India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શ્રાવણ મહિનાના સોમવાર અને શિવપૂજનનું મહત્વ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] આપણો ભારત દેશ કૃષિ ભારત દેશ છે. ભારતની લગભગ 70 ટકા વસ્તી તેના પર નિર્ભર છે. કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ અને ઉપયોગી વસ્તુ છે પાણી. આજના આધુનિક જમાનામાં ખેતી કરવી કદાચ અસંભવ છે. આધુનિક જમાનામાં ખેતીને પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા માટે કેટલાય સંસાધનો શોધી કાઢ્યા છે. પરંતુ પ્રાચીનકાળમાં પાણી માટે વર્ષા પર નિર્ભર રહેવું પડતું હતું. ધરતીને જેટલું વધારે ધન મળશે એટલો સારો વરસાદ થશે.

વરસાદના ચાર મહિના હોય છે, જેમાં સૌથી વધુ ઉપયોગી શ્રાવણ મહિનો માનવામાં આવે છે, કારણ કે શ્રાવણમાં વાવેતરની રોપણી અંતિમ ચરણમાં હોય છે. શ્રાવણ, શિવ અને સમૃદ્ધિનો ગાઢ સંબંધ છે. શ્રાવણના મહિનામાં શિવજીને પ્રસન્ન કરવાથી વરસાદ સારો થશે, જેથી ખેતીનો પાક સારો થશે અને આર્થિક સમૃદ્ધિ આવશે. શિવજી સમાજનું કલ્યાણકારી દેવતા છે. માન્યતા છે કે સમુદ્ર મંથનમાં જે ઝેર નિકળ્યું હતું તેને તેમને ગ્રહણ કરીને શિવે સમાજનું કલ્યાણ કર્યું હતું.

કદાચ તેના બદલામાં સમાજના લોકોએ પ્રસન્ન થઇને શિવજીને દૂધ, દહીં, મધ, જળ વગેરેથી નવડાવવામાં આવ્યા હતા, કારણ કે જ્યારે દરિયા વચ્ચે ફસાયેલી આપણી નાવડીને જે પાર કરાવે છે તેના પર બધુ અર્પણ કરવા માટે મન વ્યાકુળ થઇ ઉઠે છે. હું તો એટલું જ કહેવા માંગીશ કે જે પણ વ્યક્તિ તમારી સમસ્યા, કષ્ટ, રોગ વગેરેનું નિદાન કરે તથા સહયોગ કરે. તેને મનુષ્યનો શિવની જેમ અભિષેક કરીશું તો શિવ સ્વત: પ્રસન્ન થઇને તમારી પર કૃપા વરસાવવા લાગશે. ધર્મને જો અંધવિશ્વાસ ન માનીને વિશ્વાસ કરવામાં આવે તો ધર્મ હંમેશા સમાજને સુદ્રઢ હોવાનો સંદેશ આપે છે.

શિવનો શ્રાવણ મહિનો આવો કેમ?

શિવનો શ્રાવણ મહિનો આવો કેમ?

રૂદ્રને અભિષેકપ્રિય: કહેવામાં આવે છે એટલે તેમને અભિષેક સૌથી વધુ પ્રિય છે. એટલે શ્રાવણ મહિનામાં શિવનો અભિષેક કરવામાં આવે છે. સામાન્યત: લોકો જળથી અભિષેક કરે છે અને સમૃદ્ધ લોકો દૂધ, મધ દહીં, વગેરે અનેક દ્રવ્યોથી અભિષેક કરે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવજીએ સમુદ્ર મંથનથી ઉત્પન્ન ઝેરને જનકલ્યાણ માટે ગ્રહણ કરી લીધું હતું, ત્યારે ઇન્દ્રએ પ્રસન્ન થઇને શીતળતા પ્રદાન કરવા માટે વર્ષા કરી હતી, આ કારણે શ્રાવણ માસમાં શિવજીને જળ અર્પિત કરવાની પરંપરા શરૂ થઇ.

કેમ શિવજી ચઢાવવામાં આવે છે દૂધ?

કેમ શિવજી ચઢાવવામાં આવે છે દૂધ?

શિવજી સવારી નંદી છે અને ગાય આપણી માત છે, જે આપણને અમૃત સમાન દૂધ આપે છે. શિવજીને ઝેર પીધું હતું, માટે તેમને અમૃત ભેટ કરવામાં આવે છે. જો અમૃતને બચાવી રાખવું હોય તો ગાયની રક્ષા કરવી પડશે. ગાયની રક્ષા ત્યારે થઇ શકે છે, જ્યારે તેના દિવ્ય પદાર્થને ધર્મથી જોડવામાં આવે. આ કારણે ભોલેબાબાને દૂધ ચઢાવવાને પરંપરા શરૂ થઇ. ધર્મ આપણા સમાજનો રક્ષક છે પરંતુ જ્યારે આ ઘોર અડમ્બરવાદી બની જાય છે, જ્યારે સમાજનો સૌથી મોટો ભક્ષક બની જાય છે.

ગટરમાં દૂધ વહી ન જાય

ગટરમાં દૂધ વહી ન જાય

હું વાચકોને અપીલ કરું છું કે દૂધ અમૃત સમાન છે માટે ગટરમાં ન વહાવશો નહી વહેવા દેશો પણ નહી કારણ કે દૂધ પ્રથમ ભોજ્ય પદાર્થ જ હોય છે. અબોધ બાળક ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય છે. જો મંદિરોમાં દૂધ ચઢવવાની બદલે એક બૂંદ પણ કોઇ ગરીબ બાળકના મોંઢામાં પડી જાય તો ભગવાન શિવ પ્રસન્નતાથી ગદગદ થઇ જશે.

શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ:1

શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ:1

શ્રાવણ મહિનામાં આશુતોષ ભગવાન શંકરની પૂજાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ શ્રાવણમાં દરરોજ પૂજા કરી શકતો નથી, તેને સોમવારના દિવસે શિવ પૂજા કરવી અને વ્રત રાખવું જોઇએ. શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવ પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં જેટલા સોમવાર આવે છે, તે બધા સોમવારના દિવસે વ્રત રાખીને વિધિવત પૂજા કરવામાં આવે તો મનોકામનાપૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં સોમવારનું આટલું કેમ દર્શવવામાં આવ્યું છે? સોમવારનો અંક બે હોય છે જે ચંદ્રમાનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્રમા સંકેતક છે અને તે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે.

શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ: 2

શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ: 2

કદાચ એટલા માટે ભોલેનાથ આટલા સરળ અને શાંત જોવા મળે છે. શ્રાવણમાં પ્રેમ પ્રફુલ્લિત થઇને કામ રૂપ ધારણ કરી લે છે. આ મહિનામાં સૌથી વધુ સંક્રમણ થવાની સંભાવના રહે છે. કહેવામાં આવે છે કે 'જેવું રહેશે તન એવું રહશે મન'. જો તમે સંક્રમણથી ગ્રસિત થઇ જશો તો તમારું મન પણ અસ્વસ્થ્ય રહેશે અને તમે શ્રાવણના અદભૂત પ્રેમથી વંચિત રહી જશો. સોમવારે ભોલેબાબાનું વિધિવત જળ વડે અભિષેક કરીને પૂજન કરવાથી ચંદ્રમા બલવાન થઇને મનને ઉર્જાવાન બનાવી દેશે. છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખીને પ્રેમ કરનાર પતિની મનોકામના કરે છે, તેની પાછળ પણ ચંદ્રમા જ કારક છે કારણ કે ચંદ્રમા મનનું સંકેતક છે. સાછો પ્રેમ મનથી કરવામાં આવે છે તનથી નહી.

English summary
Sawan month in Hindu calander has been started now. Here is the importance of this month, specially Shiva Poojan on Mondays.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X