For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વાયુ સેનાની શાન આ 10 ફાઇટર પ્લેન

|
Google Oneindia Gujarati News

તમે કદી કોઇ એર શોને જોવા ગયા છો. કે પછી હવાની ચીરતા, વાદળોની જોડે વાત કરતા અને શ્વાસ થંભાવી દે તેવા કરતબ કરતા કોઇ યુદ્ધ વિમાનને નજરે જોયું છે.

જ્યારે આ પ્લેન આપણી પાસેથી પસાર થાય છે ત્યારે થોડી વાર સુધી તો આ પ્લેનનો અવાજ આપણા કાનોમાં ગૂંજતો રહે છે. અને એક વાર આપણું મન થાય છે કે હું પણ ભારતીય વાયુ સેનાનો હિસ્સો બની માં ભોમની રક્ષા કરું.

ત્યારે આજે અમે આપણી ભારતીય વાયુ સેનામાં સમાવિષ્ટ વિવિધ ફાઇટર પ્લેન અને તેમની ખૂબીઓ વિષે તમને માહિતગાર કરીશું. જે વિષે જાણી તમારી છાતી પણ ગજ ગજ ફૂલી જશે. તો જુઓ આ ફાઇટર પ્લેનનો ફોટોસ્લાઇડર...

દુશ્મન થર થર કાંપે

દુશ્મન થર થર કાંપે

ભારતીય વાયુ સેનાએ અનેક યુદ્ધોમાં પોતાના સાહસ અને પરાક્રમના બળે દુશ્મનોના નાપાક ઇરાદાને પળ ભરમાં ધ્વસ્ત કર્યા છે. ત્યારે ભારતીય વાયુ સેનાના આવા શ્રેષ્ઠ યુદ્ઘ વિમાનો વિષે જાણો આવનારા સ્લાઇડરમાં...

સુખોઇ એસયૂ- 30 એમકેઆઇ

સુખોઇ એસયૂ- 30 એમકેઆઇ

આ વિમાન રુસની સુખોઇ કંપની અને ભારતની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમેટેડે મળીને બનાવ્યું છે. આ વિમાન 300 કિમીની દૂરી સુધી જઇને હુમલો કરી શકે છે.

HAL તેજસ

HAL તેજસ

સંપૂર્ણપણે ભારતમાં બનેલી અને બિલકુલ મેડ ઇન ઇન્ડિયા સમાન યુદ્ધ જહાજ છે હાલ તેજસ. આ વિમાનનું નામ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ રાખ્યું હતું. 2011માં પહેલી ઉડાન ભરનાર તેજસ હાલ ઉડાન પરીક્ષણોમાંથી પસાર થઇ રહ્યું છે.

મિકોયાન મિગ-29

મિકોયાન મિગ-29

આ રુસી લડાકૂ વિમાન ભારતની સાથે જ રુસ, યોગોસ્લાવિયા અને યુક્રેનની સેનામાં સામેલ છે. આ જહાજ 2400 કિલોમીટર પ્રતિકલાક સ્પીડે ઉડાન ભરવામાં સક્ષમ છે.

ડિસોલ્ટ મિરાઝ 2000

ડિસોલ્ટ મિરાઝ 2000

ડિસોલ્ટ મિરાઝ 2000, ફ્રાંસનું આ લડાકૂ વિમાન 2530 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ઉડાન ભરવામાં સક્ષમ છે. આ વિમાનમાં ડીઇએફઇ રિવોલ્વર છે જે 125 રાઉન્ડ પ્રતિગન ફાયરિંગ કરી શકે છે. આ સિવાય તેમાં હાઇપોઇન્ટ, રોકેટ મિસાઇલ પણ સામેલ છે.

મિકોયાન ગુરવિચ મિગ-21

મિકોયાન ગુરવિચ મિગ-21

મિકોયાન ગુરવિચ મિગ-21, ભારત અને લીબિયા બન્ને દેશો આ વિમાનનો ઉપયોગ તેની વાયુસેનામાં કરે છે. 2175 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ઉડાન ભરવામાં સક્ષમ છે આ વિમાન. આ વિમાનમાં બે સેટમાં 500 કિલોગ્રામ બોમ્બ, કેનન અને ગન સામેલ છે.

સેપેકૈટ જૈગુઆર

સેપેકૈટ જૈગુઆર

આ એક એગ્લો ફ્રેંચ જમીની હુમલાનું લડાકૂ વિમાન છે. આ વિમાન સંપૂર્ણપણે ભારતીય છે. ભારતની હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ કંપની દ્વારા તેનું નિર્માણ થયું છે. 1699 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ઉડતા આ વિમાનમાં રોકેટ, મિસાઇલ, ગન, બોમ્બ અને આધુનિક હથિયારોથી લેસ છે.

મિગ 27 બહાદૂર

મિગ 27 બહાદૂર

આ ફાઇટર બોમ્બર વિમાન છે. આ યુદ્ધ દરમિયાન સ્પીડથી બોમ્બ વર્ષા કરવા માટે ઉપયુક્ત છે. 1350 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ઉડતા આ વિમાનમાં કેનન, ગન અને સામાન્ય શ્રેણીના બોમ્બથી સજજ છે.

ભારતીય વાયુ સેના

ભારતીય વાયુ સેના

ભારતીય વાયુ સેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932માં થઇ હતી. આઝાદી પહેલા તેને રોયલ ઇન્ડિયન એરફોર્સ નામે જાણવામાં આવતી હતી. અને 1945ના બીજા વિશ્વયુદ્ધમાં આ વાયુ સેનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી બાદ તેનું નામ ઇંડિયન એરફોર્સ રાખવામાં આવ્યું.

English summary
Everyone is crazy about fighter planes. Do you know, which kind of fighter planes are using by Indian Air force? Here is a complete list of Indian Air Force fighter planes, check out through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X