For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુઓ માટે 786 અને મુસલમાનો માટે 'ૐ' છે પવિત્ર, જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

[ધાર્મિક] મજહબ નહીં શીખાતા આપસમે બૈર રખના... પરંતુ આપણે જ છીએ જે ધર્મ અને મજહબના નામ પર અંદરો અંદર લડતા રહીએ છીએ. પરંતુ જેણે ગીતા વાંચી છે અને જેને કુરાન વિશે પણ ખબર છે તેને Diwaliમાં અલી અને Ramzanમાં પણ રામ દેખાય છે.

આજે અમે આપને જણાવીએ છીએ કે હિંદુ માટે સૌથી પવિત્ર શબ્દ ૐ અને મુસ્લિમો માટે સૌથી પાક નંબર 786 સાથે અતૂટ સંબંધ છે, જો આપ પણ તેની પર ધ્યાન દોરશો તો આજ પછી આપના માટે અલ્લાહ, અને ભગવાન બધું જ બરાબર થઇ જશે.

પહેલા જાણીએ હિન્દુઓના પવિત્ર શબ્દ ૐ નું મહત્વ
ૐ શબ્દ હિન્દુઓના સૌથી પવિત્ર શબ્દોમાંથી એક છે. કહેવાય છે કે તેને એકવાર માત્ર મનમાં ઉચ્ચારવાથી જ દુ:ખોનું વિનાશ થઇ જાય છે, મન પવિત્ર અને શાંત થઇ જાય છે, એટલા માટે કોઇપણ પૂજા પહેલા ૐ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેનાથી પૂજા કરનારા જાતકની પૂજા સ્વીકાર થઇ જાય.

મુસ્લિમો માટે શું છે 786 નંબરનું મહત્વ
786 અંકને દરેક સાચો મુસલમાન ઉપરવાળાનું વરદાન માને છે. એટલા માટે ધર્મને માનનારા લોકો પોતાના દરેક કાર્યમાં 786 અંકને સામેલ થવાને શુભ માને છે. કહેવાય છે કે જો આપ અરબ અથવા ઉર્દૂમાં લખો તો 'બિસ્મિલ્લા અલ રહેમાન અલ રહીમ'ને લખતશો તો તેનો યોગ 786 આવે છે એટલા માટે તે ખૂબ જ પાક નંબર છે.

આવો સ્લાઇડ્સ દ્વારા જાણીએ શું છે ૐ અને 786નો અનોખો સંબંધ...

ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી

ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી

ભગવાન કૃષ્ણની વાંસળીવાળા કહેવામાં આવે છે કારણ કે તેઓ વાંસળી વગાળતા હતા, પરંતુ શું આપ જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણ સાત છિદ્રોથી સાત સ્વરોની સાથે ત્રણ ત્રણ આંગળીયોથી એટલે કે છ આંગળીયોથી વાંસળી વગાળીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા હતા. ભગવાન દેવકી અને વાસુદેવની આઠમી સંતાન હતા. એટલા માટે અત્રે થયુંને 786 નંબર. એટલા માટે હિંદુઓ માટે પણ છે આ નંબર લકી.

બંને એક જ રૂપ છે

બંને એક જ રૂપ છે

પ્રસિદ્ધ શોધકર્તા રાફેલ પતાઇએ પોતાના પુસ્તક 'ધ જીવિસ માઇન્ડ'માં લખ્યું છે કે જો આપ 786 નંબરની આકૃતિ પર ધ્યાન આપશો તો તે બિલકૂલ સંસ્કૃતમાં લખેલ ૐ જેવું દેખાશે. જેને પરખવા માટે આપ 786ને હિંદીની ગણતરીમાં એટલે કે ७८६ લખો, જવાબ આપોઆપ મળી જશે.

બંને શાંતિ આપે છે

બંને શાંતિ આપે છે

ૐ શબ્દનો વૈજ્ઞાનિક અર્થ પણ છે, કહેવાય છે કે તેને લાંબો શ્વાસ લઇને સવારે સવારે બોલવાથી વ્યક્તિના અંદર સ્વસ્થ હવાનું સંચાર થાય છે, અને તે હેલ્થી રહે છે, જો 786 પણ ઊભા થઇને બોલો તો સમાન વસ્તુઓ આપની અંદર અનુભવાય છે, તો પછી થઇને બંનેમાં સમાનતા.

પવિત્ર માનક

પવિત્ર માનક

ૐ જો હિન્દુઓનું પવિત્ર શબ્દ છે તો 786 મુસલમાનોનો, બંને ધર્મના લોકો આ બંને વસ્તુઓ સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.

બંનેનો અર્થ એક જ છે

બંનેનો અર્થ એક જ છે

ૐનો અર્થ શૂન્ય થાય છે, તો મુસલમાનોને ત્યાં કોઇ મૂર્તિની પૂજા નથી થતી. પરંતુ તેઓ 786ના પયગમ્બર સાહેબના માનકના રૂપમમાં પ્રયોગ કરે છે. એટલે કે બંને ચીજો એક જ છે, બસ તેને માનનારા અલગ થઇ ગયા છે.

English summary
The Islamic 786 and the Hindu OM The Islamic 786 and the Hindu OM Om has more than 10000 meanings and one of it is god. Some Hindu Followers believe that Number 786 is OM. here is interesting facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X