For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013ના યુવા ચહેરા જેમણે જીતી લીધું ભારતનું દિલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિમરન સિંહ, નવી દિલ્હી: દિલ્હીથી માંડીને બેંગ્લોર અને કલકત્તા સુધી, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ધૂમ છે. લોકોએ ઝાડુંને બ્રાંડ બનાવી દિધી છે અને પોતાની જંગનું હથિયાર પણ. આ બધુ અરવિંદ કેજરીવાલના લીધે છે. અંતે કેજરીવાલે દેશની જનતાનું દિલ જીતી લીધું છે.

આ તો રહ્યો વર્તમાન, પરંતુ જો થોડા પાછળ જઇને જોઇએ, વધુ નહી જાન્યુઆરી 2013 સુધી, તો ગત 12 મહિનાઓમાં તમામ એવા યુવા ચહેરા મળશે, જેમને ના ફક્ત ભારત માટે પ્રાઉડ મોમેંટ આપી, પરંતુ સાથે જ જનતાનું દિલ પણ જીતી લીધું.

જો ખ્યાતિની વાત કરીએ તો સૌથી આગળ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રહ્યાં, પરંતુ અહી આપણે યુવાનોની વાત કરી રહ્યાં છીએ, તો તે મુજબ અરવિંદ કેજરીવાલ આ વર્ષે સૌથી ચર્ચિત વ્યક્તિ રહ્યાં. અરવિંદ કેજરીવાલ ઉપરાંત, રમતગમત, મનોરંજન, વિજ્ઞાન સહિત કેટલાક અન્ય ક્ષેત્રોમાંથી કેટલાક એવા યુવા ચહેરા છે, જેમને દેશનું દિલ્હી જીતી લીધી.

એક-એક કરીને દરેક સાથે પરિચિત થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ-

રાજકારણ

રાજકારણ

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનું ગઠન કર્યું અને એક વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી જીતી બતાવી. આ એક મોટો રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા. તેમની પાર્ટીએ ચૂંટણીમાં 28 સીટો જીતી.

ક્રિકેટ

ક્રિકેટ

આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝમાં રોહિત શર્માએ બેંગ્લોર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક દિવસીય ડબલ સેન્ચુરી ફટકારી. વન ડેમાં બેવડી ફટકારનાર તે ત્રીજા ક્રિકેટર છે, પહેલાં સચિન તેંડુલકર અને બીજા ક્રમે વિરેન્દ્ર સહેવાગ છે.

બેંડમિંટન

બેંડમિંટન

ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ મે મહિનામાં મલેશિયન ગ્રાંડ પ્રી જીત્યો, ત્યારબાદ ડિસેમ્બરમાં મકાઉ ઓપન ગ્રાંડ પ્રી જીત્યો.

વિજ્ઞાન

વિજ્ઞાન

ઉત્તરાખંડના પહાડો વચ્ચે નંદા દેવી બાયોસ્ફીયર રિઝર્વમાં ઇકોલોજિકલ મોનીટરિંગ પર કામ કરનાર વૈજ્ઞાનિક બિલાલ હબીબને યૂનેસ્કો યંગ સાયટિસ્ટ એવોર્ડ 2013નો ખિતાબ આપવામાં આવ્યો.

યો-યો હની સિંહ

યો-યો હની સિંહ

પૉપ તથા બૉલીવુડ સંગીતની વાત કરીએ તો 2013 યો-યો હની સિંહના નામે રહ્યું. ચેન્નઇ એક્સપ્રેસના ગીત લુંગી ડાંસથી માંડીને ઘણા હિટ ગીત હની સિંહે ગાયા અને તેમનો જલવો આજે પણ ચાલુ છે. જો કે 2012માં હની સિંહ જે પ્રકારે સમાચારોમાં આવ્યા હતા તે સારા ન હતા.

અરૂણિમા સિન્હા

અરૂણિમા સિન્હા

મે 2013માં ઉત્તર પ્રદેશની એથલીટ અરૂણિમા સિન્હાએ દુનિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને ફતેહ કર્યો. ખાસ વાત એ છે કે તેમનો એક પગ નકલી છે અને તે વિકલાંગ છે.

આર્ચરી

આર્ચરી

22 જુલાઇ 2013નારો રોજ દીપિકા કુમારીએ કોલંબિયામાં આયોજીત આર્ચરી વર્લ્ડકપમાં સુવર્ણ પદક જીત્યો.

રાખી બિડલા

રાખી બિડલા

આમ આદમી પાર્ટીની વિજયી ઉમેદવાર રાખી બિડલા દિલ્હીની મંગોલપુરીથી જીતનાર સૌથી યુવા ધારાસભ્ય બની ગઇ છે. તેમની ઉંમર માત્ર 26 વર્ષની છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

જાડી હોવા છતાં સોનાક્ષી સિન્હાએ 2013માં સતત ફિલ્મો આપી અને ફિલ્મ જગતની સ્લિમ ટ્રિમ હીરોઇનોને માત આપી. યુવાઓમાં તેમનો ઘણો ક્રેજ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે 2013માં સતત પાંચ હિટ ફિલ્મો આપી. હવે તે 2014માં રજકાંતની કોચાડઇયાંમાં આવી રહી છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

અભિનેતા રણવીર સિંહે પોતાના અલગ-અલગ લુકની સાથે દેશની જનતાનું મન મોહી લીધું.

બૉલીવુડ

બૉલીવુડ

રણબીર કપૂરે ત્રણ સારી ફિલ્મો આપી અને સાથે જ આખા દેશના યુવાનોના દિલની ધડકન બની રહ્યાં છે.

ધનુષ

ધનુષ

તમિળ ફિલ્મોના હિરો ધનુષે પોતાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ રાંઝણાથી લોકોનું દિલ જીતી લીધું. તેમનો અભિનય જોરદાર રહ્યો.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

ભારતીય ક્રિકેટ ટીમને 2013માં એક સારો બોલર મળ્યો, જેને પ્રથમ મેચમાં 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને માત્ર 9 રન આપ્યા. વેસ્ટઇન્ડિઝની શ્રેણીમાં તેને મેન ઑફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો.

English summary
While saying bye bye to 2013, here Youngsters of India who wins people's hearts in 2013. Top is Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X