For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંડળીમાં ઘનનો યોગ ન હોવાછતાં કેવી રીતે બનશો ધનવાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 ઓક્ટોબર: શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવે છે અને ધરતી પર મનોહર દ્રશ્યનો આનંદ ઉઠાવે છે. જે ભક્ત રાત્રે જાગરણ કરી નામ, જાપ અને સ્મરણની મસ્તીમાં ઝૂમે છે તેના પ્રત્યે લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે એટલા માટે શરદ પૂર્ણિમાની રાતને કોજાગરા પણ કહેવામાં આવે છે.

જ્યોતિષિય નિયમો અનુસાર આ દિવસે ચંદ્ર સોળ કલાએ ખીલી ઉઠે છે. આ દિવસે ચંદ્રના પ્રકાશથી અમૃત વર્ષા થવાની માન્યતા પ્રસિદ્ધ છે. જે શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ કરી લક્ષ્મીજીની ઉપાસના કરે છે તેમની કુંડળીમાં ઘનનો યોગ ન હોવાછતાં લક્ષ્મીજી તેને ધનવાન બનાવી દે છે. આ દિવસે ઐરાવત પર બિરાજમાન ઇન્દ્રદેવ તથા મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. જેથી અવશ્ય લક્ષ્મી અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

માનવામાં આવે છે કે લક્ષ્મીજીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો એટલામ આટે દેશના મોટાભાગના ભાગોમાં શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજન કરવાની પ્રથા છે. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ કૃષ્ણના રૂપમાં અને માતા લક્ષ્મીજી રાધાજીના રૂપમાં અવતર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની અદભૂત રાસલીલાનો આરંભ પણ શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો.

વધુ વિગત વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

આખા લવિંગ અર્પણ કરો

આખા લવિંગ અર્પણ કરો

ધન પ્રાપ્તિ માટે દરરોજ લક્ષ્મીજીની પૂજા કરો અને તેમને આખા લવિંગ અર્પણ કરો. આનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

વિધિ-વિધાનથી પૂજા કરો

વિધિ-વિધાનથી પૂજા કરો

એક નારિયેળની વિધિ-વિધાનથી પૂજા કરો અને તેને ચકલીલા લાલ કપડાંમાં વિંટીને ત્યાં મૂકી છે, જ્યાં તમે પૈસા અથવા જ્વેલરી વગેરે રાખો છે. દર શુક્રવારે આ નારિયેળની પૂજા કરીને તેને તે સ્થાને રાખી દો.

શ્રીયંત્ર સ્થાપિત કરો

શ્રીયંત્ર સ્થાપિત કરો

પૂજાના સ્થળ પર શ્રીયંત્ર સ્થાપિત કરો. શ્રીયંત્રની દરરોજ પૂજા કરો. આ સાક્ષાતમાં લક્ષ્મીનું સ્વરૂપ છે.

સફેદ મિઠાઇનો ભોગ ચઢાવો

સફેદ મિઠાઇનો ભોગ ચઢાવો

દર શુક્રવારે કોઇ લક્ષ્મી મંદિરમાં જઇને દર્શન કરો અને ત્યાં સફેદ મિઠાઇનો ભોગ ચઢાવો. આ મિઠાઇને ત્યાં વહેંચી દો.

ઘરમાં તુલસીનો છોડ લગાવો

ઘરમાં તુલસીનો છોડ લગાવો

ઘરમાં તુલસીનો છોડ લગાવો તથા સવાર-સાંજ ઘીનો દિવો કરો. આમ કરવાથી ઘનલાભ થઇ શકે છે.

ઘનનું આગમનનું આગમન થશે

ઘનનું આગમનનું આગમન થશે

11 કોડીઓને શુદ્ધ કેસમાં રંગીને પીળા કપડાં બાંધીને ધન સ્થાન પર રાખવાથી ઘનનું આગમન થાય છે.

ઘરમાંથી નેગેટિવ એનર્જી સમાપ્ત થઇ જશે

ઘરમાંથી નેગેટિવ એનર્જી સમાપ્ત થઇ જશે

એકાદશીના દિવસે સવારે સવારે ગાયનું થોડું કાચું દૂધ લો અને તેમાં થોડું ગંગાજળ ભેળવી દો. હવે તેનો છંટકાવ આખા ઘરમાં કરો. આનાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી સમાપ્ત થઇ જશે તથા માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે.

English summary
How will become rich after not happen Dhana Yog in Kundli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X