For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સપના સાથે જોડાયેલી 9 રસપ્રદ વાતો, જેનાથી તમો છો અજાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સપનાની દુનિયાની વાત જ અલગ હોય છે. બંધ આંખો વડે આપણે દરરોજ રાત્રે ક્યાંથી ક્યાં ફરી આવીએ છીએ. ક્યારેક રસ્તા પર, ક્યારેક આકાશમાં, ક્યારે અજાણ્યા સ્થળો પર તો ક્યારેક ઘરના ધાબા પર. એવી જ હજારો વાતો સપના બનીને દરરોજ રાત્રે આપણા મગજ પર છવાઇ રહે છે. જે સવારે ઉઠતાં જ આપણી આંખો સામેથી જ નહી પરંતુ થોડા સમય બાદ આપણા મસ્તિષ્કમાંથી પણ ગાયબ થઇ જાય છે.

પરંતુ શું તમને ખબર છે કે સપનાની નગરી સાથે જોડાયેલા કેટલાક એવા તથ્ય છે જેનાથી કદાચ તમે અજાણ છો. જેમાંથી કેટલાક તો હેરાન કરનાર પણ છે. જેમ કે શું તમને ખબર છે કે એક રાતમાં તમે ચારથી સાત સપના જોઇ શકે છે. તો બીજી તરફ દરેક સપનાનો કંઇકને કંઇક અર્થ જરૂર હોય છે.

તો ચાલો આગળની સ્લાઇડ્સમાં તમને રૂબરૂ કરાવીએ. સપનાની દુનિયાના કેટલાક તથ્યો વડે.

આંખ ખુલતાં જ ભૂલી જઇએ છીએ 90 ટકા સપના

આંખ ખુલતાં જ ભૂલી જઇએ છીએ 90 ટકા સપના

આંખો ખુલતાં જ આપણે 50 ટકા સપના ભૂલી જઇએ છીએ. તો બીજી તરફ 10 મિનિટ બાદ આપણા સપનાનો 90 ટકા ભાગ મગજમાંથી નિકળી જાય છે.

સપના તમને પણ આવે છે

સપના તમને પણ આવે છે

જી હાં. જો તમે વિચારો છો કે તમને સપના આવતા નથી, તો તમે ખોટા છો. સચ્ચાઇ એ છે કે તમે સપના ભૂલ જાવ છો.

દરેક સપનાનો હોય છે કોઇ મતલબ

દરેક સપનાનો હોય છે કોઇ મતલબ

દરેક સપનામાં કોઇને કોઇ ઉંડો અર્થ છુપાયેલો હોય છે. જેને ક્યારેય આપણે સમજી જઇએ છીએ, જ્યારે અનેકવાર નજરઅંદાજ કરી દઇએ છે.

કોઇ ઓળખીતો ચહેરો

કોઇ ઓળખીતો ચહેરો

જી હાં. સપનામાં તમને તે જ ચહેરો દેખાઇ છે, જે તમારા ઓળખીતા હોય છે. કે પછી ક્યાંક ને ક્યાંક તે ચહેરા સાથે રૂબરૂ થાવ છો.

દરેકને આવતા નથી રંગીન સપના

દરેકને આવતા નથી રંગીન સપના

દરેકને આવતા નથી રંગીન સપના. વિશ્વમાં લગભગ 12 ટકા લોકોને સપનામાં રંગ દેખાતા નથી.

નકારાત્મક ભાવનાઓ વધુ હોય છે

નકારાત્મક ભાવનાઓ વધુ હોય છે

સપનામાં સૌથી વધુ ઉત્સુકતાનો ભાવ હોય છે. સપનામાં તમે ઘણીવાર વ્યગ્ર થઇ જાવ છો. તો બીજી તરફ એવું પણ માનવું છે કે સપનામાં પોજિટિવ થી વધુ નેગેટિવ ભાવનાઓ આવે છે.

જાનવર પણ જુએ છે સપના

જાનવર પણ જુએ છે સપના

ફક્ત માણસ જ નહી પરંતુ જાનવર પણ સપના જુએ છે. જાનવર ઘણીવાર ઉંઘતી વખતે અવાજ કાઢે છે. આવું એટલા માટે કારણ કે તે સપના જોઇ રહ્યાં હોઇ છે.

એક રાતમાં ઘણા સપના

એક રાતમાં ઘણા સપના

એક રાતમાં આપણે ચારથી સાત સપના જોઇ લઇએ છીએ. એટલે કે લગભગ દર બે કલાકમાં આપણે બીજા સપનામાં પ્રવેશ કરી જઇએ છીએ. પરંતુ તેમાંથી ઘણા આપણને યાદ રહેતા નથી.

રૈપિડ આઇ મૂવમેંટ

રૈપિડ આઇ મૂવમેંટ

રૈપિડ આઇ મૂવમેંટ એક નોર્મલ સ્ટેજ હોય છે. આપણી ઉંઘનો 20-25 ટકા ભાગ આ સ્ટેજના અંર્તગત આવે છે. જેમાં ઉંઘતી વખતે આપણી આંખોની ગતિવિધિઓ હોય છે. સાથે જ આ દરમિયાન આપણે સૌથી વધુ સપના જોઇએ છીએ.

English summary
We have too many thoughts related to dreams. But here are some interesting facts related to our dream world.So, let's have a look. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X