
મહિલા દિવસઃ કરોડો કમાય છે આ 8 સૌથી સેક્સી અભિનેત્રીઓ, ફોટાથી લગાવે છે ઈન્ટરનેટ પર આગ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે એ જાણવુ જરૂરી છે કે છેવટે ટીવીની દુનિયામાં કઈ અભિનેત્રીઓ રાજ કરે છે. કે જે પડદા પર પોતાની વહુ, દીકરી કે પછી હીરોઈન ઈમેજ માટે દર મહિને કરોડની કમાણી કરે છે પરંતુ પડદાની બહાર પોતાની અંગત જીંદગીમાં હૉટ અને બોલ્ડ અભિનેત્રી હોવાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. ફિલ્મોમાં અમુક જ એવી અભિનેત્રીઓ છે કે જે નામ કમાઈ શકે છે. જો કે નાનો પડદો મહિલાઓને ઉંચી ઉડાન આપવામાં સૌથી વધુ સફળ રહ્યો છે. કોવિડ-19ના માહોલમાં પણ આ બધી અભિનેત્રીઓએ ટીવી અને વેબની દુનિયામાં પોતાની અદાઓ અને બોલ્ડનેસનો એવો જલવો વિખેર્યો જેના પરથી તમે નજર નહિ હટાવી શકો. તો ચાલો, અમે તમને જણાવીએ એ નામ કે જે ટીવીની દુનિયામાં કરોડોની કમાણી પણ કરી રહ્યા છે અને પોતાની હૉટ અદાઓથી ફેન્સના દિલની ધડકનો પણ વધારી રહ્યા છે. ગૌહર ખાન પણ આ લિસ્ટનો હિસ્સો છે, તે એક એપિસોડ માટે 2 લાખ સુધી ચાર્જ કરે છે. બાકી જુઓ આખુ લિસ્ટ...

હિના ખાન
યે રિશ્તા ક્યા કહેલાતા હેથી બિગ બૉસ 11 સુધી હિના ખાને ખુદને સંસ્કારી ઈમેજમાંથી કાઢીને સુપર બોલ્ડ બનાવી. આજે તે દર મહિને એક લાખથી વધુની કમાણી કરે છે.

રુબીના દિલેક
રુબીના દિલેક બિગ બૉસ 14ની કમાણી સાથે ઘણી આગળ છે. બિગ બૉસ જીત્યા પહેલા રુબીના દર મહિને લગભગ 1મહિનાની કમાણી કરી લેતી હતી. વળી, મીડિયા રિપોર્ટ અનુસાર રુબીના દિલેકે બિગ બૉસ 14ના 19 વીક શોમાં રહીને દરેક વીક 5 લાખના હિસાબે 95 લાખ કમાઈ લીધા છે.

નિયા શર્મા
નિયા શર્માએ ટીવી શો જમાઈ રાજાથી લઈને વેબ સીરિઝ સુધીની સફર કાપી છે. પોતાના હૉટ ફોટાના કારણે તે એશિયાની સૌથી સેક્સી અભિનેત્રીઓમાં શામેલ છે. નિયાની દર મહિનાની કમાણી 1 લાખ આસપાસ છે.

મૌની રૉય
ટીવીની નાગિન મૌની રૉય ભલે ફિલ્મો બાજુ જતી રહી હોય પરંતુ ટીવીથી ફિલ્મ સુધીમાં તેની ફી પણ વધુ થઈ છે. ટીવીમાં જ્યાં તે દરેક શો પાછળ 5 લાખથી 6 લાખ કમાતી હતી. ત્યાં ફિલ્મોમાં તેની ફી 20થી 30 લાખ દર મહિને જણાવવામાં આવે છે. માત્ર કોઈ ટીવી શોમાં ગેસ્ટ બનીને આવવા માટે તે 5થી 7 લાખ ચાર્જ કરે છે.

જેનિફર વિંગેટ
જેનિફર વિંગેટ ટીવીનો લોકપ્રિય અને સુંદર ચહેરો છે. જેનિફરને એક શો માટે 2 લાખની ફી દર એપિસોડ દીઠ મળે છે.

રશ્મિ દેસાઈ
બિગ બૉસ 13થી આવ્યા બાદ રશ્મિ દેસાઈની ડિમાન્ડ પણ વધી છે. તે દરેક શો માટે દરેક દિવસની ફી 1થી 2 લાખ લે છે. બિગ બૉસથી તેણે દર વીક 2 લાખની કમાણી કરી હતી.

શ્રૃતિ ઝા
ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે પ્રજ્ઞા એટલે કે શ્રૃતિ ઝા. તે દરેક એપિસોડના 1 લાખ ચાર્જ કરે છે. ટીવી શો પર તે વહુની ઈમેજ જ્યારે રીલ લાઈફમાં તે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

શ્વેતા તિવારી
શ્વેતા તિવારીની પણ ડિમાન્ડ વધુ છે. તે એક શોના દરેક દિવસની ફી 1 લાખ આસપાસ ચાર્જ કરે છે. તે રોજેરોજ પોતાના નવા ફોટોશૂટ અને બોલ્ડ અંદાજથી લાઈમલાઈટમાં રહે છે.