For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા હોશ ઉડાવી દેશે ભૂંકપના આ 10 તથ્યો

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા. અંદાજે 7.5ની તીવ્રતાવાળા આ ભૂંકપે અનેક લોકોને સફાળા ભગાડ્યા. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં છે. અને નેપાળમાં આના કારણે મોટા પ્રમાણમાં નુક્શાન પણ થયું છે. તો બીજી તરફ ભારતના પણ કેટલાક વિસ્તારોમાંથી જાનમાલના નુક્શાનની ખબરો આવી રહી છે.

ત્યારે આજે અમે તમને ભૂંકપથી જોડાયેલા કેટલાક તેવા રસપ્રદ અને ચોંકવનારા 10 તથ્યો કહેવાના છીએ જે આ પહેલા તમે કદી નહીં સાંભળ્યા હોય. તો પછી જો તા જાવ આ ફોટાસ્લાઇડર અને ભૂકંપ વિષે વધુ માહિતી મેળવતા રહો.

ભૂંકપ

ભૂંકપ

કેટલાક તેવા રસપ્રદ અને ચોંકવનારા 10 તથ્યો કહેવાના છીએ જે આ પહેલા તમે કદી નહીં સાંભળ્યા હોય

ટેક્ટોનિક્સમાં વધારો

ટેક્ટોનિક્સમાં વધારો

સીજમોલોજી વિશેષજ્ઞોના મત મુજબ પાછલા 15 વર્ષમાં પૃથ્વીના ટેક્ટોનિક્સની ગતિમાં વધારો થયો છે. સરળ શબ્દોમાં કહીએ તો પૃથ્વીની અંદરની પ્લેટની મૂવમેન્ટ પ્રાકૃતિક રીતે વધી રહી છે.

સૈનફ્રાન્સિસ્કોનો વિકાસ

સૈનફ્રાન્સિસ્કોનો વિકાસ

તમને જાણીને નવાઇ લાગશે કે સૈનફ્રાન્સિસ્કો 2 ઇંચ પ્રતિ વર્ષની ગતિથી લૉસ એંજેલસ તરફ વધી રહ્યો છે. અને અમુક કરોડ વર્ષ બાદ આ બન્ને શહેર આપસમાં મળી જશે.

કૈલિફોર્નિયાનો સમુદ્ર તટ

કૈલિફોર્નિયાનો સમુદ્ર તટ

કેટલાક કરોડ વર્ષ બાદ કૈલિફોર્નિયાનો સમુદ્ર તટ પૂરી રીતે પૂરો થઇ જશે. કારણ કે ત્યાં સુધી તે જગ્યાએ સૈનફ્રાંસિસકો આવી જશે.

ઉત્તરની તરફ વધી રહ્યું છે દક્ષિણ ભારત

ઉત્તરની તરફ વધી રહ્યું છે દક્ષિણ ભારત

ભારતનો દક્ષિણ વિસ્તાર પ્રતિ વર્ષ 1 ઇંચની ગતિથી ઉત્તરની તરફ વધી રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કરોડો વર્ષ બાદ ચેન્નઇ આજે જ્યાં ભોપાલ છે ત્યાં આવી જશે.

હિમાલયનું ચોથું લેયર

હિમાલયનું ચોથું લેયર

ભારતનો દક્ષિણ વિસ્તાર ઉપરની તરફ આવવાને કારણે હિમાલયની ચોથું લેયર ઉભરીને આવશે. અનેક કરોડ વર્ષ બાદ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ આ શ્રૃંખલામાં આવેલા હશે.

લખનઉ, કાનપુર પહોડોમાં

લખનઉ, કાનપુર પહોડોમાં

હિમાલયમી ચોથી શ્રૃંખલા આવવાથી લખનઉ, ભોપાલ, કાનપુર, પટના જેવા શહેરો પહાડોમાં પરિવર્તિત થઇ જશે. અને ગંગા નદી આ પહાડો વચ્ચે ઝરણાં રૂપે નીકળશે. જો કે આ થતા કરોડો વર્ષો લાગી જશે.

દર વર્ષે પાંચ લાખ ભૂંકપ

દર વર્ષે પાંચ લાખ ભૂંકપ

પુરી દુનિયામાં દર વર્ષે લગભગ 5 લાખ ભૂકંપ આવે છે. પણ તેની તીવ્રતા ઓછી હોવાના કારણે લોકોને તેની ખબર નથી પડતી.

ચીલી 10 ફીટ ખસ્યું

ચીલી 10 ફીટ ખસ્યું

27 ફેબ્રુઆરી 2010માં આવેલા 8.8 તીવ્રતાવાળા ભૂંકપથી ચીલી શહેર પશ્ચિમની તરફ 10 ફીટ સુધી ખસ્યું.

દુનિયાનો સૌથી મોટો ભૂંકપ

દુનિયાનો સૌથી મોટો ભૂંકપ

દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ભૂંકપ 9.5 તીવ્રતાનો હતો જે 22 મે 1960માં આવ્યો હતો.

ભૂકંપની પ્રીમેચ્યોર ડિલિવરી

ભૂકંપની પ્રીમેચ્યોર ડિલિવરી

શું તમને ખબર છે કે ભૂકંપ દરમિયાન ગર્ભવતી મહિલાઓમાં પ્રસવની આશંકા 90 ટકા વધી જાય છે. તેનું ઉદાહરણ ન્યૂઝિલેન્ડમાં જોવા મળ્યું જ્યાં ભૂકંપ બાદ શિશુના જન્મદરમાં વધારો જોવા મળ્યો.

English summary
Interesting Facts about Earthquake and india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X