ખોટી સાઈઝની બ્રા પહેરો છો તો થઈ શકે છે તમને આ મોટા નુકસાન!
આજકાલ તમે બ્રા ખરીદવા માટે બજારમાં જશો તો તમને ત્યાં ઘણી ફેન્સી બ્રા વેચાતી જોવા મળશે, જેને ઘણી છોકરીઓ આંખ આડા કાન કરીને ખરીદે છે. શાનદાર આકાર, ડિઝાઇન અને ફેબ્રિકની ઉપલબ્ધતાને કારણે તેને ખરીદીએ છીએ પરંતુ તે ફિટ થશે તે જરૂરી નથી. તમે જે પણ સાઈઝની બ્રાનો ઉપયોગ કરો છો, તે તમારા બ્રેસ્ટ પર યોગ્ય રીતે સેટ છે કે નહીં તે તપાસો. ખોટી સાઈઝની બ્રા પહેરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

પીઠનો દુખાવો
જો મોટા સ્તનોવાળી મહિલાઓ લૂઝ અથવા ખોટી સાઈઝની બ્રા પહેરે છે, તો તેમને પીઠના નીચેના ભાગે દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે જો બ્રા ખૂબ જ ફીટ હોય તો તેની સીધી અસર કરોડરજ્જુ પર પડે છે.

કમરમાં દુખાવો
ક્યારેક ખોટી સાઈઝની બ્રાના કારણે કમરના દુખાવાની સમસ્યા વધી જાય છે. ખોટી સાઈઝની બ્રાના કારણે શરીરનું પોશ્ચર ખોટું રહે છે, જેની અસર કમર પર પડે છે.

ખભા અને ગરદનનો દુખાવો
ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પણ ખભા અને ગરદનમાં દુખાવો થઈ શકે છે. બ્રાની ચુસ્ત પટ્ટીઓ ખભા પર દબાણ બનાવે છે, જેના કારણે ખભા અને ગરદનના ભાગમાં દુખાવો વધે છે.

હાંફ ચઢવી
ચુસ્ત બ્રા તમારા શ્વાસની ગુણવત્તાને અસર કરે છે. ગૂંગળામણને ખરાબ માનવામાં આવે છે, કારણ કે તે લોહીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતામાં ફેરફાર કરે છે.

માથું, ગરદન અને ખભામાં દુખાવો
જો તમને લાગે છે કે બ્રાનો કપ ફક્ત તમારા બ્રેસ્ટને ટેકો આપે છે તો તમે ખોટા છો. બ્રામાં સ્ટ્રેપ અને બ્રાની પાછળનો ભાગ આ જવાબદારી નિભાવે છે. આ બંને એક પ્રકારના સ્નાયુને દબાવે છે, જે ગરદનને ખભા સાથે જોડે છે. જો આ સ્નાયુ પર સતત તણાવ રહે છે તો ખભામાં દુખાવો થાય છે અને ગરદન સુધી જાય છે.