For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teacher's Day 2018: દેશના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈએ આવી રીતે બદલી લોકોની સોચ

દેશના પહેલા મહિલા શિક્ષિકા વિશેની રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

આપણા દેશની પહેલી મહિલા શિક્ષિકા, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી સાવિત્રીબાઈ ફુલેનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી શિક્ષક દિવસની વાત અધૂરી રહે છે, સાવિત્રીબાઈના ઉલ્લેખ વિના મહિલાઓનું ગુણગાન ન થઈ શકે. સાવિત્રીબાઈ ફુલે માત્ર શિક્ષિકા જ નહીં બલકે એક માર્ગદર્શક અને લોકો માટે મિસાલ હતાં, જેમણે પોતાના દમ પર દુનિયા જીતી અને મહિલાઓને સ્વાભિમાન સાથે જીવવા માટે પ્રેરિક કરી.

દેશના પહેલા મહિલા ટીચર સાવિત્રીબાઈ ફુલે

દેશના પહેલા મહિલા ટીચર સાવિત્રીબાઈ ફુલે

તમને જણાવી દઈએ કે ભારતની આ મહાન દીકરીનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેના લગ્ન 1840માં જ્યોતિબા ફુલે સાથે થયાં હતાં. સમાજની રૂઢિઓને તોડનાર સાવિત્રીબાઈ ફુલેએ પોતાના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે સાથે મળીને સ્ત્રીઓના અધિકારો અને શિક્ષા માટે કેટલાંય કાર્યો કર્યાં હતાં.

ગર્લ્સ સ્કૂલના પહેલા પ્રિન્સિપલ

ગર્લ્સ સ્કૂલના પહેલા પ્રિન્સિપલ

સાવિત્રીબાઈ ફુલે ભારતની ગર્લ્સ સ્કૂલના પહેલા પ્રિન્સિપલ હતાં અને પહેલી કિસાન સ્કૂલના સંસ્થાપક પણ હતાં. 1848માં એમણે પુણેમાં પહેલી મહિલા સ્કૂલ ખોલી હતી, લોકોને પ્રેમની ભાષા શીખવનાર સાવિત્રીબાઈને સામાજિક સુધાર આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ મહિલાના રૂપમાં જોવામાં આવે છે.

મહિલાઓના હક માટે કામ કર્યું

મહિલાઓના હક માટે કામ કર્યું

સાવિત્રીબાઈના જીવનનો ઉદ્દેશ્ય મહિલાઓના હક માટે કામ કરવાનો હતો, તેઓ સતત વિધવા વિવાહ, છૂતઅછૂત વિરુદ્ધ લડાઈ લડતા રહ્યાં, એમણે મરાઠીના આદિકવિયત્રીના રૂપમાં પણ ઓળખવામાં આવતાં હતાં. તેઓ સમગ્ર દેશ માટે મહાનાયિકા હતાં.

લોકો શું વિચારે તેનાથી કંઈ જ ફરક નહોતો પડતો

લોકો શું વિચારે તેનાથી કંઈ જ ફરક નહોતો પડતો

આ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકોઆ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકો

English summary
Savitribai Jyotirao Phule was india's first lady teacher, here is interesting facts about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X