For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ કિલ્લા વગર અધૂરી છે આઝાદીની ઉજવણી, જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓગસ્ટ: એ દિવસ આવી ગયો છે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યો હતો. 15 મી ઓગસ્ટની ઉજવણી સામાન્ય રીતે તો આખા દેશમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને શાળાઓમાં થાય જ છે, પરંતુ લાલ કિલ્લા વગર આઝાદીની ઉજવણી જાણે અધૂરી છે. દર વર્ષે આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લાથી દેશની જનતાને સંબોધે છે.

એટલા માટે દેશની આન-બાન અને શાનના પ્રતિક આ લાલ કિલ્લા અંગે આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો...

  • લાલ કિલ્લાના મુગલ બાદશાહ શાહજહાં દ્વારા ઇસ 1639માં બનાવવામાં આવ્યું હતું.
  • આ મકાન કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળમાં પોતાનું નામ નોંધાવી ચુક્યું છે.
  • આ કિલ્લો લાલ બલુઆ પત્થરથી બનેલ છે એટલા માટે તેને લાલ-કિલ્લો કહે છે.
  • લાલ કુલ્લો મુગલ બાદશાહ શાહજહાની નવી રાજધાની, શાહજહાનાબાદનું મહેલ હતું. આ દિલ્હી શહેરની સાતમી મુસ્લિમ નગરી હતી.
  • આ કિલ્લો યમુના નદીના કિનારા પર સ્થિત છે.
  • આ કિલ્લાના નક્કાશીમાં આપને ફારસી, યૂરોપીય અને ભારતીય કળાની છટા જોવા મળશે.

દેશની આ અનુપમ કૃતિ અંગે વાતો કરીએ નીચેની સ્લાઇડમાં...

કિલ્લો આઠ ભાગોમાં વહેંચાયેલો છે

કિલ્લો આઠ ભાગોમાં વહેંચાયેલો છે

આ કિલ્લો આઠ ભાગોમાં વહેચાયેલ છે, જેના નામ છે નક્કરખાના, દીવાન એ આમ, નહેર એ બહિશ્ત, જનાના, ખાસ મહેલ, દીવાન એ ખાસ, મોતી મસ્જિદ અને હયાત બખ્શ બાગ.

દેશની જનતાને સંબોધિત

દેશની જનતાને સંબોધિત

આ કિલ્લાથી જ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ દરેક જનતાને સંબોધિત કરે છે. આ દિલ્હીનું સૌથી મૌટુ સ્મારક છે.

ભારતીય સેના

ભારતીય સેના

આઝાદી બાદ ભારતીય સેનાએ આ કિલ્લાનું નિયંત્રણ લઇ લીધું હતું પરંતુ 56 વર્ષ બાદ ડિસેમ્બર 2003માં ભારતીય સેનાએ તેને ભારતીય પ્રવાસન વિભાગને સુપરત કરી દીધો.

લશ્કર એ તોયેબા

લશ્કર એ તોયેબા

આ કિલ્લા પર ડિસેમ્બર 2000માં લશ્કર એ તોયેબાના આતંકવાદીઓ દ્વારા હુમલો પણ થયો હતો. જેમાં બે સૈનિક અને એક નાગરિક મૃત્યું થયું હતું.

3000 લોકો

3000 લોકો

એક સમય હતો જ્યારે આ કિલ્લામાં એક સાથે 3000 લોકો બેસતા હતા, પરંતુ હવે આ પ્રવાસન સ્થળ બની ચુક્યું છે, જોવા માટે લોકો વિદેશોથી આવે છે.

આઝાદી પહેલાનું દિલ્હી

આઝાદી પહેલાનું દિલ્હી

તસવીરો જોવા માટે ક્લિક કરોતસવીરો જોવા માટે ક્લિક કરો

English summary
Every year on India's Independence Day (15 August), the Prime Minister of India hoists the national flag at the Red Fort and delivers a nationally-broadcast speech from its ramparts. Here are some interesting facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X