For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગદ્દર ફિલ્મના સ્ટીમ એન્જીન ‘અકબર’ની રોમાંચક યાત્રા

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર બાફના એન્જીનથી ચાલતી બે ડબ્બાની પ્રવાસી ટ્રેન દિલ્હીથી અલવર વચ્ચે શરૂ કરવામાં આવી છે. આ રેલનો અવાજ વીતેલા દિવસોની યાદ તાજી કરાવશે અને તેનાથી પણ વધુ બાફના એન્જીનથી નિકળતો કાળો ધૂમાડો અને છૂક-છૂકની ધ્વની રોમાંચ પેદા કરશે.

આ રેલ સેવા દિલ્હી છાવની સ્ટેશનથી શરૂ થઇને રેવાડી થઇ 138 કિમીનું અંતર નક્કી કરી રાજસ્થાનના અલવર સુધી જાય છે. આ યાત્રા પેકેજમાં અલવર નજીક સરિસ્કા રાષ્ટ્રીય પાર્કની યાત્રા પણ સામેલ છે.

આ સીઝનમાં આ સેવા આ મહિનાથી એપ્રિલ 2014 સુધી પ્રત્યેક મહિને બીજા અને ચોથા શનિવારે ઉપલબ્ધ હશે. યાત્રા દરમિયાન રેલમાં આઇઆરસીટીસી અને વિશ્રામ સ્થળો પર રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના સહયોગથી આતિથ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

48 વર્ષ જૂની આ લોકોમોટિવ રેલ ‘અકબર' ચિતરંજન લોકોમોટિવ વર્ક્સની બાફથી ચાલતી અંતિમ ગાડીઓમાંની એક છે. તેનુ નામકરણ મહાન મોગલ શાસક અકબરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રસિદ્ધ ધાવક મિલ્ખા સિંહના જીવન પર બનેલી ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવવાના કારણે પણ આ એન્જીન સમાચારોમાં હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ આ એન્જીન સાથે જાડોયલા અન્ય કેટલાક રોચક તથ્યોને.

મુગલ શાસકના નામ પર

મુગલ શાસકના નામ પર

48 વર્ષ જૂની આ લોકોમોટિવ રેલ ‘અકબર' ચિતરંજન લોકોમોટિવ વર્ક્સની બાફથી ચાલતી અંતિમ ગાડીઓમાંની એક છે. તેનુ નામકરણ મહાન મોગલ શાસક અકબરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

2012માં કરવામાં આવ્યું હતું રીપેર

2012માં કરવામાં આવ્યું હતું રીપેર

અકબર એન્જીનને ઓક્ટોબર 2012માં ઉત્તર રેલવેના અમૃતસર વર્કશોપમાં રીપેર કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ બાફના એન્જીનના નવીનીકરણમાં ખાસ વિશેષજ્ઞતા ધરાવે છે. બાફ એન્જીનોને ઘણા ઓછા સમયમાં ઉપયોગ કરી શકાય તે રીતે તૈયાર કરવા માટે આ વર્કશોપ જાણીતું છે. સ્ટીલ લોકોમોટિવના એક કેન્દ્રના રૂપમાં તે રેવાડી નજીક વિકસિત કરવામાં આવ્યું છે.

શેર એ પંજાબ અને અંગદનું રીપેરકામ

શેર એ પંજાબ અને અંગદનું રીપેરકામ

આ કેન્દ્ર પર કેસી-520, અકબર, શેર એ પંજાબ અને અંગદ સ્ટીમ લોકોનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે. રેવાડી સ્ટીમ લોકોમોટિવને ઓક્ટોબર 2010માં ઉત્તર રેલવેની એક વિરાસતના શેડના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

120 વર્ષ જુનો શેડ

120 વર્ષ જુનો શેડ

ઘણા ઓછા સમયમાં 120 વર્ષ જૂના આ શેડને વિશ્વના શાનદાર બાસ્પ શક્તિ કેન્દ્રના રૂપમાં બદલી નાંખ્યુ, જે પ્રવાસીઓ અને વિશ્વભરથી સ્ટીમ અંગે જિજ્ઞાસુઓને આકર્ષિત કરે છે. આ શેડને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલે 29 ફેબ્રુઆરી 2012ના રોજ નવીન પર્યટન ઉત્પાદ શ્રેણીમાં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કારથી સન્માનિત કર્યું.

અનેક ફિલ્મોનું થયું છે શૂટિંગ

અનેક ફિલ્મોનું થયું છે શૂટિંગ

રેવાડીના લોકોને કેટલીક હિન્દી ફિલ્મો, ગુરુ, ગાંધી માઇ ફાધર, રંગ દે બસંતી, ગદ્દર અને ભાગ મિલ્ખા ભાગમાં ચિત્રિત કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ભારતીય રેલવેનું રેવાડી એકમાત્ર બાસ્પ શક્તિ એન્જીન કેન્દ્ર છે, જ્યાં બ્રાંડ અને મીટર ગેજ બન્નેની અલગ-અલગ નવ એન્જીન કાર્યશાળાઓ છે. આ શેડમાં પ્રદર્શની સ્થળ, જલપાન સ્તર, પ્રતિક્ષાલય, અધિકારી વિશ્રામ સ્થલ અને એડવર્ડ-8 સેલૂન પણ વિકસાવવામાં આવ્યા છે.

વીડિયો

રેવાડીમાં હાલના સમયે એન્જીનોમાં નાક અને તારાથી સજ્જિત પ્રતિષ્ઠા પ્રાપ્ત ડબલ્યુપી 7161 અકબર એન્જીન છે. 1947 બાદ ભારતીય રેલની સવારી એન્જીનનું આ માનક ઉદાહરણ છે. આ એક પેસિફિક ક્લાસના બ્રોડ ગેડના એન્જીન 10 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે અને એક્સપ્રેસ રેલને ચલાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચિતરંજન લોકો વર્ક્સમાં નિર્મિત આ એન્જીન 1965માં પહેલીવાર સેવામાં લાવવામાં આવ્યું અને આજે પણ પર્યટન બાસ્પ એક્સપ્રેસ રેલને ચલાવવાની સેવામાં છે.

English summary
Interesting facts about Steam Engine Akbar, which you saw in many films like Rang De Basanti and Bhaag Milkha Bhaag. Watch video also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X