For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 15 વાતો દરેક વિદ્યાર્થીએ તેના શિક્ષક પાસેથી સાંભળી હશે!

|
Google Oneindia Gujarati News

સ્કૂલ અને કોલેજના પણ તે કેટલા સરસ દિવસો હતા. જ્યારે તે સરસ મઝાના દિવસો આપણા જીવનમાં હતા ત્યારે આપણને મોટા થવાની જલ્દી હતી અને આજે જ્યારે પાછા વળીને તે દિવસોને યાદ કરીએ છીએ ત્યારે થાય છે કે કાશ આપણે પાછા સ્કૂલમાં જઇ શકતા!

સ્કૂલના તે સાહેબો, તે શિક્ષકોઓ, તેમની તે યૂનિક સ્ટાઇલ. તેમના તે બોરિંગ લેક્ચર અને તે લેક્ચર દરમિયાન આપણે પડેલી શિક્ષકની તે લડ હવે એક સુવર્ણ ભૂતકાળ બની ગયો છે.

ત્યારે આજે આ સુવર્ણ ભૂતકાળને થોડો યાદ કરી લઇએ...જરા યાદ કરી લઇએ કે સાહેબો આપણને શાંત કરવા, ચૂપ કરાવા શું શું કહેતા હતા. આ સ્લાઇડર યાદ કરીને તમને તમારા નાનપણ ના દિવસો જરૂરથી યાદ આવી જશે. અને હા જો તમારા શિક્ષકની પણ આવી જ કોઇ વાતો તમને યાદ આવે તો નીચે કોમેન્ટમાં લખવાનું અને અમને શેર કરવાનું ભૂલતા નહીં.

તો જુઓ આ ફોટોસ્લાઇડર. અને જાણો કેટલીક તેવી વાતો જે દરેક વિદ્યાર્થીએ તેના શિક્ષકના મોઢેથી સાંભળી જ હશે...

આ કોઇ શાક માર્કેટ નથી!

આ કોઇ શાક માર્કેટ નથી!

જ્યારે ક્લાસમાં બહુ અવાજ થાય ત્યારે સાહેબ જરૂરથી કહેતા કે આ સ્કૂલ છે કંઇ શાક માર્કેટ નથી કે આટલો અવાજ કરો છો.

જોરથી બોલ, ખાધુ નથી કે શું?

જોરથી બોલ, ખાધુ નથી કે શું?

શરમાળ બાળકો પર અને પી.ટીના ક્લાસમાં અમુક લોકો પર ખાસ આ જુલમ થતો. આખા ક્લાસ વચ્ચે બિચારાનું અપમાન થઇ જતું. અને પછી જે તે વિદ્યાર્થી તેના અવાજની સૌથી ઊંચી પીચ પર બોલતો સાંભળવા મળતો.

બારીની બહાર ફેંકી દઇશ!

બારીની બહાર ફેંકી દઇશ!

જો તમે વધારે અવાજ કરો અને સાહેબનું બિલકુલ ના સાંભળો તો વધુ ગંભીર ચેતવણી રૂપે આમ જરૂરથી કહેવાતું.

તારું શરીર તો અહીં છે, મગજ ક્યાં છે?

તારું શરીર તો અહીં છે, મગજ ક્યાં છે?

સાહેબના એક બે વાર બોલાવ્યા બાદ પણ જો તમે કોઇ પ્રતિક્રિયા ના આપો ત્યારે તમારા પર આ શબ્દોની ચાબૂક લગાવામાં આવતી.

આ વર્ગ જ બેકાર છે!

આ વર્ગ જ બેકાર છે!

જો આપણે ત્યાં એ,બી,સી વર્ગ હોય તો શિક્ષકો તેમાં પોતાનો પ્રેફર્ન્સ આપતા. આ વર્ગ જ બેકાર છે. પેલો વર્ગ સારો છે.વગેરે વગેરે...

જેને ન ભણવું હોય તે બહાર જાય

જેને ન ભણવું હોય તે બહાર જાય

કોલેજમાં તો અમુક લોકો સાહેબના આ જ શબ્દો બોલવાની રાહ જોતા હોય કે જેવું સાહેબ આવું બોલે ઇજ્જતથી ઉભા થઇ કેન્ટીન તરફ જતા રહેવું.

આની પર પપ્પાની સહી લઇને આવ

આની પર પપ્પાની સહી લઇને આવ

ટેસ્ટના પરિણામ વખતે અમુક લોકોને આ દુખનો સામનો જરૂરથી કરવો પડતો. અને ત્યારે ગુજરાતીની એક કહેવતનો મતલબ બરાબર સમજાતો કે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઇ.

નો શેરિંગ, દરેક પોત પોતાનું લાવો

નો શેરિંગ, દરેક પોત પોતાનું લાવો

અમુક વખતે તમે પેન, પેન્સિલ લાવવાનું ભૂલી ગયા હોવ અને મિત્રોને આ અંગે પૂછપૂરછ કરતા હોવ ત્યારે સાહેબના મોઢેથી જરૂરથી આ સોનેરી શબ્દો નીકળતા.

પિન ડ્રોપ સાઇલન્સ, પ્લીઝ

પિન ડ્રોપ સાઇલન્સ, પ્લીઝ

ક્લાસમાં દાખલ થયા પછી અમુક શિક્ષકોનો મોઢેથી પહેલા આ વાક્ય નીકળતું.

બે મિનિટ

બે મિનિટ

રિસેસ નજીક હોય અને સાહેબ કહે ક્લાસ બે મિનિટ હજી ચાલશે.

જ્યારે તમારી વાતો પતે ત્યારે કહેજો

જ્યારે તમારી વાતો પતે ત્યારે કહેજો

ભૂલથી તમને અને તમારા મિત્રને વાતો કરતા સાહેબ જોઇ લે એટલે તરત સાહેબ ભણવાનું બંધ કરી આ કહી દેતા.

બહુ હસવું આવે છે, બધાને કે, પૂરો ક્લાસ હસસે

બહુ હસવું આવે છે, બધાને કે, પૂરો ક્લાસ હસસે

જ્યારે ક્લાસમાં અચાનક કોઇ કારણથી હસવું આવે ત્યારે આમ કહેવાતું. ધણીવાર તો તેવું પણ બને કે આપણે સાહેબ પર જ હસતા હોઇએ. હવે સિંહને કોણ કહે તે મારું મોઢું ગંધાય છે.

આ તારું ઘર નથી!

આ તારું ઘર નથી!

બહુ અવાજ થાય ત્યારે આ વાક્ય જરૂરથી કહેવામાં આવે કે આ તારું ઘર નથી કે જેમ મર્જી આવે તેમ કરે છે.

સરપ્રાઇઝ ટેસ્ટ

સરપ્રાઇઝ ટેસ્ટ

ક્લાસ શરૂ થતા સાહેબ જ્યારે અચાનક જ કહી દે કે આજે સરપ્રાઇઝ ટેસ્ટ છે ત્યારે એટલા સરપ્રાઇઝ થઇ જવાય છે કે પૂછો નહીં.

English summary
Know what are the top ten 16 dialogues which every teacher speaks in his class, these are the best dialogues which you can never forget from you school days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X