• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રજ્ઞાચક્ષુઓનો એક પ્રવાસ, જેણે લોકોને ફરી માણસ બનાવ્યા!

|

આ વાત છે દિવ્યા કે. નામની એક યુવતીની, જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્વયંસેવક તરીકે બેંગ્લોરની એક સંસ્થા માટે કામ કરે છે. દિવ્યાએ પોતાના અનુભવને એક બ્લોગ કંઇક નીચે મુજબ શબ્દો લખ્યો છે. પણ તેનો અંત એટલો સરસ છે કે તે અંગે લખવાનું મન થઇ ગયું. નીચેનું લખાણ તેના શબ્દોમાં...

હું જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સંસ્થા માટે કામ કરું છું તેમની સાથે અમે બેંગ્લોરના જાણીતા અને 40 એકર વિસ્તારમાં ફેલાયેલા બોટનિકલ ગાર્ડનમાં પ્રવાસ પર ગયા હતા. આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને જ્યારે પણ પ્રવાસ પર લઇ જઇએ છીએ ત્યારે તેમના ચહેરાની ખુશી જોવા જેવી હોય છે. તે દિવસે ઝરમર ઝરમર વરસાદ પડતો હતો પણ તેમ છતાં બાળકો બસમાંથી હાથ બહાર નીકાળીને આવતી જતી ગાડીને સામે હાથ હલાવીને બાય બાય કહેતા હતા.

તે પછી બોટનિકલ ગાર્ડન પહોંચ્યા અહીં એક ટેકરી છે. જ્યાં હું મારા ગ્રુપના 6 વિદ્યાર્થીઓને લઇને ચડવાની શરૂઆત કરી. આ પહેલી વાર હતું જ્યારે બાળકો કોઇ ટેકરી ચડી રહ્યા હતા. મારું ગ્રુપ અન્ય ગ્રુપ કરતા વહેલું ચડી ગયું. તો ઉપર ચડીને ત્યાં નાસ્તો વેચતા લોકોએ અમને પૂછ્યું કે આ બાળકોને માટે કંઇક લેવું છે? મેં ખોટો જવાબ આપતા કહ્યું "ના. અમે વ્યવસ્થા કરી છે અમારે કંઇ નથી જોયતું"

એટલામાં એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી મને પૂછ્યું "મેડમ તમે કહેતા હતા કે આ ટેકરીથી અડધું બેંગ્લોર દેખાય છે તો મારું ઘર તમે જોઇ શકો છો? મેં તેને પૂછ્યું તારું ઘર કેવું છે તે કે બહુ મોટું અને વિશાળ. એટલામાં જ ત્યાં એક ફોટોગ્રાફર આવી આ બાળકો માટે મને 200 રૂપિયા આપવા લાગ્યો. મને કહે "રાખો મેડમ, છોકરાને કંઇક નાસ્તો કરાવજો મારા વતી". સામાન્ય રીતે આવા ફોટોગ્રાફરને હું કદી ભાવ નહતી આપતી. હંમેશા 1 મિનિટમાં ફોટો પડાવો કહી પાછળ ફરતા રહેતા હોય છે. પણ આજે તેની માણસાઇ જોઇને હું ચકિત રહી ગઇ. મેં તેને પુછ્યું તમે રોજનું કેટલું કમાવો છો? તેણે કહ્યું "સરેરાશ 1000 રૂપિયા જેવું કમાઇ લઉં છું." મેં કહ્યું "તેમ 1000 રૂપિયા કમાવો છું તેમાંથી તમે 200 બાળકોને આપી દીધા. તેને બહુ ખુશ થઇને કહ્યું હા મેડમ!... સાચે તે ક્ષણે મને થઇ ગયું કે મોટાઇ પૈસાથી નહીં મોટા મનથી આવે છે.

તે પછી અમે ટેકરીથી નીચે ઉતરવા લાગ્યા. જે ઝડપથી મારું ગ્રુપ ઉપર ચઢ્યું હતું તેનાથી બિલકુલ વિપરીત ખૂબ જ મહેનત લગાવી સૌથી છેલ્લે અમે નીચે ઉતર્યા. અને તેમાં એક છોકરી પડી પણ ગઇ. આ બાળકોને હેમખેમ નીચે લાવવા ખરેખર મારા માટે એક મોટી ટાસ્ક સમાન હતું.

પણ નીચે આવ્યા ત્યારે અન્ય બધા બાળકો આઇસ્ક્રીમ ખાતા હતા. તે જ વેન્ડર પાસે જેને મેં શરૂઆતમાં મેં ખોટું કહ્યું હતું કે અમે અમારી રીતે ખાવાની વ્યવસ્થા કરીને આવ્યા છીએ. મેં પૂછ્યું એક શિક્ષકને કે આનો ખર્ચ? તો શિક્ષકે કહ્યું ના આ વેન્ડરે, પોતાની ખુશીને આ બાળકોને મફતમાં આઇસ્ક્રીમ આપી રહ્યો છે. ખરેખરમાં બાળકોને જોતા લાગ્યું કે 1000 રૂપિયા તો તે સામાન્ય આઇસ્ક્રિમ વાળાએ જરૂરથી ખર્ચા હશે આ બાળકો માટે.

આ બધુ જોઇને મનમાં એક અલગ પ્રકારની લાગણી થઇ જેને શબ્દમાં વર્ણાવું તો બસ એટલું જ કહીશ કે, આ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ફરીને લોકોને માણસ બનાવ્યા. અને માણસાઇની તે શીખ કે "લેવા કરતા આપવામાં વધુ સુખ છે".

English summary
The blind school is a place where one can find a group of people from various economic backgrounds, from various conditions and various states coming together for something that affects them all. Here is the Experience of one day visit of blind school.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more