For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી સાહિત્યમાં છે'બારે મેઘ ખાંગા' થવાનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

મેઘ શબ્દનો અર્થ વરસાદ, વર્ષા થાય છે. ગુજરાતી લોકસાહિત્યમાં બાર (12) પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવ્યું છે. તેના ઉપરથી જ શબ્દપ્રયોગ કરવામાં આવે છે કે 'બારે મેઘ ખાંગા' થવા.

વરસાદ અંગે ગુજરાતી કવિયત્રી પ્રીતિ ટેલરે કવિતા પણ લખી છે...

હું ,વરસાદ અને વિચારોનો વાયરો ,
હું ,વરસાદ અને પેલી ભીંજાતી કાબરની કેટવોક ,
હું ,વરસાદ અને પેલા પાંખો ફફડાવતા હોલા ,
હું ,વરસાદ અને વરસાદે ભીંજાઈને ઉડતા પોપટનું પ્રણયગીત ,
હું ,વરસાદ અને બુંદો સાથે મૂક સંવાદ ,
હું ,વરસાદ અને કાળા વાદળો સાથે વીજળીનું નર્તન ,
હું ,વરસાદ અને ખુલ્લી બારીની વાછટ ,
હું ,વરસાદ અને કાગડો થયેલી છત્રી ,
હું , વરસાદ અને રેડીઓ પર વાગતું રોમાન્ટિક ગીત ,
હું ,વરસાદ અને વેલ પર ડોલતું પીળું ફૂલ ,
હું ,વરસાદ અને હથેળી પર ઝીલાતી બુંદોનું રચાતું તળાવ ,
હું ,વરસાદ અને ત્રાંસા વરસાદનું રમતિયાળ આલિંગન ,
હું ,વરસાદ અને વરસાદ સાથે વરસાદ વગરની હું...,
હું ,વરસાદ અને મારા વિરહમાં ઝૂરતો વરસાદ,
હું ,વરસાદ અને મારા મનની ભીનાશને
શબ્દના કેમેરામાં કેદ કરવાની આ વ્યર્થ કોશિશ...,
હું ,વરસાદ અને મારી કલમમાંથી ચુપકે થી
પાછલા બારણેથી ભાગેલી મારી નટખટ કવિતા.

વરસાદ વિશે ગુજરાતીમાં ઘણું સાહિત્ય લખાયું છે. પરંતુ આપ જાણો છો કે આ શબ્દપ્રયોગ ક્યારે કરવામાં આવે છે? આમ તો જવાબ સરળ છે કે જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ શબ્દપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શું આપ મેઘના બાર પ્રકાર જાણો છો?

જો આપ ના જાણતા હોવ તો અમે આપને મેઘના 12 પ્રકાર જણાવીએ. સ્લાઇડરમાં ક્લિક કરો અને જાણો મેઘના બાર પ્રકાર...

ફરફર

ફરફર


જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.

છાંટા

છાંટા


ફરફરથી વધુ વરસાદ.

ફોરા

ફોરા


છાંટાથી વધુ મોટા ટીપાં.

કરા

કરા


ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.

પછેડીવા

પછેડીવા


પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.

નેવાધાર

નેવાધાર


છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.

મોલ મેહ

મોલ મેહ


મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.

અનરાધાર

અનરાધાર


એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.

મૂશળધાર

મૂશળધાર


અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

ઢેફાભાંગ

ઢેફાભાંગ


વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.

પાણ મેહ

પાણ મેહ


ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.

હેલી

હેલી


ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

English summary
Know about twelve type of rain in Gujarati literature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X