમાં પણ ત્રણ અઠવાડિયા માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યુ છે. અત્યારે લોકોને ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. આ સ્થિતિમાં તમારે ગભરાવાને બદલે સરકારના દિશા-નિર્દેશોનુ પાલન કરો અને તંદુરસ્ત રહો.

સેક્સ લાઈફ અપગ્રેડ કરો
આ દરમિયાન લોકોને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનો ભરપૂર મોકો મળી રહ્યો છે. જો આ પહેલા તમે પોતાની બિઝી લાઈફસ્ટાઈલના કારણે પોતાના પાર્ટનર સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરવાનો મોકો નહોતો મળતો તો તમે લૉકડાઉનના કારણે મળી રહેલા સમયનો ઉપયોગ કરો. આખો દિવસ કામ કરવાથી શારીરિક અને માનસિક રીતે થાકના કારણે બેડ પર તમે સારુ નહોતા કરી શકતા કે પછી શારીરિક સંબંધ બનાવવાનુ મન નહોતુ થથુ તો હવે તમે આ તરફ થોડુ ધ્યાન આપી શકો છો. તમે કોરોના વાયરસના કારણે મળી રહેલા સમયનો લાભ ઉઠાવો અને પોતાની સેક્સ લાઈફ અપગ્રેડ કરવાનુ કામ કરો.

પાર્ટનર સાથે કરો વાત
સાથે ઈન્ટિમેટ પળો પસાર કરતી વખતે તમારે એકબીજા સાથે ખુલીને વાત કરવા પર ધ્યાન આપવુ જોઈએ. આ તમારા સંબંધ માટે ખૂબ જ જરૂરી છે. વાતચીતની શરૂઆત થોડી મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સેક્સ માટે સંતુષ્ટ ન હોય. તમારી બંને વચ્ચેનો સંબંધ ભલે ગમે તેટલો મજબૂત કેમ ન હોય અને તમે એકબીજાની પસંજદ અને નાપસંદ વિશે બધુ જાણતા હોય તો પણ તે તારા દિમાગમાં ચાલી રહેલી વાતો નથી વાંચી શકતા. પોતાના સાથી સાથે વાતચીત કરીને તમારી યૌન સંતુષ્ટિ વધશે અને તમારી અંતરંગતામાં વધારો થશે. તમે તમારી સેક્સ લાઈફમાં કોઈ ફેરફાર વિશે વિચારી રહ્યા હોય તો આના માટે વાત કરવી જરૂરી છે. તે તમારી જરૂરિયાતોનુ સમ્માન કરશે.

બેડ પર કયા કામ નથી કરવાના એ જણાવો
બની શકે કે તમે કંઈક નવુ કરવાની કોશિશ કરો પરંતુ તેનુ પરિણામો તમારા પાર્ટનરના મન મુજબ ન હોય. આનો દોષ ખુદ પર ન નાકો. એ તમારા બંનેની ફરજ છે કે એકબીજાને જણાવો કે તમને કઈ વસ્તુઓ ગમે છે અને કઈ નથી ગમતી. તમે બંને ઈમાનદાર રહેશો તો સંબંધને વધુ સારો બનાવવામાં મદદ મળશે.

પ્રશંસા કરો
તમે સંબંધમાં સકારાત્મકતા જાણવી રાખવાની કોશિશ કરો. તમે તેને જણાવો કે તેના કયા મૂવથી તમને આનંદ આવે છે, તેની આંગળીઓનો સ્પર્શ કેવી રીતે તમને ટર્ન ઑન કરી દે છે. તેને જણાવો કે તેના કયા કામથી તમારો મૂડ બની જાય છે. તમે આમાં પોતાનુ સૂચન પણ કરી શકો છો કે નેક્સ્ટ ટાઈમ આમાં શું ફેરફાર કરી શકાય છે.

પોતાના પાર્ટનર પર ધ્યાન આપો
તમારે તમારા પાર્ટનરને ઑબ્ઝર્વ કરવા જોઈએ. તમે પાર્ટનરને જેટલો વધુ સારો અનુભવ કરાવશો તેની પ્રતિક્રિયામાં ફેરફાર આવતો રહેશે. તમારે એની પ્રતિક્રિયાઓ પર ધ્યાન આપવુ જોઈએ. પરંતુ જો તે અસહજ અનુભવે તો ત્યાં જ અટકી જાવ. તમારા આખા સેશન દરમિયાન એ વાતનુ ધ્યાન રાખો કે તમારી દરેક ક્રિયામાં તેને મઝા આવે.

પૉર્ન વીડિયોનુ ના માનો સાચુ
પૉર્ન મૂવીમાં બતાવેલા દ્રશ્યોને સાચા ન માનો. એ વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે. કેમેરા પર સારુ બતાવવા માટે તેના દરેક શૉટ અને સેટઅપ તૈયાર કરવામાં આવે છે. તમે કોઈ અપેક્ષા વિના પાર્ટનર સાથે સંબંધ બનાવો. સેક્સ દરમિયાન વસ્તુઓને સ્વાભાવિક રહેવા દો.

સમય લો
તમે બંને જ્યારે ઈન્ટીમેટ થવાનો નક્કી કરો ત્યારે આના માટે પૂરો સમય લો. પોતાના પાર્ટનરે ઉત્તેજીત કરવા પર ધ્યાન આપો. જાણો કે તેના કયા અંગો સ્પર્શવાથી તેને રોમાંચ અનુભવાય છે. આ કામમાં પૂરો સમય લો. આની ધીમે ધીમે શરૂઆત કરો અને સાથીના આખા શરીર તરફ આગળ વધો. આ દરમિયાન તમે કોઈ રમત પણ રમી શકો છે. તેને કિસ કરતા રહો. તેને ખૂબ જ સુખદ અહેસાસ થશે.

તમારા પાર્ટનરને અનુમાન લગાવવા દો
જો તમને ખબર હોય કે શું કરવાથી તમારો પાર્ટનર તરત જ કામોત્તેજિત થઈ જશે તો તમે તરત જ આવુ કરવાનુ ટાળો. શારીરિક સંબંધ બનાવવા માટે એક જ બીબાઢાળ પદ્ધતિનુ પાલન ન કરો. તમે જગ્યામાં ફેરફાર કરો, પોઝિશનમાં ફેરફાર કરીને પણ કંઈક નવુ કરી શકો છો.

પ્રેકટીસ છે જરૂરી
સેક્સનો સારો અનુભવ લેવા માટે પણ અભ્યાસની જરૂર છે. દરેક સારી વસ્તુમાં સમય લાગે છે. જો તમે શારીરિક સંબંધ બનાવવામાં નવા હોય તો ગભરાશો નહિ અને ઉતાવળ ન કરશો. થોડી પ્રેકટીસ બાદ સ્થિતિ ઠીક થઈ જશે. તમારે ખરાબ અનુભવોથી નિરાશ ન થવુ જોઈએ.
આ પણ વાંચોઃ આભા પૉલના હૉટ ટૉપલેસ ફોટા જોઈને તમે તેના પરથી નજર નહિ હટાવી શકો