• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી વિરોધની ઘેલછામાં દાવ ઉપર લગાડાઈ ‘સમ્પ્રભુતા’!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 જુલાઈ : નરેન્દ્ર મોદી આજે ભારતીય રાજકારણના ધરિ છે. જ્યારથી ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનો પ્રવેશ થયો અને પછી જેમ-જેમ તેમનો વિસ્તાર થયો, ત્યારથી નરેન્દ્ર મોદી કોઈ નામ નથી રહી ગયું, પણ બે જૂથો વચ્ચેની એક ધરિ બની ગયાં છે. જ્યારે પણ મોદીનું નામ આવે છે, તો વાતની શરુઆત સમર્થન કે વિરોધથી જ થાય છે.

એમ તો નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાં નેવુના દાયકામાં જ સક્રિય થઈ ગયા હતાં કે જ્યારે તેમને સંઘે ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. તે પછી તેઓ ગુજરાતના અને પછી રાષ્ટ્રીય રાજકારણમાં પક્ષના હોદ્દેદાર તરીકે સક્રિય રહ્યાં. સંગઠનમાં પણ સફળતાનો પરચમ ફરકાવનાર મોદી તે વખતે પણ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યા જ હતાં, પરંતુ 2001માં અચાનક મોદી ગુજરાતના રાજકારણમાં લાવવામાં આવ્યાં અને 2002માં તેમના મુખ્યમંત્રિત્વ કાળમાં થયેલ ગુજરાતના કોમી રમખાણો બાદ તો મોદી આખા દેશમાં બે વિભાગો વચ્ચેની ધરિ બની ગયાં કે જ્યાં કેટલાંક લોકો તેમના રમખામોના દૃષ્ટિકોણથી ટેકો આપતા દેખાયાં, તો કેટલાંક લોકો વિરોધ કરતાં પણ દેખાયાં.

છેલ્લા બાર વર્ષોથી નરેન્દ્ર મોદી ગુજરાતના રમખાણોના નામે બનેલ બે ધડાઓ વચ્ચેની ધરિ બનેલાં છે અને રાજકીય ક્ષેત્રથી લઈ સામાન્ય પ્રજામાં મોદી વિશે કોઈ પણ વાત શરૂ થાય, તો તે તેમના વિરોધ કે ટેકાના સવાલથી જ થાય છે. જોકે આ બાર વર્ષો દરમિયાન દેશના રાજકારણમાં મોદી એક બાજુ એક ઘેલછાં તરીકે ઉપસ્યાં, તો તેમના વિરોધ અને ટેકા અંગે પણ એક ઘેલછાં રી વળી. દરેક રાજકીય પક્ષ અને નેતાએ મોદીનું પોત-પોતાની રીતે મૂલ્યાંકન કર્યું.

જ્યાં સુધી ટેકાનો સવાલ છે, તો મોદી આજે દેશના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉપસ્યાં છે અને આ જ વાત સાબિત કરે છે કે દેશમાં તેમના ટેકેદારોની લાંબી-લચક ફોજ છે. બીજી બાજુ 2002થી શરૂ થયેલ મોદી વિરોધનું ચલણ વારે-તહવેરા વધતું રહ્યું છે. જો મોદી સામે એમ આરોપ લગાવાતાં હોય કે ગુજરાતના રમખાણોના નામે તેમણે ચૂંટણીમાં ફાયદો ઉઠાવ્યો, તો એ બાબત પણ એટલી જ સત્ય છે કે ગુજરાતના રમખાણોના નામે મોદીનો વિરોધ કરી રાજકીય ફાયદો ઉઠાવવાનારાઓની જમાત પણ નાની નથી અને આ જમાતે વિરોધનો આ ડંકો ગુજરાતથી લઈ પશ્ચિમ બંગાળ અને કાશ્મીરથી લઈ તામિળનાડુ સુધી વગાડ્યો છે.

ગુજરાતના રમખાણોના નામે મોદીનો વિરોધ કરવો એક ફૅશન બની ગયો છે અને આજે તો કોઈ પણ નેતા રમખાણો મુદ્દે મોદીને ભાંડવાની તક નથી છોડતો. દેશના એક ભાગમાં થયેલ રમખાણો માટે કોઈ નેતાને જવાબદાર ગણાવવો અને તેને ભાંડવુ કદાચ એટલો ગંભીર મુદ્દો નથી, પણ રમખાણો નામે મોદી વિરોધની હીન હરકત તે વખતે શરમજનક બની જાય છે કે જ્યારે આ હરકત ભારતીય સમ્પ્રભુતાને દાવ ઉપર લગાડી દે.

આપ વિચારતાં હશો કે મોદી વિરોધમાં સમ્પ્રભુતા ક્યાંથી આવી? હકીકતમાં મુદ્દો મોદી વિરોધથી ઉપજેલો અમેરિકી વિઝાનો છે. અમેરિકાએ મોદીને વિઝા નહિં આપવનો નિર્ણય કરી રાખ્યો છે. કોઈ વ્યક્તિને વિઝા આપવો કે ન આપવો, તે ચોક્કસ અમેરિકાનો પોતાની સમ્પ્રભુતા અને એકાધિકારનો વિષય છે, પણ ગુજરાતના રમખાણોના નામે મોદીને વિઝા નહિં આપવાનો નિર્ણય ભારતીય સમ્પ્રભુતાની દૃષ્ટિએ કોઈ પણ રીતે યોગ્ય ન ઠેરવી શકાય. જે વખતે અમેરિકાએ મોદીને વિઝા નહિં આપવાનો નિર્ણય કર્યો હતો, તે વખતે પણ કોંગ્રેસ સહિત ઘણા બિનભાજપી પક્ષોએ અધિકૃત રીતે અમેરિકાના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, તેની આલોચના કરી હતી અને તેને ભારતના આંતરિક મામલામાં દખલ સમાન ગણાવ્યો હતો.

હવે તાજો મામલો સાંસદોની તે ચિટ્ઠી અંગે ઉઠ્યો છે કે જેણે પુનઃ એક વાર મોદીને અમેરિકી વિઝાના મુદ્દાને હવા આપી છે. એક તરફ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ અમેરિકામાં જાહેરાત કરે છે કે તેઓ મોદીને અમેરિકી વિઝા અપાવવા માટે પ્રયત્નો કરશે, તો બીજી બાજુ ભારતના લગભગ પચ્ચીસ સાંસદો દ્વારા ઓબામાને ચિટ્ઠી લખવાનો મામલો સામને આવે છે. સ્પષ્ટ છે કે આ સાંસદો ગુજરાતના રમખાણોના નામે મોદીના વિરોધી જ છે, પણ મોદી વિરોધની આ ઘેલછામાં તેઓ ભુલી ગયાં કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભલે મોદીને બિહાર આવતાં રોકે, પણ જો અમેરિકા આપણા કોઈ નેતાને તેના રાજ્યમાં થયેલ રમખાણો કે જે આપણી આંતરિક બાબત છે, તેને લઈને અમેરિકી વિઝા આપવાનો ઇનકાર કરે, તો સ્પષ્ટ રીતે તે આપણી સમ્પ્રભુતા ઉપર ઘા છે.

મુદ્દો સાચે જ ગંભીર છે અને સમ્પ્રભુતા સાથે જોડાયેલો છે. એટલે જ તો ડાબેરી નેતા સીતારામ યેચુરીએ તરત જ પોતાને આ ચિટ્ઠી વાળી બાબતથી અળગા કરી લીધાં, તો બીજી બાજુ યૂપીએ સરકારમાં શામેલ એનસીપીના તારિક અનવેર જણાવ્યું કે વિઝા આપવો કે ન આપવો, તે અમેરિકાનો વિષય છે, પણ સાંસદોએ આ રીતે પત્ર ન લખવા જોઇતો હતો.

English summary
The protest of Narendra Modi become a fad for anti-modi politicians, but this fad has sovereignty At Stake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X