For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદી છતાં ભારતમાં અરબપતિઓની સંખ્યા વધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: આર્થિક મંદી છતાં બ્રિક્સ સભ્યો (બ્રાજીલ, રૂસ, ભારત અને ચીન)માં ભારતના એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે. ગત એક વર્ષમાં અહીં અરબપતિઓની સંખ્યા સૌથી વધી છે. હવે દેશમાં અરબપતિઓની સંખ્યા વધીને 7,850 થઇ ગઇ છે. એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે.

આ સ્ટડી તે લોકોના આધારે કરવામાં આવ્યો જેમની પાસે 3 કરોડ ડોલર અથવા તેનાથી વધુ નેટ વેલ્યું પ્રોપર્ટી છે. આ અરબપતિની સંપત્તિમાં પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓના શેર, ઘરમાં રોકાણ, આર્ટ કલેકશન, એરક્રાફ્ટ અને રોકડ સહિત કેટલાક એસેટ્સ સામેલ છે. આટલું જ નહી, ભારતમાં વિશ્વભરમાં સૌથી વધુ 1,250 મહિલાઓ અરબપતિ છે જેની જોઇન્ટ પ્રોપટી 95 અરબ ડોલર છે.

money

સંપત્તિ વિશે ગ્લોબલ લેવલ પર માહિતી પુરી પાડનાર કંપની વેલ્થ-એક્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં 7,850 અરબપતિ છે જેમની કુલ સંપત્તિ 935 અરબ ડોલર છે. વેલ્થ એક્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, વસ્તીમાં 1.6 ટકાના વધારા છતાં ભારતમાં બ્રિક્સના અન્ય દેશોના મુકાબલે ગત 12 મહિનામાં સૌથી વધુ 120 અરબપતિ બન્યા છે.

English summary
Notwithstanding the continuing economic gloom, India has recorded the largest increase in its Ultra-High Net worth Individual (HNIW) club among the BRICS nations in the last one year, with a total of 7,850 super rich people in the country, a report says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X