જાણો, 20નો પડાવ પાર કર્યા બાદ શું પરિવર્તન આવે છે યુવતીઓમાં!
[લાઇફસ્ટાઇલ] બદલાતા સમયની સાથે યુવતીઓ પણ પોતાને બદલી રહી છે. પરંતુ આ પરિવર્તન હંમેશા સકારાત્મક હોય તેવું સંભવ નથી. ખાસ કરીને 20 વર્ષની ઉંમરની આસ-પાસ યુવતીઓ સૌથી વધારે પોતાની આસપાસના લોકો અને મિત્રોના પહેરવેશથી પ્રભાવિત થાય છે.
આ તે ઉંમર છે જ્યારે યુવતીઓ પોતાના જીવનની સૌથી સુંદર યાદોને સમેટે છે, જેને તે આખી જીંદગી ભુલાવી શકતી નથી. આ દરમિયાન તેઓ ઘણી એવી હરકતો પણ કરે છે જેને તેઓ ક્યારેય પણ ભૂલાવી શકતી નથી.
આવો જાણીએ કે 20 વર્ષનો પડાવ પાર કરનાર યુવતીઓમાં કયા કયા પરિવર્તન આવે છે...

જીવનથી નિરાશ
આ ઉંમરમાં યુવતીઓ નિરાશ હોવાના કારણે લગ્ન અંગે વિચારવા લાગે છે. પરંતુ નિરાશ થયા વગર જીવનમાં નવા માર્ગો શોધવા જોઇએ. જીવનને જીવવા માટે ઘણી રીતો છે, કંઇક નવું વિચારો, નવી સંભાવનાઓને તપાશો, લગ્ન માટે રાહ જોઇ શકાય છે.

પોતાના દેખાવ માટે પરેશાન
આ એવો સમય હોય છે જ્યારે યુવતીઓ શાળા બાદ કોલેજ અથવા યુનિવર્સિટી જવાનું શરૂ કરે છે. પોતાના લુકને લઇને હંમેશા ચિંતિત રહે છે. પરંતુ પોતાના લુક અને શરીરની બનાવટને લઇને પરેશાન થવાના બદલે જીવનને વધુ સારી રીતે જીવવા અંગે વિચારવું જોઇએ.

કારણ વગર અન્ય યુવતીઓથી નફરત
હંમેશા યુવતીઓ બીજી યુવતીઓથી કોઇ કારણ વગર ચીડવા લાગે છે અને ખુદને ક્યારેય પણ તેમના મિત્ર નથી બનવા દેતી. આપે એવું નહીં કરતા મિત્રો સાથે ભળવું જોઇએ. અન્ય યુવતીઓ અંગે વિચારવા કરતા આપે આપનું સર્કલ મજબૂત બનાવવું જોઇએ.

સતત ગપશપ
આ ઉંમરમાં યુવતીઓ હંમેશા કલાકો સુધી ગપ-શપમાં પોતાનો સમય બર્બાદ કરતી હોય છે. પરંતુ પોતાનો કિંમતી સમય બેકારની વાતોમાં બર્બાદ કરવાને બદલે આપે કોઇ એક્ટિવિટી કરવી જોઇએ જે તમારા પસંગીના વિષય સાથે સંકળાયેલી હોય.

યુવકોને ઇમ્પ્રેસ કરવા ખુદને બદલે છે
યુવતીઓ ખુદને સ્માર્ટ બતાવવાની હોડમાં ખુદને માનસિક અને શારિરીક રીતે બદલી નાખે છે. તેઓ વજન પણ ઓછું કરી લેતા હોય છે. જેનાથી યુવકો તેમને પસંદ કરવા લાગે છે.

વધારે સમય ફાળવો છો
યુવતીઓ આ ઉંમરમાં પોતાના બોયફ્રેંડને લઇને ખૂબ જ સિરિયસ થઇ જાય છે અને પોતાનો મોટાભાગનો સમય તેમના સંબંધને મજબૂત કરવામાં વિતાવી દે છે. એવું કરવાને બદલે પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઇએ, પ્રેમ કરવામાં કોઇ વાંધો નથી, પરંતુ તે સમયની સાથે સાથે જાતે મજબૂત થવો જોઇએ.

પોતાના મિત્રોની પાછળ ભાગવું, ગ્રુપમાં ફીટ થવાની કોશીશ
નવી કોલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા પર નવા મિત્રો બને છે અને આ સમયે યુવતીઓ પોતાના નવા મિત્રોના ગ્રુપમાં ખુદને સાબિત કરવામાં પોતાની સંપૂર્ણ કોશિશ કરે છે. જોકે એવું કરવું હિતાવહ નથી.

વર્જીન નથી તો પણ ખુદને વર્જીન બતાવે છે
આ ઉંમરમાં યુવતીઓ ખુદને વર્જીન નહીં હોવા છતા પણ વર્જીન બતાવે છે. તેમને એ વાતનો ભય હોય છે કે લોકો તેમના વિશે ખોટી ધારણા બનાવી લેશે. પરંતુ આપ દુનિયા જે વિચારે તે ના વિચારો પોતાના વિશે વિચારો.

ધુમ્રપાન અને દારુની લત
જીવનમાં પોતાના નવા નવા પડાવ પર હોય છે અને યુવતીઓ પોતાની આઝાદીને સંપૂર્ણ રીતે જીવવા માંગે છે. પરંતુ એવામાં આપે દરેક વસ્તુને સાચી સાબિત કરવામાં હદ વટાવવી જોઇએ નહીં. ક્યાંક એવું ના બને કે આ આદતો આપને લઇ ડૂબે.

સમાજના રિવાજોમાં દબાઇ જાય છે
આપના પરિવારવાળા આપનાથી અપેક્ષા રાખે છે કે કેરિયર બનાવવાને સ્થાને લગ્ન કરવા અંગે વિચારે. આપના નાના કપડા ના પહેરો, યુવકો સાથે ના ફરો. પરંતુ આ બધાની વચ્ચે આપે જીવન સ્થિરતાથી જીવવાની જરૂર છે.