ચાર વર્ષ જીવતો રાખ્યો હજુ પાંચ દિવસ રાખ્યો હોત તો?
રાજકીય નેતાઓ અને બોલિવુડ સેલીબ્રિટી્સ પણ કસાબને ફાંસી આપવામાં આવતા ખુશ થઇ ગયા. ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પણ કસાબની ફાંસી અપાતા સંદેશોના ઢગલા થઇ ગયા, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એક પ્રશ્ન ઉઠે છે કે સરકારે કસાબને 21 નવેમ્બરે ફાંસી આપી તેના કરતા 26 નવેમ્બરે એટલે કે પાંચ દિવસ પછી આપી હોત તો....? 2008માં થયેલા હુમલા પછી ચાર વર્ષ સુધી એટલે કે 2012 સુધી કસાબને સરકારે જીવતો રાખ્યો અને કરોડો રૂપિયા તેના પર બગાડ્યા ત્યારે વધુ પાંચ દિવસ તેને જીવતો રાખ્યો હોત તો...? આ પ્રશ્ન પણ ઉદભવી શકાય છે અને તેના પર ચર્ચા કરી શકાય છે.
જો સરકારે જેમ ચાર વર્ષ સુધી રાહ જોઇ તેમ વધુ પાંચ દિવસ રાહ જોઇ હોય તો 26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાની ચોથી વરસી આવી રહી છે. દેશભરમાં મુંબઇ હુમલામાં શહિદ થયેલા જવાનો અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાજંલિ અર્પવામાં આવે છે, ત્યારે સરકાર કસાબને એ જ દિવસે ફાંસી આપીને મુંબઇ હુમલાનો ભોગ બનનારાઓને ખરા અર્થમાં શ્રદ્ધજંલિ મળી શકી હોત. ખેર, જે થયું એ સારું થયું કસાબને ફાંસી આપવામાં આવી તે મહત્વનું છે પણ જો 26મીએ આપવામાં આવી હોત તો તેનું મહત્વ આપોઆપ વઘી ગયું હોત.