દુનિયાના 10 દેશના પાસપોર્ટ અને તેની તાકાત

Posted By:
Subscribe to Oneindia News

પાસપોર્ટ કોઈ પણ દેશની તાકાતને દર્શાવે છે. જે દેશના પાસપોર્ટની જેટલી તાકાત તે દેશના નાગરિકને એટલા જ દેશમાં વીઝા ફ્રી ટ્રાવેલની સુવિધા મળે છે. ઓર્ટન કેપિલ, કે જે એક ફીનાન્સ એડવાઈઝરી ફર્મ છે. તેના રેકીંગ મુજબ અમેરીકા અને યુકેના પાસપોર્ટ દુનિયામાં સૌથી વધુ તાકાતવર છે.

દુનિયાના 147 દેશોમાં તેનું રેકીંગ સૌથી ઉપર છે. ત્યાં જ ભારતનો પાસપોર્ટ 59માં નંબરે આવે છે.

પાસપોર્ટનો પાવર ઈન્ડેક્સ આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ દેશની હાલત, તેનો GDP દર, અને અન્ય કેટલીક બાબતો પર પણ નિર્ભર કરે છે. આવો એક નજર નાખીએ ભારત સહિત દુનિયાના એવા 10 દેશની યાદી પર કે જેના પાસપોર્ટના દમ પર નાગરિકોને વીઝા વગર અથવા વીઝા ઓન અરાઈવલની સુવિધા ઉપલબ્ધ થાય છે.

ભારત
  

ભારત

ભારતનો નંબર પાસપોર્ટ ઈન્ડેક્સમાં 59મો છે. એટલે કે ભારતીય નાગરિકો પાસે માત્ર 59 દેશોમાં જ વગર વીઝાએ જવાની પરવાનગી છે. આ દેશોમાં નેપાળ, ભૂતાન, સાઉથ કોરિયા, હોંગકોંગ, એન્ટાર્કટીકા, સેશેલ્સ, ત્રિનિદાદ, ટોબેગો અને જમૈકાનો સમાવેશ થાય છે.

અમેરિકા અને યુનાઈટેડ કીંગડમ
  

અમેરિકા અને યુનાઈટેડ કીંગડમ

અમેરિકા અને યુનાઈટેડ કિંગડમ બંનેને ઈન્ડેક્સમાં પહેલો રેન્ક મળ્યો છે. આ દેશના પાસપોર્ટની સાથે આ દેશના નાગરિકો વિશ્વના 147 દેશોમાં ભ્રમણ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા
  

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા રેન્કીંગમાં 9 નંબર છે. અહીંના નાગરિક 138 દેશોમાં વીઝા વગર, અથવા તો વીઝા ઓન અરાઈવલની સુવિધા સાથે પ્રવાસ કરી શકે છે.

અફઘાનિસ્તાન
  

અફઘાનિસ્તાન

તાલિબાન અને બીજા આતંકી સંગઠનોનો માર સહન કરી રહેલા અફઘાનિસ્તાનનું રેન્કીગ પાસપોર્ટ પાવર ઈન્ડેક્સમાં 79મું છે. અહીંના નાગરિક દુનિયાના 39 દેશોમાં વીઝા વગર ફરી શકે છે.

ચીન
  
 

ચીન

પાસપોર્ટ પાવર ઈન્ડેક્સમાં ચીનના પાસપોર્ટનું રેન્કીગ 45 છે. અને અહીંના નાગરિક 74 દેશમાં વીઝા ઓન અરાઈવલ અથવા તો વીઝા ફ્રી પણ સફર કરી શકે છે.

બ્રાઝીલ
  

બ્રાઝીલ

બ્રાઝીલને રેન્કીગમાં 17મું સ્થાન આપવામાં આવ્યું છે. અને અહીંના નાગરિક 128 દેશોમાં વગર વીઝાએ પ્રવાસ કરી શકે છે.

રૂસ
  

રૂસ

રૂસની રેકીંગ 35 છે, અહીંના નાગરિકો પાસે 98 દેશોમાં પ્રવાસ કરવાની આઝાદી છે.

પાકિસ્તાન
  

પાકિસ્તાન

પાકિસ્તાન આ ઈન્ડેક્સમાં 71માં નંબરે છે. એટલે કે અફઘાનિસ્તાન કરતા માત્ર થોડા અંક વધુ. પાકિસ્તાનના નાગરિકો 46 દેશોમાં વીઝાની મુશ્કેલીઓ વગર અવર જવર કરી શકે છે.

યુએઈ
  

યુએઈ

યુએઈ 31માં નંબર પર છે. વગર વીઝા અથવા તો વીઝા ઓન અરાઈવલની સુવિધા સાથે અહીંના નાગરિકો દુનિયાના 104 દેશોમાં હરીફરી શકે છે.

શ્રીલંકા
  

શ્રીલંકા

રેકીંગમાં શ્રીલંકાનો નંબર 70મો છે, અને દુનિયાના માત્ર 47 દેશોમાં જ વીઝા વગર અથવા તો વીઝા ઓન અરાઈવલની સુવિધા સાથે ફરવાની પરવાનગી છે.

English summary
Indian passport ranked 59th among 147 countries while US passport is the most powerful passport in the world.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.