For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી વિચારવાની શક્તિને ખતમ કરી દેશે આ ખાદ્ય પદાર્થ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મગજ આપણા શરીરને કંન્ટ્રોલમાં કરે છે અને જો તે નબળુ પડી જાય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણી વિચારવાની અને સમજવાની શક્તિને પણ નુકશાન પહોંચી શકે છે. આપણે નાની-નાવી બાબતો ભૂલવા લાગીએ છીએ, આનાથી આપણા કામ અને આસપાસના લોકો પર પણ અસર પડે છે. ખાસ કરીને તે લોકો જે મગજનો ઉપયોગ વધુ કરે છે જેમ કે વિદ્યાર્થીઓ.

આમ તો મગજ વડે બધાને કામ કરવું પડે છે. જે લોકો ઓફિસમાં રહીને કામ કરે છે અથવા પછી ઘરમાં કામ કરનાર ગૃહિણી આ બધાને થોડો મગજનો ઉપયોગ પોતાની રોજીંદી જીંદગીમાં કરવો પડે છે.

આમ તો મગજ નબળુ પડવાના અનેક કારણો હોય શકે છે જેમ કે કુપોષણ, માથામાં ઇજા પહોંચવી, તણાવ, અને પૂરતી ઉંધ ન આવવી, પરંતુ આપણી યાદશક્તિ નબળી પડવા પાછળનું સૌથી મોટું કારણ છે આજકાલનું ખાનપાન, જે આપણને પુરતા પોષણ તત્વો પુરા પાડતા નથી જેની આપણને જરૂરિયાત હોય છે. આવો જાણીએ એવા ખાદ્ય પદાર્થ જે આપણા દિમાગ માટે નુકશાનકારક છે.

મીઠા પદાર્થ

મીઠા પદાર્થ

જો તમે લાંબા સમયથી ખાંડ અથવા ખાંડથી બનેલી વસ્તુઓનું સેવન કરો છો, તો તમને મગજ સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે વધુ મીઠા પદાર્થો ખાવાથી વિચારવાની અને યાદશક્તિ પર અસર પડે છે. એટલા માટે પ્રી-બેક્ડ, ખાંડ, કોર્ન સિરપ અને ફ્રક્ટોસ જેવા ખાદ્ય પદાર્થોને ખાવાથી બચવું જોઇએ.

દારૂ

દારૂ

આ વિચારવાની શક્તિ અને સાથે જ યાદશક્તિ પર અસર પાડે છે, જેના કારણે તમે નાની નાની વાતો ભૂલવા લાગો છો જેમ કે લોકોના નામ, અને રાતે જોયેલું સપનું. આ બધી સમસ્યા તમને દારૂ પીવાથી થાય છે પર6તુ જો તમે દારૂ પીવાનું છોડી દો છો અથવા પછી ઓછો કરી દો છો તો ઘણી હદ સુધી આ બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય.

જંક ફૂડ

જંક ફૂડ

જંક ફૂડ જાડિયાપણું વધારે છે તે બધાને ખબર છે. હવે એક નવા અભ્યાસનો દાવો છે કે જંક ફૂડ મગજ માટે પણ સારું નથી. શોધકર્તઓના અનુસાર જંક ફૂડ મગજને નુકશાન પહોંચાડે છે જેથી તેમાં ડિપ્રેશન અને એંગ્જાયટીના લક્ષણો પણ જોવા મળે છે. જંક ફૂદ ખાધા પછી વ્યક્તિનું મગજ એ બતાવવામાં ઓછું સક્ષમ બની જાય છે તેને શું ખાધુ અને પરિણામે માણસ ખાતો જ જાય છે. રિસર્ચ અનુસાર જંકફૂડ દિલ અને દિમાગ બંને માટે ખરાબ હોય છે.

ફ્રાઇડ ફૂડ્સ

ફ્રાઇડ ફૂડ્સ

વધારે તળેલું ભોજન ફક્ત આપણા હદયને જ નહી પરંતુ દિમાગને પણ ખૂબ નુકશાન પહોંચાડે છે. તેમાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે જે મષ્તિષ્કની કોશિકાઓમાં સોજો પેદા કરે છે. જેનાથી આપણી વિચારવાની અને સમજવાની શક્તિ પર અસર પડે છે.

પ્રોસેસ્ડ અને પ્રી-કુક્ડ

પ્રોસેસ્ડ અને પ્રી-કુક્ડ

ફૂડ જે પ્રમાણે તળેલું ભોજન આપણને નુકશાન પહોંચાડે છે એ પ્રમાણે જ પ્રોસેસ્ડ અને પ્રી-કુક્ડ ફૂડ પણ આપણા સેન્ટ્રલ નવર્સ સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે. આ પ્રકારનું ભોજન કરવાથી ડિજેનરેટિવ બ્રેન ડિસઓર્ડર પણ થઇ જાય છે જેથી આગળ જઇને અલ્ઝાઇમર જેવી ખતરનાક બિમારીનું રૂપ લઇ લે છે.

વધુ મીઠાવાળા ભોજનથી દૂર રહો

વધુ મીઠાવાળા ભોજનથી દૂર રહો

જેમ કે આપણે પણ જાણીએ છીએ કે વધુ મીઠાવાળું ખાવાથી બ્લડપ્રેશર અને હદય સંબંધી મુશ્કેલીઓ થાય છે. જો કે કેટલાક શોધકર્તાઓને જાણવા મળ્યું કે વધુ મીઠું (સોડિયમ) ખાવાથી મગજની સંજ્ઞાનાત્મક કાર્ય પર અસર પડે છે જેથી યાદશક્તિ પર અસર પડે છે. વધુ મીઠાવાળું ભોજનનો તમારા પર એવી અસર પડે છે જેમ કે કોઇ નશીલી દવાની અસર પડતી હોય.

પ્રોસેસ્ડ પ્રોટીન

પ્રોસેસ્ડ પ્રોટીન

પ્રોટીનથી આપણી માંસપેશીઓ મજબૂત થાય છે, જેથી આપણું શરીર સારી રીતે કામ કરે છે. માંસમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પરંતુ પ્રોસેસ્ડ પ્રોટીન ખાવાથી બચવું જોઇએ જેમ કે હોટ ડૉગ્સ, સલામી અને સસેજસ. પ્રોટીન નર્વસ સિસ્ટમને સ્ટ્રોગ બનાવે છે તેના માટે બિલકુલ ઉલટ પ્રોસેસ્ડ પ્રોટીન આપણા નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. એટલા માટે માછલી ખાવ જેમ કે ટ્યૂના અને સામન અથવા દૂધથી બનેલી વસ્તુઓ ખાવ અથવા મેવા ખાવ જેમાં મોટી માત્રામાં પ્રોટીન જોવા મળે છે.

ટ્રાંસ ફેટથી બચો

ટ્રાંસ ફેટથી બચો

ટ્રાંસ ફેટ ઘણી બધી બિમારીને જન્મ આપે છે જેમ કે મેદસ્વીપણું જેથી આગળ જઇને હદય સંબંધિ પરેશાનીઓ થાય છે. અને આ દિમાગ એટલી જ હાનિકારક છે. જો વધુ ટ્રાંસ ફેટ ખાવામાં આવે તો આ મગજને સુસ્ત બનાવી દે છે. જેથી આપણે નાની નાની વસ્તુઓ ભૂલવા લાગીએ છીએ અને આગળ જઇને આ અલ્ઝાઇમર જેવી ખતરનાક બિમારીને જન્મ આપે છે.

આર્ટફિશલ શુગર

આર્ટફિશલ શુગર

લોકો વજન ઓછું કરવા માટે ખાંડનો ઉપયોગ બંધ કરી દે છે અને અપ્રાકૃતિક ખાંડ (આર્ટફિશલ શુગર)નો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે, તેમને લાગે છે કે આનાથી તે જલદી પોતાનું વજન ઓછું કરી દેશે, તો એવું નથી. હાં આ ખાંડમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો આ મગજને નુકશાન પહોંચાડી શકે છે જેથી તમારી યાદશક્તિ પણ જઇ શકે છે.

નિકોટીન

નિકોટીન

નિકોટીનના કારણે મગજના વિકાસ પર ખરાબ અસર પડી શકે છે. અહીં સુધી કે મગજનો વિકાસ પણ અટકી જાય છે. જે લોકોના શરીરમાં નિકોટીનની માત્રા વધુ હોય છે તેમનું બ્લડ પ્રેશર હંમેશા હાઇ રહે છે. સિગરેટ પીનાર વ્યક્તિને ગળા, પેટ અને ખાસ કરીને પેટ સંબંધિત બિમારી હોય છે. નિકોટીન મગજમાં ઑક્સિજનની માત્રામાં ઓછી કરી દે છે જેના કારણે વ્યક્તિ બરોબર યાદ રાખી શકતો નથી. આ કારણે જ તેને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

સાધારણ અનાજ

સાધારણ અનાજ

બધા જ પ્રકારના અનાજ આપણા મગજને અને શરીર માટે ઘણા સારા હોય છે. પરંતુ હોલ ગ્રેન્સમાં ફાઇબરની માત્રા ઘણી ઓછી હોય છે. જો તમે સાધારણ ખાવ છો તો તમારી ઉંમર કરતાં વધુ દેખાશો અને એટલું જ નહી તમારા મગજને નબળું બનાવે છે જેથી તમારી ભૂલવાની બિમારી પણ થઇ શકે છે. એટલા માટે વધુમાં વધુ હોલ ગ્રેન્સ ખાવ કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ ખૂબ હોય છે.

English summary
Some foods are known to have a devastating effect on your brain functioning, and nutritionists advise us to consume them moderately in order to limit their negative impact. Here are the top 11 foods that kill your intelligence, slowly but surely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X