For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાને થયો લકવો, તો પુત્રીઓએ ચહેરો બદલીને સંભાળી કમાન

યુપીના કુશીનગરના પડરૌના વિસ્તારમાં આવેલા બનવારી ટોલીમાં રહેતી જ્યોતિ અને નેહા કુમાર ઘર ચલાવવા માટે ગામના પુરુષોની દાઢી અને વાળ કાપીને આજીવિકા મેળવે છે.

|
Google Oneindia Gujarati News

તમે બ્યુટી પાર્લરમાં યુવતીઓને કામ કરતા જોઈ હશે, પરંતુ શું ક્યારેક કોઈ ગામ, મહોલ્લામાં હેર ડ્રેસરની દુકાનમાં યુવતીઓને અસ્ત્રો ચલાવતી એટલે કે પુરુષોના વાળ-દાઢી કાપતી જોઈ છે. તમારો જવાબ હશે ના.

પરંતુ યુપીના કુશીનગરના પડરૌના વિસ્તારમાં આવેલા બનવારી ટોલીમાં રહેતી જ્યોતિ અને નેહા કુમાર ઘર ચલાવવા માટે ગામના પુરુષોની દાઢી અને વાળ કાપીને આજીવિકા મેળવે છે. તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અને લગન જોઈને ભારત સરકારે તેમના જુ્સ્સાનું સન્માન કર્યું છે.

આ પણ વાંચો: આશ્ચર્યચકિત કરી દેશે જયપુરના આ રાજાની જીવનશૈલી, ફક્ત 20 વર્ષની વયે છે 20 હજાર કરોડનો વારસદાર

લકવાને કારણે પિતા છે બીમાર

લકવાને કારણે પિતા છે બીમાર

કસયા તાલુકાના બનવરાી તાલુકામાં રહેતા ધ્રુવ નારાયણની પુત્રી જ્યોતિ અને નેહા ગામમાં વાળ કાપવાનું અને દાઢી કરવાનું કામ કરે છે. ધ્રુવ નારાયણને છ પુત્રીઓ છે. પહેલા તેઓ પોતે જ ગામમાં એક નાનકડી દુકાનમાં હજામનું કામ કરતા હતા. આ જ ધંધામાંથી કમાઈને તેમણે ચાર પુત્રીઓના લગ્ન પણ કરાવ્યા. હવે માત્ર નાની બે પુત્રીઓ જ્યોતિ અને નેહાની જ જવાબદારી હતી. પરંતુ આ જ દરમિયાન ધ્રુવ નારાયણને લકવાએ પથારીવશ કરી દીધા. દુકાન બંધ થઈ અને ઘરમાં રસોઈ પણ.

પુત્રીઓએ સંભાળી જવાબદારી

પુત્રીઓએ સંભાળી જવાબદારી

પિતાને લકવો થયા બાદ બંને પુત્રીઓએ આખા પરિવારની જવાબદારી ઉપાડી લીધી. પુત્રીઓએ સંકોચ કર્યા વગર પહેલા પિતાનું કામ શીખ્યું અને પછી પોતે જ વાળંદનું કામ કરવા લાગી. હવે બંને બહેનો પુરુષોની જેમ જ સલૂન ચલાવે છે. પહેલા ગામના લોકો બંને યુવતીઓ પાસે વાળ કપાવતા અને દાઢી કરાવતા અચકાતા હતા. એટલે પરિવાર ચલાવવા બંને બહેનોએ પોતાનો લૂક પણ બદલી નાખ્યો. એટલે સુધઈ કે બંનેએ પોતાના નામ બદલીને યુવકો જેવા નામ રાખી લીધા છે. જ્યોતિએ પોતાનું નામ દીપક ઉર્ફે રાજુ રાખ્યું છે.

બનાવ્યું સલૂન

બનાવ્યું સલૂન

પિતાને લકવો થયા બાદ ઘર ચલાવવા માટે જ્યોતિએ પિતાની બંધ દુકાન ખોલી અને ત્યાં હેરકટિંગ કરવાનું શરૂ કર્યું. ભારે મુશ્કેલી પડી, લોકોએ સંભળાવ્યું પરંતુ જ્યોતિ અને નેહાએ મહેનત ચાલુ જ રાખી. આજે જ્યોતિ 18 અને નેહા 16 વર્ષની થઈ ગઈ છે. ઈન્ટર પાસ જ્યોતિએ પાંચ વર્ષમાં પિતાની નાનકડી દુકાનને સલૂન બનાવી દીધી છે. તો નાની બહેન નેહા પણ તેને સાથ આપી રહી છે.

400 રૂપિયા સુધીની કરે છે કમાણી

400 રૂપિયા સુધીની કરે છે કમાણી

જ્યોતિ અને નેહા કહે છે કે તેઓ દુકાન દ્વારા રોજ લગભગ 400 રૂપિયા સુધીની કમાણી કરી લે છે. આજકાલ તેમના પિતા પણ સાથે આવે છે અને દુકાન બહાર બેસી રહે છે. જો કે આ બંને બહેનો આ કામ ચાલુ રાખવા નથી ઈચ્છતી. તેમની ઈચ્છા બ્યુટી પાર્લર ખોલવાની છે કારણ કે તેમના આ કામને લોકો સારી રીતે નથી જોતા.

English summary
Indian sisters pretend to be boys to keep barbershop afloat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X