For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Union Budget 2016: સામાન્ય બજેટ જોડાયેલા રોચક તથ્યો

|
Google Oneindia Gujarati News

આજે દેશના નાણાં પ્રધાન અરુણ જેટલી સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ પર દેશ તમામ લોકોની નજર છે. ત્યારે સામાન્ય બજેટને લઇને કેટલાક રસપ્રદ અને રોચક તથ્યો કહેવાના છીએ. જે વિષે તમે ભાગ્યેજ જાણતા હશો.

તથ્ય

1. પંડિત જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન હતા જેમણે 1958-59માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.
2. કેન્દ્રિય બજેટ 1973-74ને "ભારતનું કાળું બજેટ" કહેવામાં આવ્યું હતું કારણ કે તેમાં 550 કરોડની ખોટ ગઇ હતી.
3. સી ડી દેશમુખ ભારતીય રિર્ઝવ બેંકના પહેલા ભારતીય રાજ્યપાલ હતા જેમણે અંતરિમ બજેટ 1951-1952 રજૂ કરવું પડ્યું હતું.
4. પહેલું અંતરીમ બજેટ આર.કે.સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

નેહરુ-ઇન્દિરા-રાજીવ

નેહરુ-ઇન્દિરા-રાજીવ

જવાહર લાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધા તેવા વડાપ્રધાનો છે જેમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યા હતા.

ડ્રીમ બજેટ

ડ્રીમ બજેટ

પી.ચિદમ્બરમના 1997-98ના બજેટને ડ્રીમ બજેટ કહેવામાં આવ્યું હતું.

1 એપ્રિલથી પ્રભાવ

1 એપ્રિલથી પ્રભાવ

જે પણ બજેટ સંસદમાં નાણાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે તે 1 એપ્રિલથી પ્રભાવી થાય છે.

મોરારજી દેસાઇ

મોરારજી દેસાઇ

સૌથી વધુ બજેટ રજૂ કરવાનો શ્રેય મોરારજી દેસાઇને જાય છે તેમણે 10 જેટલા બજેટ રજૂ કર્યા હતા. તેમના પહેલા કાર્યકાળમાં 5 અને એક અંતરિમ બજેટ અને બીજા કાર્યકાળમાં ત્રણ અને એક અંતરિમ બજેટ. અને તે નાણાં પ્રધાન અને વડાપ્રધાન બન્નેનો કાર્યભાર સાંભાળતા હતા.

પહેલા નાણાં પ્રધાન

પહેલા નાણાં પ્રધાન

મોરારજી દેસાઇ તેવા પહેલા નાણાં પ્રધાન હતા જેમણે 1964માં અને 1968માં 29 ફેબ્રુઆરી તેમના બર્થ ડે પર બજેટ રજૂ કર્યું હતું.

લોકસભા

લોકસભા

કેન્દ્રીય બજેટ હંમેશા પહેલા લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને પછી રાજ્યસભામાં.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી દેશની તેવી પહેલી મહિલા વડાપ્રધાન હતી જેમણે 1970-71માં નાણાંકીય પોર્ટફોલિયો સંભાળ્યો હતો.

25માં નાણાં પ્રધાન

25માં નાણાં પ્રધાન

ભારતમાં 1947થી અત્યાર સુધીમાં કુલ મળીને 25 નાણાં પ્રધાનો રહી ચૂક્યા છે જેમણે સંસદમાં બજેટ રજૂ કર્યા છે.

English summary
Arun Jaitley to present Union Budget on Feb 29, here is some Interesting facts about Union Budget, Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X