For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndianAirForceDay: ભારતીય વાયુ સેના, ભારતનું અભિન્ન અંગ

ભારતીય વાયુ સેનાની આજથી 85 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આજે વાયુ સેના આપણુ અભિન્ન અંગ બની ગઈ છે. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

8 ઓક્ટબર, ભારતીય વાયુસેના દિવસ. 85 વર્ષ પહેલા એટલે કે ઇ.સ.1932ને 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેનાની સ્થાપના કરવામાં આવી હતી. ભારતની ત્રણે સેનાઓમાં વાયુ સેનાનું એક આગવું મહત્વ છે. આપણી સેનાના એક અભિન્ન અંગ સમાન વાયુ સેના કામ કરે છે. આપણે તેનો વાયુ યુદ્ધ, વાયુ સુરક્ષા અને વાયુ સીમાની રક્ષા માટે ઉપયોગ કરીએ છીએ. તો આપણી આ સેનાની કેટલીક યાદગાર બહાદુરીઓ પર એક નજર કરીએ.

ભારત અને વાયુસેના

ભારત અને વાયુસેના

આપણને વર્ષ 1947ના દિવસે આઝાદી મળી. પરંતુ જ્યાં સુધી આપણા બંધારણની રચના ન થઈ ત્યાં સુધી ભારતની અનેક વસ્તુ અંગ્રેજોના સમયના નામથી જ ચાલતી હતી. 1950માં આપણા બંધારણની રચના થઈ એ પહેલાં વાયુ સેના 'રોયલ ઇન્ડિયન એરફોર્સ'ના નામથી ઓળખવામાં આવતી હતી. જે 1950 બાદ 'ઇન્ડિયન અરેફોર્સ'ના નામથી ઓળખવામાં આવે છે.

એપ્રિલ 1933

એપ્રિલ 1933

એપ્રિલ 1933માં આઇએએફની પહેલી સ્ક્વાડ્રન નંબર વનને તૈયાર કરવામાં આવ્યું. એ સમયે સક્વાડ્રનમાં ચાર બાયપ્લેન અને માત્ર પાંચ પાયલેટ હતા. તે સમયે આઇએએફના પાયલેટને રોયલ એરફોર્સના કમાડિંગ ઓફિસર ફ્લાઇટ લેફ્ટિનેંટ સેસિલ બાશિયર લીડ કરી રહ્યા હતા.

ચાર યુદ્ધો

ચાર યુદ્ધો

આઝાદી બાદ ભારતના યુદ્ધોમાં આપણી વાયુ સેનાએ ઘણી બહાદુરી બતાવી છે. પાકિસ્તાન સામે થયેલા ચાર યુદ્ધ અને ચીનની સામે થયેલા એક યુદ્ધમાં વાયુ સેના પોતાની શક્તિ બતાવી ચુકી છે. આ ઉપરાંત વાયુ સેનાએ ઘણા યાદગાર ઓપરેશનો પણ પાર પાડ્યા છે. જેમાં ઓપરેશન વિજય-ગોવાનું અધિગ્રહણ, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પુમલાઇનો સમવેશ થાય છે. તે સિવાય ભારતીય વાયુ સેના સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનનો પણ એક ભાગ છે.

વાયુ સેનાના અધ્યક્ષ

વાયુ સેનાના અધ્યક્ષ

ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનાના કમાન્ડર ઇન ચીફના રૂપમાં કામ કરે છે. વાયુ સેનાઅધ્યક્ષને એર ચીફ માર્શલ કહેવામાં આવે છે. તેઓને ચાર સિતારા કમાન્ડર પણ કહેવામાં આવેે છે. તેઓ વાયુ સેનાનું નેતૃત્વ કરે છે. ભારતમાં એક સમયે એક જ એર ચીફ માર્શલ હોય છે.

English summary
India Celebreted 85th Air Force Day. No wonder the Indian Air Force is considered as one of the most formidable air forces in the world. Here are Some Interesting Fact about IAF, Dont Miss it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X