• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંદિપ કુમાર પહેલા, આ ભારતીય નેતાઓની બની છે સેક્સ સીડી

|

ભારતીય નેતાઓની સેક્સ સીડી બનવી હવે સામાન્ય વાત થઇ ગઇ છે. દિલ્હીના આમ આદમી પાર્ટીના મહિલા અને બાળ વિકાસ પ્રધાન સંદિપ કુમારની સેક્સ સીડી એક ન્યૂઝ ચેનલ દ્વારા બહાર આવી છે. જે બાદ આપ સરકારે તેમને આપમાંથી બહાર નીકાળી દીધા છે. ત્યારે ભારતીય રાજકારણમાં અનેક નેતાઓએ તેમની ખુરશી આવા આડા સંબંધોને કારણે જ છોડવી પડી હતી.

આ પહેલા પણ અનેક નેતાઓ આવા સેક્સ સીડી સ્કેન્ડલમાં ફસાઇ ચૂક્યા છે. એકલું ભારત જ નહીં અમેરિકાથી લઇને મોટા ભાગના દેશોના રાજકારણીઓ નામ અનેક વાર આવા સેક્સ સેકન્ડલના લીધે ચર્ચામાં આવે છે. ત્યારે નીચે વાંચો તે ભારતીય અને ગુજરાતી નેતાઓના નામ જેમની સેક્સ સીડી બહાર આવતા જ ચકચાર મચી ગયો હતો....

રાધવજી સેક્સ સીડી (2013)

રાધવજી સેક્સ સીડી (2013)

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના નાણાં પ્રધાન તેવા રાધવજીની વર્ષ 2013માં સેક્સ સીડી બહાર આવતા તેમને પદ છોડવાનો વારો આવ્યો હતો. સાથે જ તેમની પર અપ્રાકૃતિક સંબંધ બનાવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. અને પોલિસને યૌન શોષણની સીડી સોંપવામાં આવી હતી.

અભિષેક મનુ સિંધવી (2012)

અભિષેક મનુ સિંધવી (2012)

એપ્રિલ 2012માં અભિષેક મનુ સિંધવીની સેક્સ સીડીએ ભારે હંગામો મચાવ્યો હતો. આ સેક્સ સીડી કોર્ટ પરિસરમાં સ્થિતિ કોઇ ચેમ્બર રૂમમાં બની હોય તેવું લાગતું હતું. વધુમાં અભિષેક પર આરોપ હતો કે જજ બનાવાની લાલચ આપી તેમણે આ મહિલા સાથે સંબંધ બનાવ્યો હતો. આ સેક્સ સીડી બહાર આવ્યા બાદ જજોની નિયુક્ત પર અનેક સવાલો લાગ્યા હતા.

મહિપાલ મદેરણા- ભંવરી દેવી (2011)

મહિપાલ મદેરણા- ભંવરી દેવી (2011)

રાજસ્થાનની 36 વર્ષની નર્સ ભંવરી દેવી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના પતિએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના મંત્રી મહિપાલ મદેરણાએ તેમની પત્નીનું અપહરણ કરી લીધું છે. તપાસમાં જાણવા મળ્યું કે ભંવરી મહિપાલ તથા કોંગ્રેસના ધારાસભ્ય મલખાન સિંહને બ્લેકમેલ કરી રહી હતી. ભંવરી દેવી પાસે એક સીડી હતી જેમાં તેને મદેરણા તથા અન્યની સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવવામાં આવ્યા હતા. આરોપ છે કે મદેરણા અને મલખાને ભંવરી દેવીને મરાવી દિધી.

એનડી તિવારી સેક્સ સ્કેંડલ (2009)

એનડી તિવારી સેક્સ સ્કેંડલ (2009)

દેશભરના લોકો માથુ ચકરાઇ ગયું હતું જ્યારે આંધ્રપ્રદેશના તત્કાલિન રાજ્યપાલ એનડી તિવારીના ત્રણ મહિલાઓ સાથે સૂતા ફોટા સામે આવ્યા. એક તેલૂગૂ ચેનલે સ્ટિંગ ઑપરેશન કરી આ સીડી બનાવી હતી. જે બાદ એનડી તિવારીએ સાર્વજનિક રીતે માંફી માંગી અને પોતાના પદેથી રાજીનામું આપી દિધું. જો કે તેમને દાવો કર્યો છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

કેરલ આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેંડલ (1987)

કેરલ આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેંડલ (1987)

1987માં કેરલમાં આઇસક્રીમ સેક્સ પાર્લર સ્કેંડલ થયું હતું. આ વખતે કોઝીકોડના એક એનજીઓએ એફઆરઆઇ દાખલ કરાવી હતી. જે મુજબ અહીં આઇસક્રીમ પાર્લરની આડમાં વેશ્યાલય ચલાવવામાં આવવાનો આરોપ હતો. આટલું જ નહી ત્યાં કામ કરનાર છોકરીઓને તાકતવર સામાજિક તબક્કે ન્યાયિક અધિકારીઓ તથા રાજકારણીઓ સહિત અન્ય વીઆઇપીઝ દ્વારા યૌન શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાયું હતું. અને મંત્રી રહી ચૂકેલા પીકે મુનહલ્લીકુટ્ટીને તપાસના ઘેરામાં આવતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

અમરમણિ -મધુમિતા સેક્સ સ્કેંડલ (2003)

અમરમણિ -મધુમિતા સેક્સ સ્કેંડલ (2003)

ઉત્તર પ્રદેશની 24 વર્ષીય કવયત્રી મધુમિતા શુક્લાનું 9 એપ્રિલ 2003ના રોજ લખનઉ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં હુમલાવરોએ ગોળી મારી હત્યા કરી. તપાસમાં સામે આવ્યું કે મધુમિતા રાજ્યમાં મંત્રી અમરમણિ ત્રિપાઠીની પ્રેમિકા હતી. એ પણ જાણવા મળ્યું કે મધુમિતાની હત્યા અમરમણિની પત્નીના ઇશારે કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરી લેવામાં આવી તથા ઉંમરકેદની સજા પણ થઇ.

સંજય જોશી સેક્સ સ્કેંડલ (2005)

સંજય જોશી સેક્સ સ્કેંડલ (2005)

ભાજપના તત્કાલીન મહાસચિવ સંજય જોશીની પણ 2005માં એક વીસીડી સામે આવી હતી. તેમાં સંજય જોશીને એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવવામાં આવી હતી. તેમાં સંજય જોશી અને મહિલાનો અવાજ હતો તથા મહિલા કેટલાક અધુરા વાયદાઓ વિશે વાત કરી રહી હતી.

સુરેશ રામ સેક્સ સ્કેંડલ (1978)

સુરેશ રામ સેક્સ સ્કેંડલ (1978)

જો તેમનો પુત્ર સેક્સ સ્કેંડલમાં ન ફસાતો જગજીવન રામ પ્રથમ દલિત વડાપ્રધાન બનતા. વર્ષ 1977માં જનતા પાર્ટીની લહેરમાં ઇન્દિરા ગાંધી ચુંટણી હારી ગયા હતા અને જગજીવન રામ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ દુભાર્ગ્યવશ સૂર્યા નામના એક મેગેજીનમાં તેમના પુત્ર સુરેશ રામના એક મહિલા સાથે આપત્તિજનક ફોટા દર્શાવવામાં વિવાદ થયો હતો. નોંધનીય છે કે આ મેગેજીનના સંપાદક મેનકા ગાંધી હતા.

હરક સિંહ રાવત સેક્સ સ્કેંડલ (2003)

હરક સિંહ રાવત સેક્સ સ્કેંડલ (2003)

એક આસામી મહિલાએ 2003માં આરોપ લગાવ્યો હતો કે તેના નવજાત બાળકના પિતા કોંગ્રેસના ઉત્તરાંચલના મંત્રી હરક સિંહ રાવત છે. આ આરોપ બાદ હરક સિંહ રાવતે પોતાના પદેથી રાજીનામું આપી દિધું હતું.

અનુરાધા બાલી-ચાંદ મોહમંદ સ્કેંડલ (2009)

અનુરાધા બાલી-ચાંદ મોહમંદ સ્કેંડલ (2009)

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર તથા હરિયાણાના તત્કાલીન ઉપમુખ્યમંત્રી ચંદર મોહન ઉર્ફે ચાંદ મોહંમદ સાથે લગ્ન કરતાં અનુરાધા બાલી ઉર્ફે ફિઝા ચર્ચામાં આવી ગઇ. બંનેએ ઇસ્લામ અપનાવીને લગ્ન કર્યા. હરિયાણાના આસિસ્ટંટ એડવોકેટ જનરલ રહી ચૂકેલ ફિઝાએ ઓગષ્ટ 2012માં આત્મહત્યા કરી લીધી. ચંદરે પોતાનું ઘર છોડી દિધું તથા બંને ફિઝાના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ બે મહિના બાદ જ ચંદરે ફિઝાનો સાથ છોડી દિધો. તે પાછો પોતાના પરિવાર સાથે જતો રહ્યો. થોડા દિવસો બાદ ચંદરે ફોન કરીને ફિઝાને જણાવ્યું કે તે તેને છુટાછેડા આપે છે.

સપા ધારાસભ્યનું સેક્સ સ્કેંડલ (2013)

સપા ધારાસભ્યનું સેક્સ સ્કેંડલ (2013)

સપા ધારાસભ્ય મહેન્દ્ર કુમાર સિંહને ઓગષ્ટમાં ગોવામાં પાંચ અન્ય લોકોની સાથે ગોવાના ડાન્સ બારમાંથી ધરપકડ કરવામાં આવ્યા. તેમને વેશ્યાવૃત્તિ નિરોધી કાનૂન હેઠળ ધરપકડ કરવામાં આવી. મહેન્દ્ર કુમાર સિંહ (55) ઉત્તરપ્રદેશમાં સીતાપુરથી ધારાસભ્ય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પોતાની સાથે છોકરીઓ લાવ્યા હતા અને તેમની સાથે હોટલમાં રોકાયા હતા.

English summary
Indian politician sex scandals in gujarati. famouse sex scandals of India in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more