For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને વડાપ્રધાન બનાવવા માંગે છે રાહુલ ગાંધી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[ઇશ્વર આશીષ] કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેશ દેશના અલગ-અલગ ભાગોમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે તેમને રાજસ્થાનમાં પહેલી ચુરૂ અને પછી અલવરમાં જનતાને સંબોધિત કરી. બંને જગ્યાના ભાષણ સાંભળ્યા બાદ એ સ્પષ્ટ થવા લાગ્યું કે રાહુલ ગાંધી પોતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માંગે છે. તમે આને મજાક સમજી રહ્યાં હશો, પરંતુ રાજકીય રણભૂમિમાં રથ પર સવાર રાહુલ ગાંધી એવું નથી કરી રહ્યાં, જે મોદીના રથને રોકી શકે.

રાજસ્થાનને જ લઇ લો આ ફક્ત એક સંયોગ તો નહી કહેવામાં આવે છે કે તેમનું ભાષણ બંને જગ્યાએ એક જેવું હતું. જો તમે કંઇક ભાવનાત્મક વાક્યોને હટાવીએ દેશો તો રાહુલ ગાંધીનું ભાષણ દરેક જગ્યાએ એકસરખું હતું. જો કે શ્રોતાઓને ખાસ પ્રભાવિત કરતું નથી. આપણે એવું ન કહી શકીએ કે ફક્ત ભાષણ આપવાથી નેતા મોટો બની જાય છે, પરંતુ એ પણ એક સત્ય છે કે પ્રભાવશાળી ભાષણ જ શ્રોતાઓને કોઇપણ નેતા સાથે જોડવાનું કામ કરે છે.

જો નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમની ભાષણ શૈલી, ભાષણના તત્વ સ્ત્રોતાઓમાં એક ઉત્સાહ પેદા કરી રહ્યાં છે. અત્યાર સુધી દેશના જે ભાગોમાં મોદીની રેલીઓ થઇ તેમને સાંભળવા માટે ભારે ભીડ જમા થઇ. હવે જો કામની વાત કરીએ તો નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત મોડલ દ્વારા દેશ વિદેશની જનતાને પ્રભાવિત કર્યા છે. તો મીડિયા ચેનલોને પણ તેનો પ્રચારમાં કોઇ કસર છોડી નથી. નરેન્દ્ર મોદી જે કંઇપણ કરી રહ્યાં છે, વો ચૂંટણી જીતવા માટે કરી રહ્યાં છે.

rahul-gandhi

સવાલ એ ઉભો થાય છે કે રાહુલ ગાંધી શું કરી રહ્યાં છે? જો નરેન્દ્ર મોદી તીર ચલાવે છે, તો રાહુલ ગાંધી દ્વારા ઓછામાં ઓછું એક તીર ચલાવવું જોઇએ. એવું નથી થઇ રહ્યું. એવામાં શું એમ નથી લાગતું કે કોંગ્રેસે રાહુલના રૂપમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઓછા અનુભવી અને જમીની સ્તરની સમજ ન ધરાવનાર નેતાને ઉતાર્યા છે.

રામપુર, અલીગઢમાં જે પ્રકારે રાહુલ ગાંધીને ભાષણ આપ્યું, તે પ્રકારના તે જેટલા ભાષણ આપશે, એટલીવાર મોદીના વોટ પાકા થશે. સાચું કહીએ તો રાહુલની નબળાઇ ધીરે-ધીરે મોદીની દાવેદારીને મજબૂત કરી રહી છે. જો રાહુલ ગાંધી પોતાની ભાથામાંથી કોઇ બ્રહ્માસ્ત્ર કાઢી શક્યા નથી, તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતાં કોઇ નહી રોકી શકે.

English summary
Rahul Gandhi and Narendra Modi both are campaigning for their parties. But it looks like Modi is taking lead on Rahul, How? Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X