For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીરિયડઝના કારણે તમને સ્વિમીંગ કરવાથી લાગે છે ડર, તો જાણો શું કરશો

જો તમે માત્ર હેવી પીરિયડ ફ્લો અને ડાઘના કારણે પીરિયડમાં સ્વિમિંગ કરવા ન જતા હોય તો તમારે ડરવાની હવે બિલકુલ જરૂર નથી. જાણો શું કરશો.

|
Google Oneindia Gujarati News

દર મહિને આવતા પીરિયડ્સના કારણે છોકરીઓને માત્ર પીડા અને અન્ય મુશ્કેલીઓ જ સહન કરવી પડે છે એટલુ નહિ પરંતુ તેમની રોજિંદી લાઈફ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. કારણકે પીરિયડ્ઝ દરમિયાન તેમની રેગ્યુલર એક્ટિવિટીઝમાં પણ તેમણે ફેરફાર કરવો પડે છે જેમ કે જિમ અને સ્વિમિંગ ન કરવુ. ઘણી છોકરીઓના દિમાગમાં સવાલ આવે છે કે પીરિયડ્ઝમાં તેમણે સ્વિમિંગ કરવુ જોઈએ કે નહિ. જો તમે માત્ર હેવી પીરિયડ ફ્લો અને ડાઘના કારણે પીરિયડઝમાં સ્વિમિંગ કરવા ન જતા હોય તો તમારે ડરવાની હવે બિલકુલ જરૂર નથી.

બ્લીડિંગ થવાના ડરથી મુક્ત

બ્લીડિંગ થવાના ડરથી મુક્ત

પીરિયડ્ઝમાં પણ અન્ય દિવસોની જેમ સ્વિમિંગ કરવુ સુરક્ષિત હોય છે. આના માટે બસ તમારે અમુક જરૂરી વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે પીરિયડ્ઝમાં સ્વિમિંગ કરવા ઈચ્છતા હોય તો ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરો. આનાથી તમે સ્વિમિંગ દરમિયાન બ્લીડિંગ થવાના ડરથી ખુદને મુક્ત રાખી શકશો. આ ઉપરાંત જો તમારા સ્વિમિંગ દરમિયાન જ પીરિયડ્ઝ સ્ટાર્ટ થાય તો એ પાણીમાં મળીને તેને મેલુ કરીને બીજા લોકોને ઈન્ફેક્ટેડ કરી દેશે, તો તમે ખોટા છો કારણકે પૂલના પાણીને ક્લોરિનથી ક્લીન કરવામાં આવે છે. જે માત્ર મૂત્ર અને પરસેવો જ નહિ પરંતુ અન્ય બિમારીઓના સંક્રમણને પણ ઘટાડવામાં કારગર હોય છે.

ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપનો કરો યુઝ

ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપનો કરો યુઝ

જો તમે પીરિયડ્શ દરમિયાન સ્વિમિંગ કરવા ઈચ્છતા હોય તો હંમેશા ટેમ્પોન અને મેન્સ્ટ્રઅપ કપનો યુઝ કરો. કારણકે તે બૉડીમાં અંદર જતુ રહે છે જેનાથી તમને બહારથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહિ કરવો પડે જ્યારે સેનેટરી પેડ્ઝ પાણીને ચૂસી લેશે અને તમારા બ્લીડિંગ થવા પર યુઝ નહિ થઈ શકે.

હંમેશા ઘાટા રંગના કપડા પહેરો

હંમેશા ઘાટા રંગના કપડા પહેરો

જો તમે પીરિયડ્ઝમાં સ્વિમિંગ કરવા ઈચ્છતા હોય તો હંમેશા ઘાટા રંગનુ સ્વિમ સૂટ જ પહેરો. આનાથી તમારી બ્લડ સ્ટેન આવ્યા બાદ થતી શરમને ખુદને બચાવી શકશો. તમે કાળા, ડાર્ક બ્લુ અથવા ડાર્ક ગ્રીન કલરને પસંદ કરો.

વૉટરપ્રૂફ પેન્ટીનો કરો ઉપયોગ

વૉટરપ્રૂફ પેન્ટીનો કરો ઉપયોગ

જો તમે પીરિયડ્ઝમાં સ્વિમિંગ કરવા ઈચ્છતા હોય પરંતુ ટેમ્પોન કે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ ન કરવા ઈચ્છતા હોય તો તમે વૉટરપ્રૂફ પેન્ટીનો ઑપ્શન પસંદ કરી શકો છો. આ ઑપ્શન થોડો મોંઘો છે. વાસ્તવામાં આ પેન્ટસની બહારની સપાટી વૉશપ્રૂફ હોય છે, જેનાથી કોઈ પણ પ્રકારનુ લીકેજ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આ પેન્ટ્સમાં કલીસિયા હોય છે. જેનાથી વજાઈના સેટ થઈ શકે અને બ્લડ ફ્લોને ડાયરેક્ટ એબ્ઝોર્બ કરી શકે. જેનાથી તમને હંમેશા સૂકુ ફીલ થશે. આ પેન્ટ્સની ખાસિયત એ છે કે એ તમારા પીરિયડ્ઝમાં થતા ફ્લોને ચૂસી લે છે પાણીને નહિ.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF પર હુમલાની જવાબદારી ISISએ લીધી, પોલિસનો દાવો ફગાવ્યોઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF પર હુમલાની જવાબદારી ISISએ લીધી, પોલિસનો દાવો ફગાવ્યો

English summary
If you enjoy swimming during the rest of your cycle, there’s no reason to stop just because you have your Period.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X