લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે
લગ્નના થોડા સમય બાદ મહિલાઓમા સેક્સ પ્રત્યે ઉત્સાહ ધીમે ધીમે ઘટવા લાગે છે. મોટાભાગની ભારતીય મહિલાઓમાં આ જોવા મળતુ હોય છે. આનુ કારણ શું છે અને સેક્સ કરતી વખતે પતિ પોતાના પતિ પાસે શું ઈચ્છે છે તે વિશે ઈન્ડિયા ટુડેના સેક્સ સર્વે 2019માં મહિલાઓએ ખુલીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. સર્વેમા એવી ઘણી વાતો સામે આવી છે જેનાથી ખબર પડે છે કે મોટાભાગની ભારતીય મહિલાઓની સેક્સ લાઈફ બોરિંગ થઈ ચૂકી છે અથવા તેમની સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થઈ ચૂક્યો છે.

સેક્સ પ્રત્યે રસ ધીમે ધીમે ઘટવા લાગે
સેક્સ પ્રત્યે મહિલાઓના મોહભંગના ઘણા કારણો છે, જેવા કે ઘરના કામકાજથી થાક, સાસુ સસરાની સેવા કે બાળકો પાછળ આખો દિવસ કાઢી નાખવો, ત્યારબાદ તેમને જો કંઈ જોઈતુ હોય તો તે છે પતિનો પ્રેમ અને તેમનો કોમળ સ્પર્શ, જેનાથી તેમનો દિવસભરનો થાક દૂર થઈ શકે. પતિ તરફથી કોઈ પ્રકારનુ ભાવનાત્મક સમર્થન ન મળવા પર પત્નીઓમાં સેક્સ પ્રત્યે રસ ધીમે ધીમે ઘટવા લાગે છે અને તે આને પણ એક કામ સમજીને પૂરુ કરવા ઈચ્છે છે.

આમાં સૌથી વધુ આંકડા કામકાજી મહિલાઓના
મેન્ટલ સપોર્ટ ન મળવા પર ઘર અને ઓફિસ વચ્ચે ઝૂલતી આ મહિલાઓ સેક્સ પ્રત્યે વિરક્ત થવા લાગે છે. ઓફિસ બાદ ઘરે આવવા પર તે પતિ પાસેથી પ્રેમ, આદર અને સહયોગની આશા રાખે છે અને આમ ન થવા પર તેમને એ અનુભવાય છે કે તેમના પતિ માત્ર પોતાના મતલબ માટે તેમની નજીક આવે છે.
આ પણ વાંચોઃ Video: ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર Oops મોમેન્ટનો શિકાર બની નેહા કક્કડ

કહ્યા વિના જ તેની વાતોને સમજે
એક સફળ પરિણીત સંબંધ એ જ હોય છે જ્યાં પતિ-પત્ની એકબીજા પર સહજતાથી પ્રેમ વરસાવે, એકબીજાને સાથે ભાવનાત્મક લગાવ રાખે અને રોમાંસ હંમેશા જીવંત રાખે. બેડ પર આવતા જ સેક્સની ઈચ્છા રાખતા પુરુષો પ્રત્યે પત્નીઓનો પ્રેમ પહેલા જેવો નથી રહેતો. દરેક મહિલા પોતાની ઈચ્છાઓ ખુલીને વ્યક્ત નથી કરતી. તે ઈચ્છે છે કે તેમનો પતિ કહ્યા વિના જ તેની વાતોને સમજે.

જરૂરિયાત પડવા પર જ તેમના પર ધ્યાન આપે છે
મોટાભાગની મહિલાઓની ફરિયાદ હતી કે તેમના પતિ સેક્સને પ્રેમ માને છે અને પત્નીની જરૂરિયાતો પ્રત્યે તેમનુ ધ્યાન જ નથી જતુ જેના કારણે તેમના મનમાંથી સેક્સની ભાવના ખતમ થઈ ગઈ છે. તેમને લાગે છે કે પતિ માત્ર પોતાની જરૂરિયાત પડવા પર જ તેમના પર ધ્યાન આપે છે.