For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ઠમી ભલે પતી ગઇ હોય પણ, આ તસવીરો તમને ખુશ કરી દેશે

|
Google Oneindia Gujarati News

કૃષ્ણ જન્માષ્ઠમીની મઝા જ કંઇક ખાસ છે. સવારે મસ્ત સાબુદાણાના ભજિયા અને લીલી ચટણી સાથે ચા પીવાની. છોકરાઓને કૃષ્ણ-રાધાના વેશ મુજબ તૈયાર કરવાનું. મંદિર જઇને કાનુડાને હિંચકો નાખવાનો અને પછી મિત્રો સાથે મળીને આખા દિવસ ગપ્પા હાંકવાના. અને આખો દિવસ જે કાતરી, શિંગ અને વિવિધ ફરાળી આઇટમો ખાવાનો જે જલસો માણવાનો તે આખો અલગ.

ત્યારે આજે ભલે તમે જન્માષ્ઠમી પતી જવાનું દુખ લઇને ભારે મને ઓફિસ કે ધંધે કામ કરવા આવી પહોંચ્યા હોવ પણ ગુરુવારે ભારત ભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રંગે ચંગે જન્માષ્ઠમીની ઠાઠ બંધ ઉજવણી થઇ છે. તેની તસવીરો જુઓ અહીં.

એટલું જ નહીં આ વખતે તો મુંબઇની જેમ જ સુરત અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં લોકોએ દહીં હાન્ડીનો જોરદાર કાર્યક્રમ યોજ્યો હતો. અને રાતે કાન્હાજીના હેપ્પી વાળા બર્થ ડેની પણ મંદિરોમાં ભારે ધૂમધામથી ઉજવણી થઇ હતી. ત્યારે તેની સુંદર તસવીરો જુઓ અહીં...

સુરતી લાલાની જન્માષ્ઠમી

સુરતી લાલાની જન્માષ્ઠમી

સુરતમાં મોટા પ્રમાણમાં દહીં હાંડીનો કાર્યક્રમ ભારે જોરશોરથી ઉજવવામાં આવ્યો હતો. હવે મુંબઇની જેમ જ સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ દહીં હાંડીના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે.

મથુરા

મથુરા

કૃષ્ણ ભૂમિ તેવા મથુરામાં ભવ્ય અંદાજમાં કાન્હાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દહીં હાંડી

દહીં હાંડી

જેટલી ઊંચી હાંડી એટલી ઊંચી કિંમત અને આ માટે જ ગોવિંદાઓ પણ ટોચનું જોર લગાવીને આવી મુશ્કેલ હાંડીઓને તોડી રહ્યા છે. અને લોકોની ભીડ તેમનો ઉત્સાહ વધારી રહી છે.

કાન્હાજીનો હિંચકો

કાન્હાજીનો હિંચકો

તો જન્માષ્ઠમીના દિવસે જગતના તાત તેવા કૃષ્ણ ભગવાનને હિંચકે જુલાવાનું પણ ખાસ મહત્વ હોય છે. અને અનેક મંદિરોમાં તેના ભવ્ય કાર્યક્રમ થતા હોય છે. ત્યારે મથુરાના મંદિરની પૂજા જુઓ અહીં.

કાન્હાજીની પૂજા

કાન્હાજીની પૂજા

મથુરાના દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ઠમીના ઉપલક્ષમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

એટલું જ નહીં બાંગ્લાદેશ ખાતે પણ કૃષ્ણ જન્માષ્ઠમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં પણ જન્માષ્ઠમીના ઉપલક્ષમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

પટના

પટના

તો પટનામાં પણ નાના બાળગોપાલોએ ધૂમધામથી કૃષ્ણ જન્માષ્ઠમીની ઉજવણી કરી હતી.

નાના બાળગોપાલો

નાના બાળગોપાલો

જો કે સૌથી વધુ મઝા બાળકો કરી હતી. કાન્હા અને રાધાના વેશમાં તૈયાર થઇને મિત્રો સાથે તેમણે આ ઉત્સવની મઝા માણી હતી.

બાળ કાનુડાની પૂજા

બાળ કાનુડાની પૂજા

બાળ કાનુડાને રાત્રે બાગ વાગતા શણગારેલા પારણામાં ઝૂલાવી માખણ, મિસરી અને પંચાજીરીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. દ્વારિકા, ડાકોર, ઇસ્કોન, સ્વામિનારાયણ મંદિરો સહિત તમામ મંદિરોમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો.

નંદમહોત્સવ

નંદમહોત્સવ

રાત્રે બાર વાગ્યે નંદમહોત્સવ પહેલા બાળકોએ ઠેર ઠેર કૃષ્ણલીલાઓનું મંચન કર્યું હતુ. અને દરેક નાના બાળકો બાળગોપાલ અને કૃષ્ણ સખા બનીને આવ્યા હતા. તો મટકી ફોડમાં આબાલ વૃદ્ધ તમામ લોકો સામેલ થયા હતા.

હાથી ઘોડા પાલખી...

હાથી ઘોડા પાલખી...

દરેક જગ્યાએ કૃષ્ણ કનૈયા લાલ કી જય તથા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના જય ઘોષ ગૂંજી ઉઠયા હતા. ઇડર પાસે શામળાજી, અમદાવાદમાં ઇસ્કોન, કલ્યાણ પુષ્ટિ હવેલી, ભાજર કૃષ્ણ મંદિર આ તમામ મંદિરોએ મનમોહક હિંડોળા બનાવીને ભગવાનને ઝૂલાવાવમાં આવ્યા હતા.

ફટાકડા

ફટાકડા

ઘણા સ્થળોએ તો યુવકોએ કૃષ્ણ જન્મ નિમિત્તે આતશબાજી કરીને કૃષ્ણના ગીતો પર ડાન્સ કરવાની મજા પણ માણી હતી. આજે સવારે તમામ મંદિરોમાં પારણાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે જે દર્શનનો ભક્તજનો લાભ લઈ રહ્યા છે.

English summary
Krishna Janmashtami 2016 celebrated over india pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X