For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણ્યતિથિ વિશેષ: ઇન્દિરા ગાંધીની છાતીમાં ધરબી હતી 31 ગોળીઓ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: આજે દેશની પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 33મી પુણ્યતિથિ છે. આજના દિવસે વર્ષ 1984માં ઇન્દિરા ગાંધીને તેમના બોડીગાર્ડે ગોળી મારી હત્યા કરી હતી. આજે સવારે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળ શક્તિ સ્થળ જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી.

તમને જણાવી દઇએ કે વિકિપીડિયાના અનુસાર પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નેહરુની એકમાત્ર પુત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બરના રોજ થયો હતો. ઇન્દિરા ગાંધીને તેમના 'ગાંધી' ઉપનામ ફિરોજ ગાંધી સાથે લગ્ન બાદ મળ્યું હતું. ઇન્દિરાજીએ પોતાનું શિક્ષણ શાંતિનિકેતન સાથે પુરી કરી. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે 'પ્રિયદર્શિની' નામ આપ્યું હતું.

1950ના દાયકામાં તે પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાનના રૂપમાં કાર્યકાળ દરમિયાન બિનસરકારી રીતે એક ખાનગી સહાયકના રૂપમાં તેમની સેવામાં રહી. પોતાના પિતાના મૃત્યું બાદ સન 1964માં તેમની નિમણૂંક એક રાજ્યસભા સભ્યના રૂપમાં થઇ. ત્યારબાદ તે લાલબહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં સૂચના અને પ્રસારણ મંત્રી બની.

indira-gandhi

ટાગોરે જ ઇન્દિરા ગાંધીને 'પ્રિયદર્શિની' નામ આપ્યું હતું
શ્રી લાલબહાદુર શાસ્ત્રીના આક્સ્મિક નિધન બાદ તત્કાલીન કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ કે. કામરાજ ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનવામાં નિર્ણાયક રહ્યાં. 1971ના ભારત-પાક યુદ્ધમાં એક નિર્ણાયક જીત બાદની અવધિમાં અસ્થિરતાની સ્થિતીમાં તેમણે 1975માં ઇમરજન્સી લાગૂ કરી.

ઇન્દિરા ગાંધીની છાતીમાં ધરબવામાં આવી 31 ગોળીઓ
તેમણે તથા કોંગ્રેસ પાર્ટીએ 1977ની ચૂંટણીમાં પહેલી વાર હારનો સામનો કર્યો. સન 1980માં સત્તામાં પરત ફર્યા બાદ તે મોટાભાગે પંજાબના અલગાવવાદીઓની સાથે વધતા જતા દ્વંદ્રમાં ગુંચવાયેલી રહી જેમાં આગળ જતાં સન 1984માં પોતાના જ બોડીગાર્ડ દ્વારા તેમની રાજકીય હત્યા થઇ.

પુણ્યતિથિ પર વિશેષ: ઇન્દિરાને હતો મોતનો આભાસ!
ઇન્દિરાજી ને આધુનિકતાને પ્રોત્સાહન આપનાર પ્રગતિશીલ મહિલા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે સમયે ઇન્દિરા ગાંધી પર તેમના બોડીગાર્ડે 31 ગોળીઓ વરસાવી હતી. ગોળી માર્યા બાદ ઇન્દિરા ગાંધીને તેમના અંગત સચિવ સચિન આર કે ધવન અને વહૂ સોનિયા ગાંધી ઘાયલ અવસ્થામાં એમ્સ લઇને ભાગ્યા હતા.

ડૉક્ટરોએ ઇન્દિરાને 88 બોટલ લોહી ચઢાવ્યું હતું
રસ્તામાં ઇન્દિરા ગાંધીનું માથું સોનિયા ગાંધીના ખોળામાં હતું. હોસ્પિટલના ડૉક્ટરોએ ઇન્દિરા ગાંધી 88 બોટલ લોહી (ઓ નેગેટિવ) ચઢાવીને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો પરંતુ કોઇની સામે ન જુકનાર ઇન્દિરા ગાંધીએ મોત સામે પોતાના ઘૂંટણ ટેકી દિધા.

English summary
Indians paid tribute to late Prime Minister Indira Gandhi on her 30th death anniversary. Indira Gandhi was great and brave leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X