• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જન્માષ્ટમી 2018: આ ત્રણ વર્ણથી બન્યું હતું શ્રીકૃષ્ણનું સ્વરૂપ, જાણો રહસ્ય

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જ્યારે જ્યારે ધરતી પર પાપ વધ્યા છે, ત્યારે ત્યારે ભગવાને કોઈના કોઈ સ્વરૂપે પૃથ્વી પર જન્મ લઈ સંસારને પાપીઓથી મુક્ત કરાવ્યો છે. આ જ રીતે શ્રી હરિ વિષ્ણુએ પણ અલગ અલગ અવતાર લઈને સંસારનો ઉદ્ધાર કર્યો છે.

આજે આપણે આ લેખમાં ભગવાન વિષ્ણુના જ અવતાર કૃષ્ણને નજીકથી જાણવાની કોશિશ કરીશું. આમ તો કાનુડા અંગે અનેક રસપ્રદ કથાઓ સાંભળેલી વાંચેલી હશે. ખાસ કરીને શ્રીકૃષ્ણની રાસલીલાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ પણ વાંચો: ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ

જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આવવાનો જ છે, આ શુભ ઘડી પર આપણે જાણીએ ભગવાન કૃષ્ણ અંગેની કેટલીક અજાણી વાતો.

આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી 2 સપ્ટેમ્બરના રોજ થવાની છે. દર વખતે જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. પહેલા દિવસે સંતો ઉજવણી કરે છે. જ્યારે બીજા દિવસે ભક્તો જન્માષ્ટમી ઉજવે છે.

આઠ અંકનું રહસ્ય

આઠ અંકનું રહસ્ય

ભાદરવાના રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં માતા દેવકીની કૂખે જન્મ લીધો. તેઓ દેવકી અને વસુદેવના આઠમા સંતાન હતા. કહેવાય છે કે કૃષ્ણના જન્મ પહેલા આકાશવાણી થઈ હતી કે દેવકી અને વસુદેવનું આઠમુ સંતાન જ કંસની મૃત્યુનું કારણ બનશે. એટલે એક એક કરીને કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા.

પરંતુ કૃષ્ણની હત્યા કરવામાં તે નિષ્ફળ રહ્યો. કૃષ્ણના જીવનમાં 8ના આંકનું ખૂબ જ મહત્વ છે. તેઓ દેવકી અને વાસુદેવના આઠમા પુત્ર હતા. તો તેમનો જન્મ પણ રાતના આઠમા મુહર્તમાં 12 વાગે થયો હતો.

ત્રણ રંગોના મિશ્રણથી બન્યું છે કૃષ્ણનું સ્વરૂપ

ત્રણ રંગોના મિશ્રણથી બન્યું છે કૃષ્ણનું સ્વરૂપ

શ્રીકૃષ્ણના રંગને લઈને પણ લોકોમાં જુદી જુદી માન્યતા છે. કોઈ તેમને શ્યામ કહે છે, તો કોઈ કાળા. પરંતુ હકીકતમાં કૃષ્ણ ન તો કાળા હતા કે ન તો શ્યામ. કૃષ્ણનો રંગ સફેદ અને વાદળી રંગનું મિશ્રણ છે. એટલું જ નહીં કૃષ્ણનું શરીર કોમળ અને સુંદર હતું, પરંતુ જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે તેમના કરતા વધુ તાકાતવાન કોઈ નહોતું.

કહેવાય છે કે કૃષ્ણ ફિટ રહેવા માટે કલારીપટ્ટુ અને યોગ વિદ્યાનો અભ્યાસ કરતા હતા. તેઓ આ બંને વિદ્યામાં પારંગત હતા. ભગવાનના શરીરમાંથી એક સુંદર સુગંધ આવતી હતી. આ સુગંધ રાતરાણી અને ચંદનની સુગંધનું મિશ્રણ હતી.

119 વર્ષની ઉંમરે પણ હતા યુવાન

119 વર્ષની ઉંમરે પણ હતા યુવાન

કૃષ્ણનો જન્મ મથુરામાં થયો, પરંતુ તેમનું જીવન વૃંદાવન, ગોકુલ જેવા સ્થળોએ વીત્યું. જેમ કે અમે તમને જણાવ્યુ કે ભગવાન ખૂબ જ સુંદર હતા અને તેઓ પોતાના આખા જીવનમાં આકર્ષક અને યુવાન રહ્યા. જી હાં, કૃષ્ણનું મૃત્યુ 119 વર્ષની ઉંમરે થયું હતું. ત્યાં સુધી તેઓ યુવાન જ દેખાતા હતા.

શ્રી કૃષ્ણની ફક્ત આઠ પત્નીઓ હતી

શ્રી કૃષ્ણની ફક્ત આઠ પત્નીઓ હતી

કહેવાય છે કે કૃષ્ણને 16 હજારથી વધુ પત્ની હતી. પરંતુ પટરાણી ફક્ટ 8 જ હતી. રુક્મિણી, સત્યભામા, જાંબવતી, મિત્રવંદા, સત્યા, લક્ષ્મણા, ભદ્રા અને કાલિંદી જ કૃષ્ણની પત્ની હતા. આ તમામ રાણીથી કૃષ્મને પુત્ર અને પુત્રીઓ પ્રાપ્ત થયા હતા.

આ ઉપરાંત તેમની કેટલીક પ્રેમિકાઓ પણ હતી, જેમાં રાધા અને લલિતા મુખ્ય છે. કહેવાય છે કે લલિતાને મોક્ષ ન મળવાને કારણે બીજા જન્મમાં તેઓ મીરા બન્યા હતા.

જન્માષ્ટમીની પૂજાનું શુભ મુહૂર્ત

જન્માષ્ટમીની પૂજાનું શુભ મુહૂર્ત

2 સપ્ટેમ્બર 2018ના રોજ સાંજે 20:47 વાગ્યાથી આઠમ શરૂ થશે. જે 3 સપ્ટેમ્બર 2018ના રોજ સાંજે 19:19 વાગે પૂર્ણ થશે.

પૂજાનો સમય - 23:58 થી 24:44 વાગ્યા સુધી

English summary
Janmashtami 2018: some unknown facts about lord krishna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X