• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે મદનિયાએ સૂંઢ મારી તમિલનાડુની CMને પાડી દીધા...

|

નીલગીરીસ, 31 જુલાઇ : ગઇકાલે મંગળવારે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા સાથે એવી ઘટના ઘટી ગઇ કે જેને જોઇને કોઇને પણ હસુ આવી જાય. સામાન્ય રીતે હંમેશા સુરક્ષા જવાનોથી ગેરાયેલા રહેલા નેતાઓ જ્યારે જાહેરમાં આવે છે અને આવી ઘટના ઘટી જાય ત્યારે ચોક્કસ ચહેરા પર હાસ્ય આવી જાય.

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ગઇકાલે નીલગીરીસમાં આવેલા મુદુમલાઇ ટાઇગર રિઝર્વની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હાથીઓને કેળા અને શેરડીના સાંઠા ખવડાવ્યા હતા. જયલલિતાનો હાથિયો સાથેનો અનુભવ તો સારો રહ્યો પરંતુ મદનિયા સાથેનો અનુભવ જરા આશ્ચર્યજનક રહ્યો.

હા ખરાબ હવામાનના કારણે બાય રોડ એમટીઆરની મુલાકાત લેવા અત્રે આવી પહોંચેલી મુખ્યમંત્રીને મદનિયાએ કઇક અગલ રીતે જ આવકાર આપ્યો. પહેતા તો તેણે જયલલિતાના હાથે શેરડીના સાઠાં ખાઇને મજા માણી પરંતુ શેરડીના સાઠાં પૂરા થઇ એટલે તેણે પોતાની સૂંઢથી જયલલિતાને હડસેલતા જાણે એવું કહ્યું હોય કે હવે તમે અહીં જતા રહો.

મદનિયાની સૂંઢ વાગતા જયલલિતા થોડા અચમચી ગયા પરંતુ સુરક્ષા જવાનોએ તેમને સંભાળી લીધા. જોકે તેમને કોઇ ઇજા પહોંચી નથી. અને ઉશ્કેરાયેલા મદનિયાને તેમનાથી દૂર લઇ જવામાં આવ્યું હતું. આખી ઘટના જુઓ વીડિયોમાં....

<center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/q5d3Odt0nIY" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
A marginal improvement in the weather enabled Chief Minister Jayalalithaa to make a trip by road to Mudumalai Tiger Reserve (MTR) near here on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X