આ ખતરનાક સ્ટંટ સેક્સ લાઈફ પર ભારે ન પડી જાય
રિલેશનશિપમાં જ્યારે પાર્ટનર એકબીજા સાથે રહેવાનો નિર્ણય કરે ત્યારે તે પ્રેમ વ્યક્ત કરવા માટે એકબીજા સાથે ઈન્ટીમેટ પળો વિતાવે છે. એક સંબંધમાં શારીરિક સંબંધની મહત્વની ભૂમિકા હોય છે. પરંતુ એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં એક સમય બાદ સંબંધ કંટાળાજનક થવા લાગે છે. લોકો પોતાની સેક્સ લાઈફમાં નીરસતાને ખતમ કરવા અને તેમાં રોમાંચ લાવવા માટે કંઈક નવુ ટ્રાય કરવાથી પણ પાછળ હટતા. સંબંધમાં કામુકતા વધારવા માટે હાલમાં લોકો ઈલેક્ટ્રો સેક્સનો સહારો લઈ રહ્યા છે જે જાનલેવા પણ થઈ શકે છે.

શું છે ઈલેક્ટ્રો સેક્સ?
સંબંધમાં નવો પ્રાણ ફૂંકવાનો દમ રાખનાર આ ટ્રેન્ડ વિશે લોકોમાં ઘણુ પાગલપન છે. આ પ્રક્રિયામાં પાર્ટનર્સ શારીરિક સંબંધ બનાવવા દરમિયાન એકબીજાના નેકેડ શરીર પર કરન્ટનો ઉપયોગ કરે છે. ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ થવાના કારણે આને ઈલેક્ટ્રો સેક્સ, ઈરૉટિક ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેશન કે ઈલેક્ટ્રોપ્લે પણ કહેવામાં આવે છે.

શરીરના આ ખાસ ભાગને કરન્ટ આપીને કરે છે ઉત્તેજિત
ઈલેક્ટ્રો સેક્સમાં વિજળીથી ચાલતા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીરના નર્વ્ઝને ઉત્તેજિત કરી દે છે. આ સેશનમાં પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને ઉત્તેજિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે. શારીરિક સંબંધ બનાવવા દરમિયાન આ ઉપકરણોની મદદથી ઈલક્ટ્રીકલ સિગ્નલ મોકલવામાં આવે છે જે શરીરના કામુક અંગોમાં ઉત્તેજના ભરે છે. આમ કરવાથી સેશનમાં પ્લેઝર અને ઑર્ગેઝમ વધી જાય છે.

નવો નથી કરન્ટ દ્વારા ઉત્તેજના વધારવાનો આ ટ્રેન્ડ
મળતી માહિતી મુજબ પહેલાના સમયમાં પણ કપલ્સ પોતાની સેક્સ્યુઅલ લાઈફને રોમાંચક બનાવવા માટે કરન્ટનો ઉપયોગ કરતા હતા. બાદમાં ઉપકરણોમાં ઢાળીને તેને બહેતર બનાવવામાં આવ્યા. મેડીકલ ક્ષેત્રમાં ઘણી જગ્યાએ આનો ઉપયોગ જોવા મળે છે.

આનાથી થાય છે જીવનુ જોખમ
જો ઈલેક્ટ્રો સેક્સના ઉપકરણોને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવ્યા તો તે જાનલેવા બની શકે છે. ખોટી રીતે ઉપયોગ કરવા પર શરીરના ટિશ્યુને નુકશાન થઈ શકે છે અને આના કારણે મોત પણ થઈ શકે છે. સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવા પર તે સ્કીનના સંપર્કમાં આવી શકે છે અને આના કારણે સ્કિન બળી શકે છે. આ ઉપકરણોમાં કરન્ટનો પ્રભાવ ઘણો ઓછો હોય છે પરંતુ તે હ્રદયની ગતિને પ્રભાવિત કરી શકે છે અને તેનાથી હ્રદય રોગનો હુમલો પણ આવી શકે છે. આ કારણે આ નવા ટ્રેન્ડને ટ્રાય કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલા