કોરોના મહામારીમાં લૉન્ગ ડિસ્ટંસ રિલેશનશીપમાં આ રીતે જાળવી રાખો પ્રેમ
લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ સામાન્ય રિલેશનથી ઘણી અલગ હોય છે. આવા સંબંધમાં કપલ્સે વધુ સમજદારી બતાવવાની જરૂર હોય છે. જો કે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનના પોતાના ફાયદા પણ છે. જ્યારે કપલ્સ ઘણા દિવસો કે મહિનાઓ બાદ મળે છે ત્યારે તેમની વચ્ચે એક અલગ જ સ્પાર્ક હોય છે પરંતુ જ્યારથી કોરોના વાયરસે પોતાનો કહેર આખી દુનિયામાં વર્તાવ્યો છે તેની અસર સંબંધો પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી છે. સંક્રમણના વધતા જોખમના કારણે લોકો માટે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાનુ ઘણુ મુશ્કેલ થઈ ગયુ. એવામાં કપલ્સ એકબીજીથી દૂર રહે છે તે લાંબા સમયથી મળી શક્યા નથી. જેના કારણે હવે તેમના સંબંધો પ્રભાવિત થવા લાગ્યા છે. માટે એ જરૂરી છે કે તમે અમુક એવા ઉપાયો અપનાવો જેનાથી જગ્યાનુ અંતર તમારા સંબંધમાં અંતર પેદા ન કરી શકે. તો ચાલો, આજે અમે તમને અમુક એવા ઉપાય બતાવીએ જેની મદદથી તમે કોરોના મહામારી દરમિયાન તમારા સાથીથી દૂર હોવા છતાં પણ પોતાના પ્રેમને જાળવી રાખી શકો છો -

જરૂર આપો સમય
આમ તો લૉન્ગ ડિસ્ટંસ કપલ્સને હંમેશા પોતાના સંબંધને સમય આપવા માટે અમુક સમય અલગથી કાઢવાનો હોય છે. આ સમય માત્ર તેમનો જ હોય છે. પરંતુ હવે જ્યારે લાંબા સમયથી એકબીજાથી દૂર છો તો ખરેખર તમે બંને એકબીજાને મિસ કરી રહ્યા હશો માટે તમે એકબીજા માટે થોડો વધુ સમય કાઢવાની કોશિશ કરો. આ દરમિયાન તમે બંને ફરિયાદ કરવાના બદલે એકબીજાને ખુશી આપવાની કોશિશ કરો.

જાળવી રાખો પૉઝિટિવિટી
આ દરમિયાન દરેક વ્યક્તિના મનમાં અમુક હદ સુધી નેગેટિવિટી વધવા લાગી છે અને જ્યારે મુશ્કેલ સમયમાં સ્વજનોનો સાથ ન હોય તો એ વખત પસાર કરવો વધુ મુશ્કેલ બની જાય છે. માટે જ્યારે તમે વીડિયો કૉલ પર એકબીજા સાથે હોય ત્યારે પૉઝિટિવિટી જાળવી રાખો. આ સમયે બંને પાર્ટનરને ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. એવામાં તમે પોતાના પાર્ટનરને ઈમોશનલી સપોર્ટ કરો, જુઓ તમે ખુદને પણ ઘણા રિલેક્સ્ડ અનુભવશો.

પાર્ટનર પર જરૂર રાખો વિશ્વાસ
વિશ્વાસ વિના કોઈ પણ સંબંધનો કોઈ અર્થ નથી. આ સાચુ છે કે તમે બંને એકબીજાથી દૂર છો પરંતુ આ તમારા બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એવામાં તમે પોતાના વિશ્વાસને આમ જ જાળવી રાખો. આનાથી તમારા સંબંધમાં હેપ્પીનેસ જળવાઈ રહેશે. પોતાના સાથી પર વિશ્વાસ કરવા સાથે સાથે તેમને એ વાતનો પણ અહેસાસ કરાવો કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો અને તમને તેના પર પૂરો ભરોસો છે. એટલુ જ નહિ, આ મુશ્કેલ સમયમાં તમે એની સાથે છો.

કરો કંઈક ખાસ
આ મુશ્કેલ સમયમાં તમે તમારા સંબંધમાં પ્રેમ જાળવી રાખવા માટે કંઈક ખાસ એક્ટિવિટી કરી શકો છો. જેમ કે તમે તમારા પાર્ટનર સાથે પસાર કરેલ સુંદર પળોના ફોટાની એક કોલાજ બનાવીને તેને વીડિયો મેસેજ મોકલો. વળી, તમે ઈચ્છો તો વર્ચ્યુઅલી ડિનર ડેટ પ્લાન કરી શકો છો. એટલુ જ નહિ પાર્ટનર સાથે વીડિયો ગેમ કે પછી ફની ગેમ્સ પણ રમી શકાય છે. આ રીતે તમે પાર્ટનરની દિલ ખોલીને પ્રશંસા કરવાથી લઈને અન્ય ઘણી સારી એક્ટિવિટીઝ એકસાથે કરી શકો છો. જો તમે બંને એક જ દેશમાં હોય તો તમે તેના માટે કોઈ સુંદર ભેટ કુરિયર કરીને તેને સપ્રાઈઝ પણ કરી શકો છો. આ એક્ટિવિટી તમને તો ખુશી આપે જ છે સાથે સંબંધમાં પણ એક નવીનતા લાવે છે અને તમને જગ્યાના અંતરનો પણ અહેસાસ નથી થતો. આશા છે કે આ ઉપાયોને અપનાવીને તમે કોરોના સંક્રમણના આ મુશ્કેલ સમયમાં પોતાના લૉન્ગ ડિસ્ટંસ રિલેશનને પ્રેમભર્યો તેમજ મજબૂત બનાવી શકશો.
કોઈ યુવકને ડેટ કરતાં પહેલા આ વસ્તુઓ જરૂર ચેક કરો, બાદમાં પસ્તાવુ ના પડે