• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી સલામતી પર વર્ષે 8736 રૂપિયા ખર્ચી રહી છે સરકાર

By Super
|

તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા કેટલાક ડેટા એકઠાં કરવામાં આવ્યા છે અને તેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વના કયા દેશમાં શાંતિભર્યો માહોલ છે અને એ કેટલા પ્રમાણમાં છે, તથા કયા રાષ્ટ્રમાં અશાંતિનો માહોલ સર્જાયો છે, તે અંગે વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવી છે. એક તરફ ઇરાકમાં જે આતંકવાદી હુમલો થયો છે, તેનાથી વિશ્વ આખું હચમચી ગયું છે. જેમાં ભારતના 40 જેટલા નાગરીકો ફસાયા છે અને જેને સુરક્ષિત દેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યથાયોગ્ય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગ્લોબલ પીસ ઇન્ડેક્સનો રીપોર્ટ આવ્યો છે, જેમાં 162 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં શાંતિનો માહોલ છે કે નહીં તે અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, આ અહેવાલમાં ભારત 143માં ક્રમાંકે છે. તેમજ ભારત દ્વારા હિંસાને કાબુમાં રાખવા માટે વર્ષે માથાદીઠ 145 યુએસ ડોલર(8736.98 રૂપિયા)નો ખર્ચ કરવામાં આવે છે, અને હિંસાને કાબુમાં રાખવા માટેનો જીડીપી 3.6 હોવાનું જણાવ્યું છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છેકે ભારતમાં આંતરિક અને બાહ્ય એમ બન્ને રીતે અશાંતિનો માહોલ છે. આંતરિક અશાંતિની વાત કરવામાં આવે તો માઓવાદીઓ દ્વારા સમયાંતરે હિંસક વારદાતોને અંજામ આપવામાં આવી રહ્યાં છે, તો બાહ્ય અશાંતિમાં આતંકવાદી ઘટનાઓ, ચીન અને પાકિસ્તાન દ્વારા જે સરહદો પર અંજપાભરી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે એ છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છેકે ભારત માટે ઉક્ત તમામ બાબતો એક પડકાર સમાન છે, જે દેશમાં શાંતિ સ્થાપવામાં અડચણો ઉભી કરી રહ્યાં છે. તો ચાલો આ અહેવાલ સાથે જાડોયેલી કેટલીક બાબતો પર પ્રકાશ પાડીએ.

કેન્દ્રની ભાજપ સરકાર માટે પડકારો

કેન્દ્રની ભાજપ સરકાર માટે પડકારો

દેશમા સ્પષ્ટ બહુમતિ સાથે સત્તા હાંસલ કરનાર ભાજપ માટે જેટલો મોટો મુદ્દો પડોશી દેશો તરફથી થઇ રહેલા સરહદી હુમલાને શાંત કરવાનો છે, તેટલો જ મોટો પડકાર આંતરિક હુમલાઓને રોકવાનો છે, જેમાં માઓવાદીઓ, આતંકવાદી પ્રવૃતિઓ છે.

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અનુસાર

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અનુસાર

2014 Global Peace Index Rank:- 143/162 (lOW)

2012 Democracy Index Rank:- 38/167 (FlAWED DEMOCRACY)

total cost in usd 2013 ($ millions ppp):- $177,180

Cost of Violence containment Per Capita:- US$145(8736.98 Rupee)

Cost of Violence containment as % of GDP:- 3.6%

Level of Human Development:- MEDIUM

Income Group:- lOWER MIDDlE INCOME

Population Size:- 1,236,686,700 (VERY lARGE)

માઓવાદ દેશ માટે સૌથી મોટો ખતરો

માઓવાદ દેશ માટે સૌથી મોટો ખતરો

માઓવાદ અંગે વાત કરવામાં આવે તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ માઓવાદને દેશ માટે મોટો ખતરો ગણાવ્યો હતો. માઓવાદની શરૂઆત દેશમાં અંદાજે 1960ની આસપાસ પશ્ચિમ બંગાળથી શરૂ થઇ હતી. જે આજે એક હથિયારધારી ગ્રુપ તરીકે દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલું છે. તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વના રાજ્યોમાં. માઓવાદને ખાળવામાં પડી રહેલી મુશ્કેલીમાં મુખ્ય મુદ્દો સ્થાનિકો દ્વારા પણ તેમને મદદ કરવામાં આવી રહી હોવાનું છે.

રાજ્યકક્ષાએ થતી ઉગ્રવાદી ઘટનાઓ

રાજ્યકક્ષાએ થતી ઉગ્રવાદી ઘટનાઓ

ભારતમાં જાતભાતની વસ્તી હોવાને કારણે તેમાંથી કેટલાંક લોકો સંઘર્ષમાં ઉતરે છે, જ્યાં કેટલાંક સક્રિય થઈને તો કેટલાંક નિષ્ક્રિય થઈને રાજ્ય સરકારની ચળવળમાં પરિણમે છે., જે દેશના શાંતિભર્યા માહોલને દુષિત કરી રહી છે. રાજ્યકક્ષાની કેટલીક ચળવળો પણ ઉગ્રતાનું રૂપ ધારણ કરી લે છે. તો ક્યારેક ઉગ્રવાદી સમૂહો દ્વારા અલગ રાજ્યની માંગ કરવામાં આવી રહી છે, જે મોટાભાગે નોર્થ ઇસ્ટ વિસ્તારમાં કાર્યરત છે. થોડાક મહિનાઓ પૂર્વે જ આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ આંધ્રપ્રદેશમાં અરાજકતા ફેલાય હતી.

ચીન અને પાકિસ્તાન તરફથી ફેલાવઇ રહ્યો છે અંજપો

ચીન અને પાકિસ્તાન તરફથી ફેલાવઇ રહ્યો છે અંજપો

જે રીતે ભારત પોતાની આંતરિક હિંસક ઘટનાઓનો સામનો કરી રહ્યું છે તેવી જ રીતે પડોશી દેશો ચીન અને પાકિસ્તાન તરફથી પણ અંજપાભરી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારતથી અલગ પડ્યા બાદ પાકિસ્તાને કાશ્મીરની માંગણી કરી અને તેને લઇને ભારત તથા પાકિસ્તાન વચ્ચે અવાર-નવાર તણખા ઝરતાં આપણે જોયા છે. તો ચીન તરફથી પણ સરહદના વિવાદને લઇને તણખાં ઝરતાં આવ્યા છે. ચીન દ્વારા ક્યારેક ગેરકાયદે રીતે ભારતના અમુક ભાગોને પોતાના ગણાવવાની નીતિઓ હેઠળ કાર્યો પણ કરવામાં આવ્યા છે, જેને લઇને અવાર નવાર ભારત તરફથી મજબૂત જવાબો આપવામાં આવ્યા છે.

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્વારા આતંકવાદી હરકતો

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્વારા આતંકવાદી હરકતો

એક તરફ જ્યાં બોર્ડર પર પાકિસ્તાની સૈનિકો દ્વારા સીમા ઉલ્લઘંન કરવામાં આવે છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં એક્ટિવ રહેલા આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં અરાજકતા ફેલાવવામાં આવી રહી છે. ખાસ કરીને કાશ્મીરમાં પણ કાર્યરત છે. જ્યાંથી દેશના વિવિધ સ્થળોને ટાર્ગેટ કરવામાં આવે છે, તો કેટલાક સંગઠનો બાંગ્લાદેશમાંથી પણ કાર્યરત છે.

English summary
India 143rd on Global Peace Index, Maoist movement biggest threat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more