• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ માણવાની જાણો સાચી પદ્ધતિ, અને માણો વધુ મજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 ઓગષ્ટ: બે શરીરનું મિલન એટલે સેક્સ. ઉંમરની સાથે-સાથે આ પ્રવૃતિ સ્ત્રી-પુરૂષ બંનેમાં આ પ્રવૃતિ સમાન જોવા મળે છે, પરંતુ પ્રેમનો એકરાર કરવા માટે પુરૂષોને આગળ આવવું પડે છે. પરંતુ બે શરીર એક આત્મા ત્યારે થઇ શકે છે જ્યારે તેમાં એકબીજા પ્રત્યે દિલોની નજકીદીઓ બનેલી હોય. એટલે કે સેક્સની મજા ત્યારે બેગણી આવે છે જ્યારે સેક્સ માણનાર યુગલોમાં આત્મીયતા હોય, નહીંતર સેક્સનો આનંદ અધુરો રહી જાય છે અને ના તો પુરૂષને આનંદ આવે છે ના તો સ્ત્રીને આનંદ આવે છે.

જેમ કે પહેલાં પણ તમે ક્યાંક સાંભળ્યું હશે કે પછી વાંચ્યું હશે કે સેક્સ એક સારી કસરત છે, જેથી સ્ત્રી અને પુરૂષ બંને મોટીઉંમર સુધી સ્વસ્થ રહી શકે છે. એટલે કે જો તમારા વૈવાહિક જીવનમાં સેક્સુઅલ જીંદગી સારી છે તો બિમારી તમારીથી દૂર ભાગે છે. જોવા જઇએ તો પુરૂષોની તુલનામાં આની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી રહે છે, માટે પુરૂષોએ સેક્સના સમયે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ ક્યાંય સ્ત્રીને તેમની હરકતથી ખોટું તો લાગતું નથીને.

કારણ કે મોટાભાગે જોવા મળે છે કે પુરૂષો સેક્સના સમયે ઉતાવળ કરવા લાગે છે. જ્યારે મહિલાઓ સ્વભાવત: અને પ્રાકૃતિક રીતે સેક્સ માટે પુરૂષોની તુલનાએ મોડી તૈયાર થાય છે. તમે સાંભળ્યું હશે કે મહિલાઓને સેક્સ માટે તૈયાર કરવા માટે 'ફોર પ્લે' જેવી પદ્ધતિઓનો સહારો લેવો પુરૂષો માટે જરૂરી છે. માટે પુરૂષને સેક્સ પહેલાં તેનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

યૌન સંબંધો માટે ઉતાવળ ન કરો

યૌન સંબંધો માટે ઉતાવળ ન કરો

પુરૂષ હોય કે સ્ત્રી હોય બધામાં કામોત્તેજના સરખી જ હોય છે. એ અલગ વાત છે કે મહિલાઓ થોડી મોડી તૈયારી થાય છે. પરંતુ સેક્સની સાચી મજા પુરૂષને ત્યારે આવે છે જ્યારે પુરૂષ સ્ત્રી સાથે સંબંધ બાંધતા પહેલાં સ્ત્રીની સ્થિતિને જાણી લે, પછી સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે. એટલે કે બંને તરફથી પહેલ થાય, આ પહેલાં તમે ચરમ સીમા સુધી પહોંચશો તથા તમે એકબીજાને સંતુષ્ટ પણ કરી શકશો. આ માટે તમે એકબીજાને બની શકે એટલો સમય આપો.

એકબીજાને ટચ કરતા શીખો

એકબીજાને ટચ કરતા શીખો

સેક્સ માણતાં પહેલાં તમે તમારા પાર્ટનરની ભાવનાઓને સમજો અને જો તમે તેને અડકવાનો પ્રયત્ન કરશો તો બની શકે છે કે તેને ખોટું લાગી જાય અને તમારો આખો મૂડ ખરાબ થઇ જાય. એટલા માટે જરૂરી છે કે પાર્ટનરને ટચ કરતાં પહેલાં તેની રજામંદીનો ખ્યાલ રાખવો જોઇએ કે તમારા અડકવાથી તેને કોઇ સમસ્યા તો નથી ને. શરૂઆતમાં તમે તમારા પાર્ટનરના હાથ, ગાલ કે પછી પીઠ પર કીસ કરી શકો છો. આનાથી તમારો પાર્ટનર સેક્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે.

યોગ્ય સમયની પસંદગી જરૂરી

યોગ્ય સમયની પસંદગી જરૂરી

સેક્સ માટે સાચા સમયની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. એટલે કે તમે ઇચ્છો છો કે તમારો પાર્ટનર તમારી ઇચ્છા મુજબ તમારી સાથે સંબંધ બાંધે, તો ભૂલી જાવ કે તમારો પાર્ટનર તમારો સંપૂર્ણ સહયોગ કરી શકે. પરંતુ જો તમારા પાર્ટનરની ભાવનાઓને સમજતાં કે પછી તેની પસંદગીની વસ્તુ અપાવીને સેક્સ માટે તૈયાર કરો છો તો નિ:સંદેહ બંનેને ભરપૂર આનંદ પ્રાપ્ત થશે. કારણ કે કેટલીક વાર એવું બને છે કે તમે કોઇ સેક્સી ફિલ્મ જોઇ અને તાત્કાલિક પ્રભાવિત થઇને પાર્ટનર સાથે સેક્સ માણવા માટે ઉત્તેજિત થઇ જાવ.

સેક્સનું વાતાવરણ તો બનાવો

સેક્સનું વાતાવરણ તો બનાવો

જ્યારે તમને કોઇ મનપસંદ સ્વાદિષ્ટ ખાવાની ઇચ્છા થાય છે, તો તમે તેના માટે જરૂરી સામાન એકઠો કરવામાં જોડાઇ જાવ છો. ઠીક એવું જ સેક્સ સાથે પણ થાય છે. સેક્સ પણ એક આવેગ છે અને જ્યારે શરૂ થાય છે તો ઇચ્છા થાય છે કે બસ હવે રોકાઇ શકીશું નહી, પરંતુ જેમ તમે જરૂરી સામાન વિના મનપસંદ સ્વાદિષ્ટ ખાવાનો સ્વાદ માણી શકતા નથી તેમ તમે વાતાવરણ તૈયાર કર્યા વિના તમારા પાર્ટનર સાથે સેક્સના અસલી સ્વાદની કલ્પના ના કરી શકાય.

રોમેન્ટીક વાતો કરો

રોમેન્ટીક વાતો કરો

કહેવાનો અર્થ એ છે કે સેક્સ સંબંધ બાંધતા પહેલાં પાર્ટનર સાથે થોડી રોમેન્ટીક વાતો કરો, બની શકે કે તમે પ્રથમ વાર સેક્સ માણી રહ્યાં હોય એટલા માટે પહેલો અનુભવ સારો ન હોય, પરંતુ માહોલ બનાવ્યા વિના જો તમે સેક્સ માણશો તો પ્રથમ સેક્સના અહેસાસની ખોટ સાલશે, તો ઉતાવળ ના કરો અને પાર્ટનર સાથે થોડી મીઠી વાતો કરી લો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X