For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહાર રહેતા તમામ ગુજરાતીઓએ ઉત્તરાયણ તો ગુજરાતમાં કરવી, જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

14મી જાન્યુઆરીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે જો તમે ગુજરાતની બહાર રહેતા હોવ અને ગુજરાતી હોવ તો મારું માનો ટીકિટ કરાવી લો અને ઉપડી જાવ ગુજરાત અને સાથે તમારા તેવા મિત્રોને પણ સાથે લઇ જાવ જે ગુજરાતી નથી. કારણકે ભાઇ સો વાતની એક વાત ઉત્તરાયણની ગુજરાતની. ભલે તમે નાનામાં નાના ગામ મનાવો કે અમદાવાદ કે સુરત વડોદરા જેવા મોટા શહેરોમાં. અને હા જો તમે ઉત્તરાયણના સમયે ગુજરાતમાં ના રહ્યા હોવ તો એક વાર તો આ ઉત્તરાયણમાં ગુજરાત જજો જ.

માટે ભાગે આપણે દિવાળી ટાણે વતનમાં જતા હોઇએ છીએ. કે વતનમાં દિવાળી ટાણે આખા પરિવારને મળી શકાય. થોડો ઉલ્લાસ રહે લાગે કે ઉત્સવ કર્યો. પણ મારું માનો તો એક વાર દિવાળી સ્કીપ કરીને ઉત્તરાયણે ગુજરાત જાવ. ઉત્સવનો ઉત્સવે લાગશે, પરિવારોને પણ મણાશે બાળકોને પણ તમે ગુજરાતની ભવ્ય વિરાસત બતાવી શકશો અને ખાવાની બાબતે બાપુ જલસો પડી જશે.

જો તમને લાગતું હોયને કે હું આ વાત પર કેમ આટલો બધો ભાર આપી રહી છે કે ઉત્તરાયણ તો ગુજરાતીએ વતનમાં જ કરી તો જાણો નીચેના કારણો જે વાંચીને તમને પણ થશે સાલું, લાવને ટિકીટ તો ચેક કરું!

આંતરાષ્ટ્રિય કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ

આંતરાષ્ટ્રિય કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ

દર વર્ષે અમદાવાદમાં આંતરાષ્ટ્રિય કાઇટ ફ્લાંઇલ ફેસ્ટિવલ ઉજવાય છે. વળી વડોદરા અને સુરતમાં અને સફેદ રણમાં પણ આના કાર્યક્રમો થાય છે. આ વખતે અમદાનાદમાં 10 અને11 જાન્યુઆરીએ રીવર ફન્ટ્ર પર આ કાર્યક્રમ થશે. જો તમારે નાના બાળકો છે તો તેમને તમારે આ ફેસ્ટિવલ એક વાર તો દેખાડવાનો જ રહ્યો.

કાઇ પો છે....

કાઇ પો છે....

છેલ્લી તમે આવી બૂમ ક્યારે જોશથી પાડી હતી. નાનપણમાં ને! તો પછી બહાર રહીને આકાશમાં કાગડા દેખવાના બદલે થોડા દિવસ તો વીતાવો ગુજરાતમાં...

ઇટ્સ ઓલ અબાઉટ મ્યૂઝિક

ઇટ્સ ઓલ અબાઉટ મ્યૂઝિક

સવારથી ગુજરાતના તમામ ધાબા પર જોર જોરથી ગીતો વાગે છે. તેવું લાગે છે કે જાણે ધાબા પર મોર્નિંગ પાર્ટી ચાલતી હોય

તમે પતંગ ઉડાડતા ના આવતી હોય તો કંઇ વાંધો નહીં

તમે પતંગ ઉડાડતા ના આવતી હોય તો કંઇ વાંધો નહીં

જો તમે તેમ વિચારતા હોવ કે મને પતંગ ઉડાવતા ક્યાં આવડે છે તો પછી જવાનો શું મતલબ. તો જણાવી દઉં કે આ તમારી ભૂલ છે પતંગ આવડે કે ના આવડે ધાબા પર ચઢશોને તો કોઇને કોઇ બે મિનિટ તો પતંગ આપશે ચગાવવા અને તેથી વધુ જે આકાશમાં પતંગોને ઉડતી જોવાની મઝાને આહો હો... અવર્ણીય! બેસી રહેશો ધાબા તોય મઝા આવશે.

ઠંડીમાં ખાવાની મઝા

ઠંડીમાં ખાવાની મઝા

શિયાળામાં ઉત્તરાયણ વખતે જાત જાતની ચક્કી અને શિયાળું પાક. જેવા કે પેંત, અડધિયાના લાડુ મળે છે. જેની ઠંડકમાં ખાવાની મઝા જ કંઇક વિશેષ છે.

ઉધિયાને કેમ ભૂલાય!

ઉધિયાને કેમ ભૂલાય!

ઉત્તરાયણ વખતે મોટા ભાગે ધાબા પર ખાવાની પાર્ટી થાય છે ઊંધિયાથી લઇને જાત જાતના વસ્તુઓ જેમ કે ગાજરનો હલવો, મસાલા વાળી ચા ધાબે બેસીને ખાવાની મઝા જ કંઇક ખાસ છે.

સુરતની ઉત્તરાયણ માણી કે નહીં?

સુરતની ઉત્તરાયણ માણી કે નહીં?

ઉત્તરાયણ વખતે સુરત મહેમાનગતિ માનવી સૌથી શ્રેષ્ઠ રહેશે જો તમે ખાવાનો શોખીન હોવ તો. કારણ કે આ સમયે ત્યાં લોચો તથા પોંકના ભજિયા, પોંકની કચોરી, જેવી પોંક એટલે કે તાજા ધાનની લજીજ વસ્તુઓ મળે છે. જેને મિસ કરવી મહાપાપ છે!

English summary
Let's take a look towards the kite festival in Ahmedabad 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X