• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો કે ભારતમાં એક નહીં 16 દિલ્હી છે!

|

[સતપાલ] દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા સમયમાં ઘણા ઉતાર-ચઢાવ જોવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહેવાય છે કે આ શહેર ઘણીવખત ફના થયું અને પાછું બેઠું થયું, આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે જુદી જુદી સલ્તનતો દરમિયાન દિલ્હીના સાત શહેરો અલગ-અલગ નામથી રચવામાં આવ્યા. દિલ્હીના સાત શહેરોના આ તથ્ય હવે જૂના થઇ ચૂક્યા છે. જો કોઇ બારીકાઇથી દિલ્હીના સ્વરૂપને જોઇએ તો દિલ્હીમાં 15 શહેરોની ગણતરી કરી શકાઇ. દિલ્હીમાં આવીને આક્રમણ કરનાર શાસક જીત મેળવીને આને રાજધાની બનાવીને શાસન ચલાવ્યા કરતા હતા.

આ રીતે દિલ્હીને રાજધાની બનાવવામાં તેમનું સપનું સાકાર થતું હતું. દૂર-દૂરના દેશોથી અને દૂર-દૂરના દેશોના ઘણા શાસકો આવ્યા અને અત્રે વસી ગયા. તેમણે આ ઐતિહાસિક શહેરને રાજધાની બનાવવાનું એલાન કર્યું. આનું એકમાત્ર અપવાદ 14મીના બાદશાહ મોહમ્મદ તુગલક હતા જે પોતાની રાજધાની પૂણેની નજીક દિલ્હીથી 700 કિલોમીટર દૂર દૌલતાબાદમાં લઇ ગયા. બાદમાં તેમને તેનો પછતાવો થયો.

વર્તમાન દિલ્હી મહાનગરમાં પૌરાણિક સમયના શહેર, અનેક અવશેષ, લુટિયન દિલ્હી અને આઝાદી બાદની એક પ્રકારની વિશેષતાની કૉવોનીઓથી અલગ-અલગ સામેલ છે. દિલ્હી જુદાજુદા શહેરોનું મિશ્રણ હોવા છતા પોતાની વિવિધ સંસ્કૃતિ, અનોખા પ્રાથમિક પાયા, રોજગારની તકો અને પોતાના ઐતિહાસિક અને પ્રવાસન મહત્વના સ્મારકો અને ઝડપથી બદલાતી તસવીર અને છબિના કારણે હજી પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. એ અનુભવાય છે કે દિલ્હીમાં જુદા જુદા આકાર અને સ્વરૂપના 15 શહેરો પૌરાણિક, ઐતિહાસિક અને ઝડપથી આધુનિક બની રહે શહેર દિલ્હીના અભિન્ન અંગ બની રહ્યા છે.

 પ્રથમ દિલ્હી

પ્રથમ દિલ્હી

દિલ્હીના પહેલા પૌરાણિક રાજસી શહેરને ધાર્મિક ગ્રંથ મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થના નામથી બતાવાયું છે. આ ગ્રંથમાં પાંડવો દ્વારા માંગવામાં આવેલા ત્યારના પાંચ- ગામ પાનીપત, સોનીપત, તિલપત, મારીપત, બાગપત, અને યમુના નદીના તટ પર વસેલી પ્રથમ દિલ્હી ઇન્દ્રપ્રસ્થથી થોડેક દૂર કુરુક્ષેત્રનો પણ ઉલ્લેખ છે. હજારો વર્ષ પહેલા કૌરવોએ આ શહેરને બનાવ્યું હતું પરંતુ હવે તેના અવશેષો દેખાતા નથી. ત્યારબાદ વસેલા પહેલાના તમામ શહેરો રાજા મહારાજાઓની પસંદ અને ડિઝાઇન અનુરૂપ બનાવવામાં આવેલા કિલ્લાની આસપાસ વસ્યા હતા.

બીજી દિલ્હી

બીજી દિલ્હી

આધુનિક કાળમાં દિલ્હીના દક્ષિણમાં પહેલું શહેર લાલકોટ બન્યું. આને તોમર નરેશ અંગપાલે વિકસિત કર્યું હતું. આ શહેરને દિલ્હીના પહેલા લાલકિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે લાલકોટનું નિર્માણ 1050માં કરવામાં આવ્યું. આ કિલ્લાના ઘણા દ્વાર હતાં, જેમાંથી ગજની ગેટ, સોહન ગેટ, રંજીત ગેટનો પણ સમાવેશ થાય છે.

ત્રીજી દિલ્હી

ત્રીજી દિલ્હી

દિલ્હીનું ત્રીજું શહેર પણ દક્ષિણમાં હતું, જેને કિલ્લા રાય પિથૌરા કહેવામાં આવ્યું. મહરૌલીની નજીક લાલકોટ અને કિલ્લા રાય પિથૌરા આજે પણ પોતાના વૈભવની સાબિતિ આપી રહ્યું છે. દિલ્હીમાં બલશાલી ચૌહાણ રાજપૂતોના પ્રવેશના સમયે પૃથ્વી રાજ ચૌહાણે રાજકોટ પર નિયંત્રણ જમાવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેમના જ નામ પર 12મી સદીનું આ શહેર પણ વસ્યું. આના પણ 13 દરવાજા હતા. કહેવાય છે કે કિકા અંક રાજા માટે અશુભ સાબિત થયો અને તેનું રાજ્ય વિખેરાઇ ગયું.

ચોથી દિલ્હી

ચોથી દિલ્હી

ચોથુ શહેર પણ દક્ષિણમાં વસ્યું. અલાઉદ્દીન ખિલજીએ 1303માં મંગોલો પાસે પોતાના રાજ્યની રક્ષા માટે લીધેલા સિરી કિલ્લાનું નિર્માણ કરાવ્યું. કહેવામાં આવે છે કે આ શહેરને મુસ્લિમ સમુદાયે બનાવ્યું અને તેની કલ્પના કરી. શાહપુર જઠ ગામની આસપાસ આ શહેરના અવશેષ આજે પણ મળી આવે છે.

પાંચમી દિલ્હી

પાંચમી દિલ્હી

પાંચમું શહેર પણ દક્ષિણમાં વસાવવામાં આવ્યું, પરંતુ આ પહેલાના શહેરોથી દક્ષિણમાં ઘણું દૂર હતું. તુગલકાબાદ કિલ્લા બદરપુર અને તુગલકાબાદ શૂટિંગ રેંજની પાસે છે. આનું નિર્માણ 1320ની આસપાસ ગ્યાસુદ્દીન તુગલકના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું.

છઠ્ઠી દિલ્હી

છઠ્ઠી દિલ્હી

દિલ્હીનું છઠ્ઠું શહેર જહાંપનાહ ચિરાગ ગામની નજીક હતું. જહાપનાહના નામ પર આ ગામની આસપાસ એક વન વિકસિત કરવામાં આવ્યું. મોહમ્મદ બિન તુગલકે આ શહેર પર 1325થી 1351 સુધી શાસન કર્યું.

સાતમી દિલ્હી

સાતમી દિલ્હી

સાતમું શહેર મધ્ય દિલ્હીમાં હતું. આ શહેરને આજે પણ પીઢી ફિરોઝશાહ કોટલાના નામથી ઓળખે છે. આ સ્થાન ફિરોઝશાહ કોટલા ક્રિકેટ મેદાનથી પણ જાણીતું છે. ફિરોઝશાહ તુગલકે આ કિલ્લાના નિ ર્માણ કર્યું અને અત્રેથી 1351થી 1388 સુધી ચલાવ્યું.

આઠમી દિલ્હી

આઠમી દિલ્હી

દિલ્હીના આઠમા શહેરના રૂપમાં શેરશાહ સૂરીએ આઠમાં શહેર શેરગઢને વસાવ્યું. શેરશહ સૂરીને વર્તમાન જીટી રોડના નિર્માતા બતાવવામાં આવે છે.

નવમી દિલ્હી

નવમી દિલ્હી

નવમું શહેર દીનપનાહ હુમાયુએ બનાવ્યું. નવમું શહેર મથુરા રોડ, ચિડિયાઘર અને કાકા નગરની આસપાસ ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બન્યા હતા. શેરગઢ એટલે કે જુનો કિલ્લો શહેર હુમાયુના દીનપનાહ મથુરા રોડ પર આમને સામને વિકસિત થયા.

દસમી દિલ્હી

દસમી દિલ્હી

દસમું શહેર શાહઝહાનબાદ ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે આના જૂના ગૌરવને ફરી પાછા મેળવવાની ચર્ચા હંમેશા કરવામાં આવે છે.

અગિયારમી દિલ્હી

અગિયારમી દિલ્હી

આઝાદી પહેલા અંગ્રેજોએ નવી દિલ્હી વસાવી. જાણીતા વાસ્તુકાર લૂટિયને આની કલ્પના કરી અને આનું નિર્માણ 1911થી 1947 દરમિયાન કરવામાં આવ્યું.

બારમી દિલ્હી

બારમી દિલ્હી

દેશના વિભાજન બાદ પાકિસ્તાનથી આવેલા લાખો આશ્રિતોને વસાવવા માટે 12મી દિલ્હીને વસાવવામાં આવી. કેટલાંક આશ્રિતોને કંઇક અસ્થાઇ આશ્રય હવે મહેલ જેવા ઘર લાગી રહ્યા છે.

તેરમી દિલ્હી

તેરમી દિલ્હી

તેરમી દિલ્હી ડીડીએએ 13મી દિલ્હી વિકસિત કરી. આ અંતર્ગત ઘણી કોલોનિયો અને દ્વારિકા, રોહિણી અને નરેલાથી ઉપનગર વસાવ્યા.

14મી દિલ્હી

14મી દિલ્હી

14મી દિલ્હીમાં બિનઅધિકૃત કોલોનિયો અને સ્લમ વસ્તિઓનો સમૂહ સામેલ છે.

પંદરમી દિલ્હી

પંદરમી દિલ્હી

15મી દિલ્હી સહકારી વસાહત સોસાયટીઓની દિલ્હી છે જેમાં ગગનચુંબી ઇમારતો અને ફ્લેટ્સ બનેલા છે.

સોળમી સદી

સોળમી સદી

દિલ્હીમાં 16માં શહેરમાં 16માં શહેર વસાવવા માટે હવે જગ્યા નથી બચી. જો ક્યાંય 16મી દિલ્હી બની તો તે આકાશમાં લટકતી હશે. જેમાં માત્ર મેટ્રો અને ઓવરબ્રિઝની ભરમારની સાથે ગગનચૂંબી ઇમારત હશે.

English summary
Do you know there are 16 Delhis in India. Yes here we are talking about Delhi from Pandavas to Modern structure of the capital. Here are interesting facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more