#Women'sDay: 8 માર્ચનો દિવસ કેમ કહેવાય છે વિશ્વ મહિલા દિવસ?
8 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ઇન્ટરનેશનલ વૂમન્સ ડે ની ઉજવણી કરે છે. નારી સન્માનનો આ દિવસ દરેક મહિલા ને તેના અસ્તિત્વનો અનુભવ થાય, તે માટે ઉજવવામાં આવે છે. વિશ્વ મહિલા દિવસ ઉજવવાની શરૂઆત કઇ રીતે થઇ? આવો જાણીએ..

મતદાનનો અધિકાર
મહિલાઓને મતદાનનો અધિકાર મળે એ માટે વિશ્વ મહિલા દિવસ ઉજવવાની શરૂઆત થઇ હતી. એ સમયે ઘણા દિવસો એવા હતા, જ્યાં મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં નહોતો આવ્યો.

28 ફેબ્રુઆરી, 1909
આ દિવસ સૌ પ્રથમ અમેરિકામાં 28 ફેબ્રુઆરી, 1909ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આખરે ફેબ્રુઆરીના અંતિમ રવિવારને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવાની મંજૂરી આપવામાં આવી. ત્યાર બાદ વર્ષ 1990માં સોશ્યલિસ્ટ ઇન્ચરનેશનલના કોપેનહેગનના સંમેલનમાં મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ.

8 માર્ચનો દિવસ, મહિલાઓને નામ
વર્ષ 1917માં રશિયન મહિલાઓએ વિરોધ નોંધાવ્યો, કારણ કે ત્યાં જુલિયન કેલેન્ડર માન્ય હતું અને સમગ્ર વિશ્વમાં ગ્રેગેરિયન કેલેન્ડર. જે અનુસાર છેલ્લો રવિવાર 8 માર્ચના રોજ આવતો હતો. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે, આથી ચોથો રવિવાર માર્ચમાં ગણાય, આ રીતે આખા વિશ્વમાં 8 માર્ચનો દિવસ વિશ્વ મહિલા દિવસ તરીકે માન્ય ઠર્યો.

દરેક મૌલિક અધિકાર પ્રાપ્ત
ભારતમાં દરેક મહિલાને શિક્ષણ અને મતદાન સહિત દરેક મૌલિક અધિકાર પ્રાપ્ત છે. મહિલાને તેમના પતિની સંપત્તિમાં પણ બરાબરનો હક પ્રાપ્ત હોય છે.

શ્રદ્ધા અને સન્માન
મહિલાઓના સન્માન માટે ઘોષિત કરવામાં આવેલા આ દિવસનો હેતુ માત્ર મહિલાઓ માટે શ્રદ્ધા અને સન્માન બતાવવાનો નથી. કોઇ પણ જીવનનું સર્જન નારી વિના શક્ય નથી, માટે જ આ દિવસ નારીના આર્થિક, રાજકારણીય અને સામાજીક ઉપલબ્ધિઓના સન્માનમાં ઉજવાય છે.