For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાભરના ધર્મો, એલિયન્સના હોવાની પૃષ્ઠી કરે છે

|
Google Oneindia Gujarati News

આપણે આજ દિવસ સુધી એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ વિષે અનેક અટકળો, કિસ્સા વાર્તા સાંભળી છે. વધુમાં અનેક લોકોનું માનવું પણ છે કે તેમણે નરી નાંખે એલિયન જોયો છે.

ત્યારે જાણીતા લેખક ડેવિડ વેંટ્રોબે પોતાના નવા પુસ્તકમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે વિવિધ ધર્માના ધાર્મિક પુસ્તકોમાં પણ લખ્યું છે કે પૃથ્વી સિવાય પણ અન્ય ગ્રહો પર અલગ પ્રકારના જીવોનું અસ્તિત્વ છે.

"રિલિઝન એન્ડ એક્ટ્રા ટેરેસ્ટેરિયલ લાઇફ" નામના આ પુસ્તકમાં ડેવિડે એલિયન્સ વિષે અનેક રોચક દાવા અને રિસર્ચને પ્રસ્તૃત કર્યા છે. તો શું લખ્યું છે ડેવિડના આ પુસ્તકમાં અને શું ખરેખરમાં આપણા ધાર્મિક ગ્રંથોમાં આ વિષે કંઇ જાણાવવામાં આવ્યું છે કે નહીં તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

અનેક ગ્રહો

અનેક ગ્રહો

ડેવિડના કહેવા મુજબ આપણા સૂર્યમંડળ સિવાય પણ અનેક સૂર્યમંડળ અને ગ્રહો અસ્તિત્વમાં છે. વિજ્ઞાન પણ કહે છે.

વિજ્ઞાન

વિજ્ઞાન

વર્ષ 2000માં ખગોળશાસ્ત્રીઓએ 50 ગ્રહોની વાત કરી હતી જે આપણા સૂર્યમંડળની આસપાસ છે. પણ હવે તેની સંખ્યા 1000 સુધી પહોંચી ગઇ છે. અને વિજ્ઞાનીઓ માની રહ્યા છે કે 2045 સુધીમાં આ સંખ્યા વધીને 10 લાખ સુધી પહોંચી જશે.

ગ્રહો પર જીવન

ગ્રહો પર જીવન

જો કે આ તમામ ગ્રહો પર પૃથ્વીની જીવન અસ્તિત્વમાં છે કે નહીં તે મામલે હજી સુધી કોઇ પૃષ્ઠી નથી થઇ. પણ ખગોળશાસ્ત્રીઓ આ અંગે શોધ કરી રહ્યા છે.

અમેરિકા

અમેરિકા

એક સર્વે મુજબ લગભગ એક તૃતિયાંશ અમેરિકી માને છે કે એલિયન્સ હોય છે.

નાસ્તિક

નાસ્તિક

ડેવિડ પુસ્તક મુજબ 55 ટકા નાસ્તિક લોકો એલિયન્સ એટલે પરગ્રહવાસી પર વિશ્વાસ કરે છે.

મુસ્લિમ

મુસ્લિમ

44 ટકા મુસ્લિમ પણ પરગ્રહવાસીઓમાં માને છે.

ખ્રિસ્તી

ખ્રિસ્તી

37 ટકા ખ્રિસ્તી પણ એલિયન્સ પર વિશ્વાસ કરે છે તેવું ડેવિડનું કહેવું છે.

હિંદૂ

હિંદૂ

36 ટકા હિંદૂઓ પણ પરગ્રહવાસીઓમાં વિશ્વાસ રાખે છે.

ડેવિડનું રિસર્ચ

ડેવિડનું રિસર્ચ

ડેવિડે જ્યારે પહેલીવાર લાઇબ્રેરીમાં આ અંગે તપાસ શરૂ કરી ત્યારે તેમણે મોટાભાગની રોમન કેથલિક અને ઇસાઇ ધર્મના પુસ્તકોમાં પરગ્રહવાસી વિષેનું લખાણ વાંચ્યું હતું. જે બાદ તેમણે અન્ય ધર્મોનું પણ આ અંગે શું કહેવું છે તે પર સંશોધન કર્યું.

એશિયાઇ ધર્મો

એશિયાઇ ધર્મો

યુરોપ બાદ ડેવિડે એશિયાઇ ધર્મ પુસ્તકોનો રિસર્ચ કર્યો. હિંદૂ ધર્મ પુનજન્મમાં વિશ્વાસ રાખે છે. ડેવિડનું માનવું છે કે બની શકે કે એલિયન્સ પણ મનુષ્યના રૂપમાં જન્મ લેતા હોય!

બૌદ્ધ

બૌદ્ધ

બૌદ્ધ ધર્મમાં પણ અનેક તેવા જીવો વિષે લખવામાં આવ્યું છે જે આપણી સૃષ્ટિના નથી. અને બૌદ્ધ ધર્મ પણ આવા જીવોના અસ્તિત્વ પર વિશ્વાસ કરે છે.

કુરાન

કુરાન

ડેવિડે કુરાનમાં જે સંશોધન કર્યું તે મુજબ કુરાનમાં લખ્યું છે કે આ ગ્રહ પર તેવી ધાર્મિક તાકાતો હાજર છે. વધુમાં ઇસ્લામ ધર્મમાં પણ આવી ધાર્મિક શક્તિઓના અસ્તિત્વની વાત લખવામાં આવી છે.

English summary
Know what different religion think about the very existence of aliens, the Belief in alien life varies widely by religion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X