For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jagannath Yatra 2018: જાણો કેમ જગન્નાથ સાથે નીકળે છે બલરામ અને સુભદ્રાના રથ

વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ પુરી ધામમાં હાલમાં રથયાત્રા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય યાત્રાના આયોજન માટે મંદિર અને પૂજા કમિટી ઘ્વારા રથ પૂજાની તૈયારી માટે બેઠકો થવા લાગી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ પુરી ધામમાં હાલમાં રથયાત્રા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય યાત્રાના આયોજન માટે મંદિર અને પૂજા કમિટી ઘ્વારા રથ પૂજાની તૈયારી માટે બેઠકો થવા લાગી છે. આપણે જણાવી દઈએ કે આ વર્ષે રથયાત્રા 14 જુલાઇએ છે. દેશના ચાર ધામોમાંથી એક પુરીની આ રથયાત્રા જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોની ભીડ આવે છે. હંમેશા લોકો પૂછે છે કે રથયાત્રામાં રાધા અથવા રુક્મણિ નથી હોતા, પરંતુ બલરામ અને સુભદ્રા હોય છે. તેની પાછળ એક રસપ્રદ કારણ પણ છે.

કૃષ્ણએ ઊંગમાં લીધું રાધાનું નામ

કૃષ્ણએ ઊંગમાં લીધું રાધાનું નામ

પૌરાણિક કથાઓ અનુસાર દ્વારકામાં ભગવાન કૃષ્ણ ઊંગમાં અચાનક રાધે રાધે બોલી પડ્યા. ત્યાં હાજર રહેલી રાણીઓને આ સાંભળીને અચરજ થયું. જાગવા પર ભગવાન કૃષ્ણએ પોતાનો ભાવ પ્રગટ થવા દીધો નહીં. પરંતુ રુક્મણીને બીજી રાણીઓ કહી બેઠી કે વૃંદાવનમાં રાધા નામની એક ગોપી છે જેને પ્રભુ આપણી આટલી બધી સેવા ભક્તિ પછી પણ ભૂલી શક્યા નથી.

રુક્મણીએ રાધાના પ્રેમ વિશે જણાવ્યું

રુક્મણીએ રાધાના પ્રેમ વિશે જણાવ્યું

પરંતુ રાધા વિશે જણાવતા પહેલા રુક્મણીએ કહ્યું કે હું તેમના વિશે જણાવું છું પરંતુ માં સુભદ્રાને કહો કે તેઓ મહેલની પહેરેદારી કરે અને કોઈને પણ અંદર નહીં આવવા દે, પછી ભલે તે ભગવાન કૃષ્ણ પણ કેમ ના હોય. સુભદ્રા મહેલની બહાર જઈને બેસી ગયી. પરંતુ રુક્મણીના કથા શરુ કરતા જ ભગવાન કૃષ્ણ અને બલરામ અચાનક અન્તઃપુર તરફ આવતા જોવા મળ્યા.

શ્રીકૃષ્ણ અને રાધાની રાસલીલા

શ્રીકૃષ્ણ અને રાધાની રાસલીલા

સુભદ્રાએ કંઈક કારણ જણાવીને તેમને દરવાજા પર જ રોકી લીધા. પરંતુ અન્તઃપુરમાં ભગવાન કૃષ્ણ અને રાધાની રાસલીલાની વાર્તા કૃષ્ણ અને બલરામ બંનેને સંભળાઈ. તેને સાંભળવા માત્રથી કૃષ્ણ અને બલરામ બંનેના અંગ અંગમાં અદભુત પ્રેમ રસનો સંચાર થવા લાગ્યો. તેની સાથે સુભદ્રા પણ ભાવવિભોર થઇ ગયી. ત્રણેની એવી અવસ્થા થઇ ગયી કે ધ્યાનથી જોવા છતાં પણ તેમના હાથ અને પગ સ્પષ્ટ જોવા મળી રહ્યા ના હતા. આ માતા રાધિકાના મહાભાવનું ગૌરવપૂર્ણ દૃશ્ય હતું.

નારદે ભગવાન પાસે વરદાન માંગ્યું

નારદે ભગવાન પાસે વરદાન માંગ્યું

અચાનક નારદના આગમનથી તેઓ પહેલા જેવા થઇ ગયા. નારદે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આપ ત્રણેના જે મહાભાવમાં લીન મૂર્તિરૂપના મેં દર્શન કર્યા છે તેનો લાભ સામાન્ય લોકોને પણ મળવો જોઈએ, કારણકે આ પ્રેમનું ખુબ જ પવિત્ર રૂપ છે. ભગવાન કૃષ્ણ નારદની વાત પર હસ્યાં અને તથાસ્તુ બોલી પડ્યા. ત્યારથી આ યાત્રામાં જગન્નાથ જી, બલરામ અને સુભદ્રાના રથ નીકળે છે.

English summary
Ratha Yatra Chariot Festival is a Hindu festival associated with Lord Jagannath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X