• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાતે સમુદ્રના પાણીથી વધુ સૂરજ પર છે વિશાળકાય સોનાનો ભંડાર, જાણો અદ્ભૂત શોધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોનાનુ મહત્વ સૌ કોઈ જાણે છે અને વિશ્વની અર્થવ્યવસ્થાથી લઈને ભારતીય પરંપરા સુધી... દરેક જગ્યાએ સોનાનુ કેટલુ મોટુ સ્થાન છે, તેનાથી આપણે સૌ વાકેફ છીએ. પૃથ્વી પર હાજર સૌથી કિંમતી ધાતુઓમાંથી એક સોનુ છે પરંતુ વૈજ્ઞાનિકોએ એક શોધ કરી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. વૈજ્ઞાનિકોની શોધમાં જાણવા મળ્યુ છે કે આપણી પૃથ્વી પર જીવન આપનાર સૂરજ પાસે સાતે સમુદ્રથી વધુ સોનુ છે. સદીઓ પહેલા વૈજ્ઞાનિકોએ સોનાના આ ભંડારની શોધ કેવી રીતે કરી અને તેની પાછળ શું કહાનીઓ છે, આવો જાણીએ.

આગથી થઈ હતી શોધની શરૂઆત

આગથી થઈ હતી શોધની શરૂઆત

એસ્ટ્રોનૉમી મેગેઝીને 1859માં એક રિપોર્ટ છાપ્યો હતો જેમાં પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી રૉબર્ટ બેન્સન અને ગુસ્તાવ કિરશૉફે જર્મનીના મેનહેમ શહેરમાં આગ વધતી જોઈ. આઘ તેમની હીડલબર્ગ યુનિવર્સિટી લેબથી લગભગ 10 મીલ એટલે કે 16 કિલોમીટર દૂર સળગી રહી હતી. જેને જોવા માટે તેમણે પોતાના નવા સ્પેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. આ ટેકનોલૉજીની મદદથી પ્રકાશને વિવિધ તરંગલંબાઈમાં વહેંચીને રાસાયણિક તત્વોની ઓળખ કરી શકાય છે. તેમણે બારી પર જ સ્પેક્સ્ટ્રોસ્કોપ લગાવી દીધુ અને તપાસમાં આગની લપેટોમાં બેરિયમ અને સ્ટ્રોંટિમની ઓળખ કરી લીધી. રૉબર્ટ, જેમણે આજે દુનિયાભરની પ્રયોગશાળાઓમાં ઉપયોગમાં લેવાતા બેન્સન બર્નરને ડિઝાઈન કર્યુ છે તેમણે સૂચન આપ્યુ કે એક જ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ સૂર્ય અને ચમકીલા સ્ટાર્સના વાયુમંડળ પર પણ કરી શકાય છે.

સૂરજ પર સોનાની શોધ

સૂરજ પર સોનાની શોધ

આ ઘટનાના લગભગ 10 વર્ષ બાદ 18 ઓગસ્ટ 1868ના રોજ પૂર્ણ સૂર્ય ગ્રહણના દિવસે ઘણા ખગોળશાસ્ત્રીઓએ સૂરજ પર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી હીલિયમની શોધ કરવામાં સફળતા મેળવી લીધી. ત્યારબાદ સૂરજના વાતાવરણમાં એક પછી એક કાર્બન, નાઈટ્રોજન, લોખંડ અને અન્ય ભારે ધાતુઓની શોધ કરી લેવામાં આવી. આમાંથી જ એક હતુ સોનુ. 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં જેમ-જેમ પૃથ્વીની ઉત્પત્તિ અને ઈતિહાસની સમજ વધી, તેમ-તેમ એ સવાલ પણ ઉઠવા લાગ્યા કે છેવટે અબજો વર્ષો સુધી સૂરજ અને અન્ય તારા કેવી રીતે ચમકતા રહ્યા?

સૂરજ પર છે 2.5 ટ્રિલિયન ટન સોનુ

સૂરજ પર છે 2.5 ટ્રિલિયન ટન સોનુ

લાંબા સમય સુધી ચાલી રહેલ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જોયુ કે સૂરજ પર 2.5 ટ્રિલિયન ટન સોનુ છે. આટલુ સોનુ પૃથ્વીના બધા મહાસાગરોને ભરી શકે છે અને તો પણ તે ખતમ નહિ થાય. વધુ એક રસપ્રદ શોધ બાદમાં કરવામાં આવી અને જેમાં જોવા મળ્યુ કે છેવટે પૃથ્વી પર સોનુ કેવી રીતે આવ્યુ. વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યુ કે સૂરજ જેવા તારાઓથી ન્યૂટ્રોન તારાઓનુ નિર્માણ થયુ અને તેમના પરસ્પર ટકરાવાને કારણે પૃથ્વી પર સોનુ આવ્યુ.

ધરતી પર કેવી રીતે આવ્યુ સોનુ

ધરતી પર કેવી રીતે આવ્યુ સોનુ

રિસર્ચમાં જોવા મળ્યુ કે જ્યારે કોઈ તારો પોતાના જીવનના અંતિમ ચરણમાં હોય છે ત્યારે તેનો ખૂણો તૂટીને વિખરાઈ જાય છે અને પછી એક સુપરનોવા વિસ્ફોટ થાય છે. પછી તારાની બહારની પરતો અંતરિક્ષમાં ફેલાવા લાગે છે. આ દરમિયાન ન્યૂટ્રૉન કેપ્ચર રિએક્શન થાય છે. લોખંડથી ભારે મોટાભાગના તત્વ આમાંથી જ ઉત્પન્ન થાય છે. જ્યારે બે આવા ન્યૂટ્રૉન તારા ટકરાય છે ત્યારે ન્યૂટ્રૉન કેપ્ચર રિએક્શનથી સ્ટ્રોંટિયમ, થોરિયમ, યુરેનિયમ અને સાથે જ સોનુ પેદા થાય છે.

તારાઓથી જમીન પર ઉતર્યુ છે સોનુ

તારાઓથી જમીન પર ઉતર્યુ છે સોનુ

રિસર્ચમાં જાણવા મળ્યુ કે આપણા બ્રહ્માંડ બન્યા બાદથી આ પ્રકારના ઘણા ટકરાવ થયા છે અને જે સોનુ પૃથ્વીના અંતરિક્ષમાં આવ્યુ તે ધીમે ધીમે ધરતી પર પહોંચી ગયુ. એટલે કે સોનુ માત્ર એટલા માટે ખાસ નથી કારણકે તે પૃથ્વી પર દૂર્લભ માનવામાં આવે છે પરંતુ સોનુ એટલા માટે પણ ખાસ છે કારણકે તે તારામાંથી સીધુ જમીન પર ઉતરે છે.

English summary
Huge gold on the Sun even more than the amount of water in the seven seas on earth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X